બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકા દ્વારા મિસાઈલમાં કેમ બેસાડવામાં આવતા કબૂતર ?

આજના યુગમાં યુદ્ધની રણનીતિ બદલાઈ છે. હાલમાં સાયબર યુદ્ધ કે ડિજિટલ યુદ્ધનો જમાનો છે. જ્યારે પહેલાના જમાનામાં આજના જેવી ટેક્નોલોજી અને હથિયારો નહોતા. તેથી એ સમયે યુદ્ધ લડવા માટે અવનવી પદ્ધતિઓ અપનાવામાં આવતી હતી. આવી જ એક પદ્ધતિ અમેરિકાએ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અજમાવી હતી. જેના વિશે આ લેખમાં વિસ્તારથી જાણીશું.

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકા દ્વારા મિસાઈલમાં કેમ બેસાડવામાં આવતા કબૂતર ?
Project Pigeon
Follow Us:
| Updated on: Jul 23, 2024 | 6:38 PM

આજના જમાનામાં યુદ્ધ લડવાની પદ્ધતિઓ પારંપરિક યુદ્ધોથી ઘણી બદલાઈ ગઈ છે. આધુનિક યુદ્ધમાં ટેકનોલોજી, વ્યૂહરચના અને નવા પ્રકારના હથિયારોનો ઉપયોગ થાય છે. જ્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ અને બીજા વિશ્વ યુદ્ધની વાત કરીએ તો, એ સમયે ટેક્નોલોજીનો અભાવ હતો અને પારંપરિક રીતે યુદ્ધ લડવામાં આવતા હતા. આધુનિક યુગમાં ટેકનોલોજીનું મહત્ત્વ બહુ વધારે છે અને તેનાથી યુદ્ધની પદ્ધતિઓ અને વ્યૂહરચનાઓ જટિલ અને વિશિષ્ટ બની છે.

આજના યુગમાં યુદ્ધની રણનીતિ બદલાઈ છે. હાલમાં સાયબર યુદ્ધ કે ડિજિટલ યુદ્ધનો જમાનો છે. એટલે કે દુશ્મન દેશ પર હેકિંગ કે સાયબર હુમલા દ્વારા કમ્પ્યુટર સિસ્ટમ્સ અને નેટવર્કને નિશાન બનાવામાં આવે છે. ટેકનોલોજી અને ઓટોમેશન યુદ્ધ જેવા ઘટકો આધુનિક યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે પહેલાના જમાનામાં આજના જેવી ટેક્નોલોજી અને હથિયારો નહોતા. તેથી એ સમયે યુદ્ધ લડવા માટે અવનવી પદ્ધતિઓ અપનાવામાં આવતી હતી. આવી જ એક પદ્ધતિ અમેરિકાએ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અજમાવી હતી. જેના વિશે આ લેખમાં વિસ્તારથી જાણીશું.

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકાએ કબૂતરોનો મિસાઇલના માર્ગદર્શક તરીકે ઉપયોગ કર્યો હતો, જેને ‘પ્રોજેક્ટ પિજન’ તરીકે ઓળખવામાં આવતો હતો. આ પ્રોજેક્ટને બી.એફ. સ્કિનર દ્વારા વિકસાવવામાં આવ્યો હતો, જેઓ એક પ્રખ્યાત વૈજ્ઞાનિક અને મનોવિજ્ઞાની હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે અમેરિકાની મિસાઈલો તેમના લક્ષ્ય સાધવામાં નિષ્ફળ જઈ રહી હતી. ત્યારે 1940ના દાયકાની શરૂઆતમાં પ્રોજેક્ટ પિજન શરૂ કરવામાં આવ્યો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

શું છે પ્રોજેક્ટ પિજન ?

કબૂતરોને ખોરાકના બદલામાં લક્ષ્યને ઓળખવા અને તેની પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તાલીમ આપવામાં આવી હતી. કબૂતરોને મિસાઈલમાં એક વિશેષ કોકપિટમાં બેસાડવામાં આવતા હતા. આ કબૂતરની સામે એક સ્ક્રીન રાખવામાં આવતી હતી. જ્યારે આ સ્ક્રીન પર કોઈ જહાજ દેખાય એટલે કબૂતર સ્ક્રીન પર ચાંચથી ટચ કરવા લાગતા. ત્યાર બાદ કબૂતરને દાણા નાખવામાં આવતા એટલે કે કબૂતર ખાવાની લાલચમાં સ્ક્રીન પર જહાજ દેખાતા જ વારંવાર ટચ કરવા લાગતા.

હકીકતમાં કબૂતરની ચાંચ સાથે એક વાયર જોડેલો હતો. તેથી જ્યારે આ કબૂતર સ્ક્રીનને ટચ કરતા એટલે વાયર સ્ક્રીનને ટચ થતો અને મિસાઈલ તેની દિશા બદલી નાખતી. તેથી જ્યારે આ સ્ક્રીન પર દુશ્મનનું જહાજ દેખાતું તો કબૂતર તેને ટચ કરતા અને મિસાઈલ તેની દિશા બદલીને આ જહાજ પર જઈને બ્લાસ્ટ થતી એટલે કે કબૂતરના કારણે મિસાઈલ સચોટ ટાર્ગેટ પર બ્લાસ્ટ થતી હતી.

પ્રારંભિક પરીક્ષણોમાં પ્રોજેક્ટ પિજને સકારાત્મક પરિણામો દર્શાવ્યા અને કબૂતરો સફળતાપૂર્વક મિસાઇલોને લક્ષ્ય સાધવામાં સફળ રહ્યા. જો કે, અમેરિકી સેનાએ આ પ્રોજેક્ટને ગંભીરતાથી લીધો નહોતો અને તેને વ્યવહારિક રૂપે સ્વીકાર્ય બનાવ્યો નહીં. અંતે આ પ્રોજેક્ટને બંધ કરી દેવાયો.

પ્રોજેક્ટ પિજન બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નવીનતા અને સર્જનશીલતાનું એક અનોખું ઉદાહરણ હતું. આ એ દર્શાવે છે કે તે સમયના વૈજ્ઞાનિક અને ટેક્નિકલ નિષ્ણાતો કેવી રીતે અનોખા અને આગવા વિચારોનો ઉપયોગ કરતા હતા. જો કે, પ્રોજેક્ટ પિજન ક્યારેય વ્યાપકપણે લાગુ ન થઈ શક્યો, પરંતુ તે ભવિષ્યના માર્ગદર્શક સિસ્ટમો અને યુદ્ધ પ્રૌદ્યોગિકીના વિકાસ માટે એક મજબૂત આધાર તૈયાર કરવામાં સફળ રહ્યો.

મિસાઇલોમાં કબૂતરનો કેમ ઉપયોગ કરવામાં આવ્યો ?

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિસાઇલોમાં કબૂતરોનો ઉપયોગ કરવાનું કારણ તે સમયની ટેકનિકલ પડકારો અને ઇલેક્ટ્રોનિક માર્ગદર્શક સિસ્ટમોની અપૂર્ણતા હતું. આ પ્રયત્ન એક નવીન અને અનોખી રીત હતી, જે વૈજ્ઞાનિક અને ટેકનિકલ વિશેષજ્ઞોની ઉત્સુકતા અને સર્જનશીલતાને દર્શાવે છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇલેક્ટ્રોનિક ગાઇડન્સ સિસ્ટમો મર્યાદિત અને અણઘડ હતી. આ સિસ્ટમો મોંઘી, ભારે અને પ્રાયોગિકતા અને વિશ્વસનીયતાની દ્રષ્ટિએ અપ્રમાણભૂત હતી. આ ઉપરાંત મિસાઇલ માટે વિશ્વસનીય ગાઇડન્સ સિસ્ટમ વિકસાવવા માટેનો ખર્ચ અને તકનીકી જટિલતા વધુ હતી.

મિસાઇલને લક્ષ્ય સુધી પહોંચાડવા માટે કબૂતરોને તાલીમ આપવી ઇલેક્ટ્રોનિક સિસ્ટમની તુલનામાં સસ્તી અને સરળ હતી. તેથી એ સમયે પ્રોજેક્ટ પિજન એક ઉપયોગી અને સરળ તકનીક હતી.

બીજા વિશ્વ યુદ્ધમાં અમેરિકાની ભૂમિકા

બીજું વિશ્વ યુદ્ધ વર્ષ 1939થી 1945 સુધી એટલે કે 6 વર્ષ ચાલ્યું હતું. આ યુદ્ધમાં વિશ્વ બે ભાગમાં વહેંચાયેલું હતું. એક તરફ મિત્ર રાષ્ટ્રો અને બીજી તરફ શત્રુ રાષ્ટ્રો હતા. લગભગ 70 દેશોની સેનાઓ આ યુદ્ધમાં સામેલ થઈ હતી. આ યુદ્ધમાં સામેલ તમામ રાષ્ટ્રોએ તેમની આર્થિક, ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક ક્ષમતાને આ યુદ્ધમાં ધકેલી દીધી હતી.

યુનાઇટેડ સ્ટેટ્સ, ગ્રેટ બ્રિટન અને સોવિયત સંઘ જેવા દેશો મિત્ર રાષ્ટ્રમાં, જ્યારે શત્રુ રાષ્ટ્રોમાં જર્મની, જાપાન અને ઇટાલી જેવા દેશો સામેલ હતા. દ્વિતીય વિશ્વ યુદ્ધ ઇતિહાસમાં સૌથી ઘાતક યુદ્ધ સાબિત થયું હતું. આ યુદ્ધ દરમિયાન લગભગ 50 થી 70 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે લાખો લોકો ઘાયલ થયા હતા. બીજું વિશ્વ યુદ્ધ થવાના ઘણા કારણો હતા. તેમાંના મુખ્ય કારણોમાં પ્રથમ વિશ્વ યુદ્ધ પછી વર્સેલ્સ સંધિની કઠોર શરતો, આર્થિક મંદી, તુષ્ટિકરણ નીતિ, જર્મની અને જાપાનમાં લશ્કરીવાદનો ઉદય, લીગ ઓફ નેશન્સની નિષ્ફળતા વગેરે છે.

બીજા વિશ્વયુદ્ધે અમેરિકાને મહાસત્તા બનાવ્યું, પરંતુ જ્યારે યુદ્ધ શરૂ થયું, ત્યારે દેશના મોટાભાગના લોકો તેમાં જોડાવાના સખત વિરોધમાં હતા. પ્રથમ વિશ્વયુદ્ધને કારણે થયેલા નુકસાન અને યુરોપના ઘણા દેશોના બાકી દેવાની યાદો તેમના મગજમાં તાજી હતી. તેમ છતાં શોકમાં ડૂબેલા અમેરિકાઓ આર્થિક મંદી વચ્ચે બીજા વિશ્વ યુદ્ધમાં ઝંપલાવ્યું હતું.

જો કે, પર્લ હાર્બર પરના હુમલા પછી જ અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધમાં એન્ટ્રી કરી હતી, પરંતુ સરકાર ઘણા સમયથી મિત્ર દેશોના યુદ્ધ પ્રયાસોને સમર્થન આપી રહી હતી. યુદ્ધ દરમિયાન અમેરિકા વર્ચ્યુઅલ રીતે લોકશાહીનું શસ્ત્રાગાર બની ગયું હતું અને યુદ્ધ દરમિયાન મિત્ર દેશોને નાણાકીય મદદ પણ કરી હતી. વિશ્વયુદ્ધમાં સીધી રીતે સામેલ થયા પછી અમેરિકન સૈનિકો ઘણા નિર્ણાયક સાબિત થયા, જે મિત્ર દેશોને વિજય તરફ દોરી ગયા.

બીજા વિશ્વયુદ્ધને કારણે દેશો અને ખંડોની પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું. બ્રિટન અને ફ્રાન્સે મહાસત્તા તરીકેનો તેમનો દરજ્જો ગુમાવ્યો અને તેનું સ્થાન યુનાઇટેડ સ્ટેટ્સે લીધું એટલે કે અમેરિકા વિશ્વ યુદ્ધ બાદ એક મહાસત્તા તરીકે ઉભરી આવ્યું.

યુદ્ધ બાદ બ્રિટન અને ફ્રાન્સ વિવિધ સ્થાનિક અને બાહ્ય સમસ્યાઓ સામે સંઘર્ષ કરવા લાગ્યા. આ બંને દેશોએ તેમની કોલોનીઓ પર નિયંત્રણ ગુમાવવા લાગ્યા. તેથી આફ્રિકા અને એશિયામાં સંસ્થાનવાદનો અંત આવ્યો. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ. જે બીજા વિશ્વ યુદ્ધના મહત્વપૂર્ણ પરિણામોમાંનું એક હતું.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">