સુરત અને વડોદરા સહિત આ જિલ્લાઓને તોડીને બનાવાશે ભીલ પ્રદેશ ? શરૂ થયું આંદોલન

રાજસ્થાનના માનગઢમાં તાજેતરમાં આદિવાસીઓની એક મહાસભા યોજાઈ હતી. આ સભામાં રાજસ્થાન ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ ભાગ લીધો હતો. ભીલ પ્રદેશને લઈને આ મહાસભા યોજાઈ હતી, જેમાં આદિવાસીઓએ પોતાના માટે અલગ ભીલ પ્રદેશ બનાવવાની માંગ કરી છે.

સુરત અને વડોદરા સહિત આ જિલ્લાઓને તોડીને બનાવાશે ભીલ પ્રદેશ ? શરૂ થયું આંદોલન
Bhil Pradesh
Follow Us:
| Updated on: Jul 24, 2024 | 6:08 PM

દેશમાં એવા ઘણા રાજ્યો છે, જેનું વિભાજન થઈને નવા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા છે. જેમ કે, ઉત્તર પ્રદેશથી અલગ પડીને ઉત્તરાખંડ બન્યું. મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢની રચના થઈ, તો બિહારમાંથી ઝારખંડની રચના કરવામાં આવી હતી, તો આંધ્રપ્રદેશથી અલગ પડીને તેલંગાણા ભારતનું 26મું રાજ્ય બન્યું હતું. ત્યારે દેશમાં વધુ એક રાજ્ય બનાવવાની માંગ ઉઠી છે.

રાજસ્થાનના માનગઢમાં તાજેતરમાં આદિવાસીઓની એક મહાસભા યોજાઈ હતી. આ સભામાં રાજસ્થાન ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ ભાગ લીધો હતો. ભીલ પ્રદેશને લઈને આ મહાસભા યોજાઈ હતી, જેમાં આદિવાસીઓએ પોતાના માટે અલગ ભીલ પ્રદેશ બનાવવાની માંગ કરી છે. ભીલ પ્રદેશની માંગ નવી નથી, 111 વર્ષ પહેલા પણ ભીલ પ્રદેશની માંગ ઉઠી હતી અને ફરીથી આ માંગને લઈને આંદોલન શરૂ થયું છે.

ભીલ એ મધ્ય ભારતની એક જાતિનું નામ છે, જે મુખ્યત્વે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ત્રિપુરામાં ફેલાયેલી છે, આ ભીલ આદિજાતિ ભારતના સૌથી વિશાળ વિસ્તારમાં ફેલાયેલી આદિજાતિ છે. દ્રવિડિયન શબ્દ વીલ પરથી ભીલ બન્યો છે. વીલ એટલે ધનુષ. ભીલ ભારતની સૌથી જૂની આદિજાતિ છે અને સમગ્ર દેશમાં તેમની વસ્તી લગભગ 1 કરોડ છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

ભીલ પ્રદેશમાં 4 રાજ્યોના આ 49 જિલ્લાઓ સામેલ કરવાની માંગ

ભીલ સમાજ દ્વારા 4 રાજ્યોના 49 જિલ્લાઓને ભીલ પ્રદેશમાં સામેલ કરવાની માંગ કરવામાં આવી છે. જેમાં રાજસ્થાનના બાંસવાડા, ડુંગરપુર, બાડમેર, જાલોર, સિરોહી, ઉદયપુર, ઝાલવાડા, રાજસમંદ, ચિત્તોડગઢ, કોટા, બારન અને પાલીનો સમાવેશ થાય છે.

ગુજરાતની વાત કરીએ તો, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, બરોડા, તાપી, નવસારી, છોટા ઉદેપુર, નર્મદા, સાબરકાંઠા, બનાસકાંઠા, ભરૂચ અને વલસાડનો સમાવેશ થાય છે.

મધ્ય પ્રદેશની વાત કરીએ તો ઈન્દોર, ગુના, શિવપુરી, મંદસૌર, નીમચ, રતલામ, ધાર, દેવાસ, ખંડવા, ખરગોન, બુરહાનપુર, બરવાની અને અલીરાજપુરનો સમાવેશ થાય છે. જ્યારે મહારાષ્ટ્રના પાલઘર, થાણે, નાસિક, ધુલે, જલગાંવ, નંદુરબાર જિલ્લાઓનો સમાવેશ થાય છે.

આ 4 રાજ્યોમાં આદિવાસીઓની સંખ્યા

આદિવાસી સંગઠનો દ્વારા ભીલ પ્રદેશની માંગ કરવામાં આવી રહી છે. આ રાજ્યોમાં આદિવાસી સંખ્યા ઘણી વધારે છે. જેમ કે, મધ્યપ્રદેશમાં આશરે 21.1 ટકા, ગુજરાતમાં 14.8 ટકા, રાજસ્થાનમાં 13.4 ટકા અને મહારાષ્ટ્રમાં 9.3 ટકા આદિવાસીઓ છે.

સીટોની બાબતમાં પણ આ રાજ્યોમાં આદિવાસીઓ ખૂબ જ મજબૂત છે. 230 બેઠકોવાળી મધ્યપ્રદેશ વિધાનસભામાં 45 બેઠકો, 288 બેઠકોની મહારાષ્ટ્ર વિધાનસભામાં 14, 200 બેઠકોની રાજસ્થાન વિધાનસભામાં 25 અને 182 બેઠકોવાળી ગુજરાત વિધાનસભામાં 27 બેઠકો આદિવાસીઓ માટે અનામત છે. આ બેઠકો સરકાર બનાવવામાં કે તોડવામાં મોટી ભૂમિકા ભજવે છે.

ભીલ પ્રદેશની માંગ

ભીલ પ્રદેશ બનાવવાની માંગ નવી નથી. આઝાદી પહેલા વર્ષ 1913માં ભીલ રાજ્યની માંગ કરવામાં આવી હતી. તે સમયે માનગઢમાં જ સામાજિક કાર્યકર અને વિચરતી બંજારા જાતિના ગોવિંદગીરીએ તેમના 1500 સમર્થકો સાથે અલગ રાજ્યની માંગ કરી હતી. જો કે, બ્રિટિશ સરકારે તેમની ધરપકડ કરી અને આ આંદોલનને દબાવી દીધું હતું. ત્યારે ફરીથી આ માંગને લઈને રાજસ્થાનના માનગઢમાં એક સભા યોજાઈ હતી. જેમાં ભીલ પ્રદેશ બનાવવાની માંગ કરવામાં આવી છે.

પશ્ચિમ ભારતમાં અલગ આદિવાસી રાજ્યની માંગ સૌપ્રથમ પ્રાદેશિક પક્ષો જેમ કે ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતમાં 2017માં BTPની રચના થઈ હતી, જેનો મુખ્ય એજન્ડા અલગ આદિવાસી રાજ્યની માંગ હતી.

ભીલ સમાજના લોકોની માંગ છે કે, જ્યારે તમિલ માટે તમિલનાડુ અને મરાઠાઓ માટે મહારાષ્ટ્ર બનાવી શકાય છે તો ભીલ માટે ભીલ પ્રદેશ કેમ નહીં ? છેલ્લા કેટલાક વર્ષોમાં રાજસ્થાનમાં તેની માંગ ફરી વધી છે. તેનું કારણ ડુંગરપુર વિસ્તારમાં ભારતીય આદિવાસી પાર્ટી (BAP)નો ઉદય છે. 2024ની લોકસભા ચૂંટણીમાં આ પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને બાંસવાડા સીટ જીતી હતી અને રાજકુમાર રોત સાંસદ બન્યા હતા. આ પાર્ટીના રાજસ્થાનમાં 3 ધારાસભ્ય પણ છે.

સાંસદ રાજકુમાર રોત દ્વારા ભીલ પ્રદેશ બનાવવાની મુહિમ શરૂ કરવામાં આવી છે. તેમના દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને લોકોને રાજસ્થાનના માનગઢમાં યોજાઈ રહેલા આદિવાસી સંમેલન જોડાવવા અપીલ કરવામાં આવી હતી. ભારતીય આદિવાસી પાર્ટી દ્વારા ભીલ સમુદાયના લોકોને ધ્યાનમાં રાખીને અલગ ભીલ પ્રદેશ બનાવવા માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

આદિવાસીઓની મુખ્ય માંગો

આદિવાસીઓની ભીલ પ્રદેશને ધર્મ અને જાતિના નામે અલગ રાજ્ય બનાવવાની માંગ છે. આદિવાસી આગેવાનોએ મહાસભામાં તેમની મુખ્ય માંગણીઓ ગણાવી હતી. જેમાં ચાર રાજ્યોના 49 જિલ્લાઓનું વિલીનીકરણ કરીને ભીલ પ્રદેશની રચના કરવા ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં બંધારણની પાંચમી અનુસૂચિનો અમલ કરવો, આદિવાસી સમુદાયને વસ્તીના પ્રમાણમાં અનામત આપવી, બેનેશ્વરની 80 ટકા જમીન આદિવાસીઓના નામે કરવી, બાંસવાડા જિલ્લાના જગપુરા-ભુકિયામાં સોનાની ખાણોની હરાજી રદ કરવાની માંગણીનો પણ સમાવેશ થાય છે.

નવા રાજ્યના ગઠન અંગે બંધારણમાં શું છે જોગવાઈ ?

આદિવાસીઓ અલગ ભીલ પ્રદેશ બનાવવાની માંગ કરી રહ્યા છે, ત્યારે તમને જણાવી દઈએ કે અલગ રાજ્ય બનાવવા માટે બંધારણમાં શું જોગવાઈ છે. બંધારણનો અનુચ્છેદ 3 સંસદને નવા રાજ્યોની રચના માટે કાયદો બનાવવાની સત્તા આપે છે. સંસદ અનેક રીતે નવા રાજ્યોનું ગઠન કરી શકે છે, જેમ કે, (i) એક રાજ્યમાંથી પ્રદેશને અલગ કરીને (ii) બે કે તેથી વધુ રાજ્યોને જોડીને (iii) રાજ્યોના અલગ અલગ ભાગોને જોડીને (iv) કોઈ પ્રદેશને અન્ય રાજ્ય સાથે જોડીને નવા રાજ્યની રચના કરી શકાય છે.

અનુચ્છેદ 3 હેઠળ કોઈપણ રાજ્યના વિસ્તારને વધારવા અથવા ઘટાડવા અને કોઈપણ રાજ્યની સીમાઓ અથવા નામ બદલવા માટે સંસદ પાસે સત્તા છે.

નવા રાજ્યના ગઠનની પ્રક્રિયા

નવા રાજ્યની ગઠન અથવા રાજ્યની સીમાઓમાં ફેરફાર કરવા માટે સૌપ્રથમ સંસદમાં બિલ રજૂ કરવામાં આવે છે. જો આ બિલ કોઈ રાજ્યની સીમાઓમાં ફેરફાર સાથે સંબંધિત હોય, તો રાષ્ટ્રપતિ તે બિલને સંબંધિત રાજ્યની વિધાનસભાને મોકલે છે, જેથી વિધાનસભા પોતાનો અભિપ્રાય આપી શકે.

સંબંધિત રાજ્યની વિધાનસભા પોતાનો અભિપ્રાય આપે છે. જો કે, વિધાનસભાનો અભિપ્રાય પાલન કરવું જરૂરી નથી, પરંતુ તેને ધ્યાનમાં રાખવામાં આવે છે.

બિલને સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)માં સામાન્ય બહુમતીથી પસાર કરવું જરૂરી છે. સંસદ દ્વારા બિલ પસાર થયા પછી, તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મુકવામાં આવે છે, રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તે કાયદો બની જાય છે.

આ પ્રક્રિયાને અનુસરીને ભારતમાં નવા રાજ્યોનું ગઠન કરી શકાય છે અને રાજ્યોની સીમાઓ બદલી શકાય છે.

આ પણ વાંચો બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકા દ્વારા મિસાઈલમાં કેમ બેસાડવામાં આવતા કબૂતર ?

g clip-path="url(#clip0_868_265)">