જરા સંભાળીને ભારતના હાઈવે પર આ ત્રણ કલાક ખુબજ ખતરનાક સાબિત થઈ રહ્યા છે
Road Accident in India: મીડિયા રિપોર્ટ્સમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના 'રોડ એક્સિડન્ટ્સ ઈન ઈન્ડિયા-2021'ને ટાંકીને કહેવામાં આવ્યું છે કે 2021માં કુલ 4.12 લાખ રોડ અકસ્માતના કેસ નોંધાયા હતા. તેમાંથી 1.58 લાખથી વધુ કેસો માત્ર બપોરે 3 થી 9 વાગ્યાની વચ્ચે માર્ગ અકસ્માતના છે
ભારતમાં દર વર્ષે લગભગ 1.5 લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. હાલમાં જ રોડ અકસ્માતમાં અનેક મોટી હસ્તીઓએ જીવ ગુમાવ્યા છે.પરંતુ શું તમે જાણો છો કે સાંજે લગભગ 3 કલાકનો સમય એવો હોય છે જ્યારે ભારતના રસ્તાઓ સૌથી ખતરનાક હોય છે. અમે આ નથી પરંતુ સત્તાવાર આંકડા બતાવીએ છીએ. સરકારી આંકડાઓ અનુસાર, 2021માં થયેલા કુલ માર્ગ અકસ્માતોમાંથી લગભગ 40 ટકા બપોરના 3 થી 9 વાગ્યાની વચ્ચે થયા છે. જ્યારે આમાં પણ 6 થી 9 વાગ્યા સુધીનો 3 કલાકનો સમય વધુ જોખમી છે. બીજી તરફ, મધ્યરાત્રિના 12 થી સવારના 6 વાગ્યા સુધીનો સમય સૌથી સલામત માનવામાં આવે છે, કારણ કે આ સમય દરમિયાન સૌથી ઓછા માર્ગ અકસ્માતો થાય છે.
4 લાખથી વધુ અકસ્માત નોંધાયા છે
મીડિયા રિપોર્ટ્સમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના ‘રોડ એક્સિડન્ટ્સ ઈન ઈન્ડિયા-2021’ને ટાંકીને કહેવામાં આવ્યું છે કે 2021માં કુલ 4.12 લાખ રોડ અકસ્માતના કેસ નોંધાયા હતા. તેમાંથી 1.58 લાખથી વધુ કેસો માત્ર બપોરે 3 થી 9 વાગ્યાની વચ્ચે માર્ગ અકસ્માતના છે. જો કે સમગ્ર દેશમાં 2021 દરમિયાન થયેલા 4,996 અકસ્માતોનો સમય નક્કી કરી શકાયો નથી.
તો સાંજના 6 થી 9 વાગ્યા દરમિયાન અનેક અકસ્માતો થયા છે
આ આંકડાઓ અનુસાર, 2021માં સાંજે 6 થી 9 વાગ્યાની વચ્ચે સૌથી વધુ માર્ગ અકસ્માતો નોંધાયા હતા. કુલ અકસ્માતોના 21 ટકા આ સમયગાળા દરમિયાન થયા છે. આ પેટર્ન છેલ્લા 5 વર્ષથી સતત આવી જ રહી છે. આ પછી લગભગ 18 ટકા અકસ્માતો 3 થી 6 વાગ્યાની વચ્ચે થયા છે.
સૌથી વધુ અકસ્માતો તમિલનાડુ, મધ્યપ્રદેશમાં થાય છે
સાંજે 6 થી 9 વાગ્યાની વચ્ચેના માર્ગ અકસ્માતોની દ્રષ્ટિએ, 2021 માં દેશમાં સૌથી વધુ અકસ્માતો તમિલનાડુમાં નોંધાયા હતા. આ સંખ્યા 14,416 છે. તે જ સમયે, મધ્યપ્રદેશ 10,332 અકસ્માતો સાથે બીજા નંબરે છે. જોકે નિષ્ણાતો આ માટે બીજું કારણ આપે છે, બપોરે 3 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો સમય સામાન્ય રીતે પીક અવર હોય છે. તેથી આ સમય દરમિયાન અકસ્માતની શક્યતાઓ વધી જાય છે. જ્યારે રાત્રીના 12 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે રસ્તાઓ પર અપેક્ષા કરતા નાના વાહનોની અવરજવર ઓછી હોય છે જ્યારે આ સમયે માત્ર ટ્રકો વગેરે જ રસ્તા પર હોય છે.