MSP ગેરંટી, વળતર, પેન્શન, સ્વામીનાથન રિપોર્ટ સહિતની ખેડૂતોની 12 માગો કઈ છે? જાણો દિલ્હી માર્ચ પાછળનો ખેડૂતોનો સમગ્ર પ્લાન

|

Dec 06, 2024 | 7:07 PM

શંભુ બોર્ડરથી ફરી એકવાર ખેડૂતો દિલ્હી કૂચ કરવા જઈ રહ્યા છે. ત્યારે હવે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે આખરે દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતોની માગ કઈ છે. આપને જણાવી દઈએ કે તેઓ 12 માગણીઓ સાથે આ વખતે દિલ્હી કૂચ કરી રહ્યા છે. જેમા MSP ગેરંટી, વળતર, અને પેન્શનને લઈને સ્વામીનાથન આયોગની રિપોર્ટના સૂચનોને લાગુ કરવાની માગો સામેલ છે.

MSP ગેરંટી, વળતર, પેન્શન, સ્વામીનાથન રિપોર્ટ સહિતની ખેડૂતોની 12 માગો કઈ છે? જાણો દિલ્હી માર્ચ પાછળનો ખેડૂતોનો સમગ્ર પ્લાન

Follow us on

8 મહિનાથી દિલ્હીથી શંભુ બોર્ડર પર ધરણા દઈ રહેલા ખેડૂતોએ આજથી ફરી દિલ્હી કૂચ કરવાના છે. તેમના દિલ્હી ચલો આંદોલનમાં ખેડૂતો આ વખતે ટ્રે્ક્ટર કે ટ્રોલી લઈને જવાના નથી. આ વખતે ખેડૂતો ચાલીને જ દિલ્હી કૂચ કરશે. પ્રદર્શનને જોતા હરિયાણામાં અંબાલા (શંભુ બોર્ડર)માં પોલીસ પ્રશાસનનો સખ્ત પહેરો છે.

આ વખતે ફરી આ મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આખરે દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતોની માગણીઓ શું છે. ખેડૂતો આ વખતે તેમની 12 માગણીઓ સાથે દિલ્હી માર્ચ કરી રહ્યા છે. જેમા MSP ગેરંટી, વળતર, અને પેન્શનને લઈને સ્વામીનાથન આયોગની રિપોર્ટના સૂચનોને લાગુ કરવાની માગો સામેલ છે.

શું છે ખેડૂતોની 12 માગણી

  1. દરેક પાકની ખરીદી પર MSP ગેરંટી અધિનિયમ બનાવવામાં આવે. ડૉ સ્વામીનાથન આયોગના નિર્દેશ પર તમામ પાકોની કિંમતો C2+50% ના ફોર્મ્યુલા અનુસાર નક્કી કરવામાં આવે.
  2. શેરડીની એફઆરપી અને એસએપી સ્વામીનાથન આયોગના ફોર્મ્યુલા અનુસાર દેવી જોઈએ, જેનાથી તે હળદર સહિત તમામ મસાલાની ખરીદી માટે એક રાષ્ટ્રીય સત્તા બનાવે છે.
  3. Video : કથાકાર જયા કિશોરીએ જીવનસાથી પસંદગી દરમ્યાન થતી ભૂલ અંગે કહી મોટી વાત
    શુભમન ગિલને ટીમમાંથી હટાવવાનું શું છે કારણ?
    તમારી દીકરીને આ સરકારી યોજના આપશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
    શરદી-ઉધરસથી રાહત મેળવવા દેવરાહા બાબાનો ઉપાય, જુઓ Video
    ફારસી શબ્દ છે અનાર, હિંદી નામ સાંભળશો તો વિશ્વાસ નહીં આવે
    શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે આ લાડુ, જાણો ફાયદા
  4. ખેડૂતો અને મજૂરો માટે સંપૂર્ણ લોન માફી
  5. છેલ્લા દિલ્હી આંદોલનની અધૂરી માગો
  • લખીમપુર ખીરી હત્યા કેસમાં ન્યાય મળે. તમામ આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે
  • ગયા આંદોલનની સમજૂતિ અનુસાર ઈજાગ્રસ્તોને 10 લાખનું વળતર આપવામાં આવે
  • દિલ્હી મોરચા સહિત દેશભરના તમામ આંદોલન દરમિયાન ખેડૂતો પર થયેલા કેસ અને ગુના રદ કરવામાં આવે
  • આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતો અને મજૂરોના પરિવારોને વળતર અને નોકરી આપવામાં આવે.
  • દિલ્હીની (સિંઘુ બોર્ડર)માં કિસાન મોરચાના શહીદોના સ્મારક માટે જગ્યા આપવામાં આવે.
  • વીજળી ક્ષેત્રનું ખાનગીકરણ કરવા માટે વીજળી સંશોધન વિધેયક પર દિલ્હી કિસાન મોરચા દરમિયાન સહમતિ સધાઈ હતી કે તેને ગ્રાહકને વિશ્વાસમાં લીધા વિના લાગુ કરવામાં નહીં આવે, જે હાલ અધ્યાદેશ મારફતે છેલ્લા બારણેથી લાગુ કરવામાં આવી રહ્યો છે, તેને સંપૂર્ણ રીતે રદ કરવામાં આવે
  • કૃષિ ક્ષેત્રને પ્રદૂષણના કાયદાથી બાકાત રાખવામાં આવે
  1. ભારતે WTO માંથી બહાર આવી જવુ જોઈએ, ખેત પેદાશો, દૂધ ઉત્પાદનો, ફળો, શાકભાજી અને માંસ સહિતની વસ્તુઓ પર આયાત જકાત ઘટાડવા માટે ભથ્થુ વધારવુ જોઈએ. ભારતીય ખેડૂતોના પાકની અગ્રતાના ધોરણે ખરીદી થવી જોઈએ.
  2. 58 વર્ષથી મોટી ઉંમરના ખેડૂતો અને ખેતમજૂરો માટે દર મહિને રૂ. 10,000ની પેન્શન યોજના લાગુ કરી દર મહિને 10 હજાર રૂપિયા પેન્શન આપવામાં આવે.
  3. પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં સુધારો કરવા માટે, સરકાર પોતે વીમા પ્રિમિયમ ભરવું જોઈએ, તમામ પાકોને યોજનાનો ભાગ બનાવવો જોઈએ, નુકસાનની આકારણી કરતી વખતે, ખેતરના એકરને એકમ તરીકે ધ્યાનમાં લઈને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે.
  4. જમીન સંપાદન કાયદો, 2013 એ જ રીતે અમલમાં મૂકવો જોઈએ. જમીન સંપાદન અંગે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને આપવામાં આવેલા નિર્દેશો રદ કરવા જોઈએ.
  5. મનરેગા હેઠળ દર વર્ષે 200 દિવસ રોજગારી આપવી, વેતન વધારીને 700 રૂપિયા પ્રતિ દિવસ કરવું . આમાં ખેતીનો સમાવેશ કરવામાં આવે.
  6. જંતુનાશકો, બિયારણ અને ખાતર અધિનિયમમાં સુધારો કરીને કપાસ સહિતના તમામ પાકોના બિયારણની ગુણવત્તામાં સુધારો કરવો જોઈએ. નકલી અને હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનોનું ઉત્પાદન અને વેચાણ કરતી કંપનીઓને દંડ થવો જોઈએ અને તેમના લાઇસન્સ રદ કરવા જોઈએ.
  7. બંધારણની પાંચમી અનુસૂચિનો અમલ.
  8. કામદારો માટે લઘુત્તમ વેતન વધારીને 26 હજાર પ્રતિ માસ કરવાની માંગ.

દેશના તમામ  સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article