કાઝી હાજી અબ્દુલ કુદ્દુસે ઉચ્ચારી ધમકી, “જો તોફાનીઓ પર બુલડોઝર ચલાવશો તો કફન બાંધીને રોડ પર ઉતરીશુ”

કાઝી હાજી અબ્દુલ કુદ્દુસે વધુમાં કહ્યું કે કાર્યવાહી એકતરફી થઈ રહી છે. 90 ટકા મુસ્લિમોની ધરપકડ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં જોઈશું તો ખબર પડશે કે આમાં માત્ર મુસ્લિમ જ ગુનેગાર નથી.

કાઝી હાજી અબ્દુલ કુદ્દુસે ઉચ્ચારી ધમકી, જો તોફાનીઓ પર બુલડોઝર ચલાવશો તો કફન બાંધીને રોડ પર ઉતરીશુ
Qazi Haji Abdul Quddus (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2022 | 4:14 PM

કાનપુર હિંસા (Kanpur violence) પર કાઝી હાજી અબ્દુલ કુદ્દુસે (Qazi Haji Abdul Quddus) ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. કાઝી હાજી અબ્દુલ કુદ્દુસે તોફાનીઓ પર બુલડોઝરની (Bulldozer) કાર્યવાહીનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે ‘જો તોફાનીઓ પર બુલડોઝર ચાલશે તો તેઓ કફન બાંધીને રસ્તા પર ઉતરી આવશે. કાનપુર હિંસા કેસમાં થઈ રહેલી ધરપકડને લઈને કાઝી હાજી અબ્દુલ કુદ્દુસે ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. તેમણે તોફાનીઓની મિલકતો પર બુલડોઝરની કાર્યવાહીનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે ‘જો તોફાનીઓ પર બુલડોઝર ચાલશે તો તેઓ કફન બાંધીને રસ્તા પર ઉતરી આવશે.

કાઝી હાજી અબ્દુલ કુદ્દુસે વધુમાં કહ્યું કે કાર્યવાહી એકતરફી થઈ રહી છે. 90 ટકા મુસ્લિમોની ધરપકડ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં જોઈશું તો ખબર પડશે કે આમાં માત્ર મુસ્લિમ જ ગુનેગાર નથી. મુસ્લિમે ભૂલ કરી કે સરઘસ કાઢવું ​​જોઈતું નહોતુ, પણ પથ્થરો તો ઉપરથી ફેંકાયા. કાઝી હાજીએ વધુમાં કહ્યું કે, કેસમાં સમાન રીતે ભૂલો થઈ છે, તેવી જ રીતે બંને પક્ષે ધરપકડ થવી જોઈએ. આ મુદ્દે શહેરમાં બેચેની જોવા મળી રહી છે. હરતા ફરતા લોકોને ઉપાડવામાં આવી રહ્યા છે. નિર્દોષોની ધરપકડ વધી રહી છે.

કાઝી હાજીએ એમ પણ કહ્યું કે આ એટલો મોટો મુદ્દો નથી, જેટલો બનાવવામાં આવી રહ્યો છે. એનઆરસીનો મુદ્દો એટલો મોટો હતો કે તેમાં ધરપકડ પણ થઈ હતી, પરંતુ લોકોને પછી છોડી દેવામાં આવ્યા હતા. આ અતિશયોક્તિ છે, તદ્દન ખોટી વાત છે. તેમણે કહ્યું કે તેઓ તેમની સામે અવાજ ઉઠાવશે. એક પ્રતિનિધિમંડળ કમિશનર પાસે પણ જશે અને કોઈપણ સંજોગોમાં ધરપકડ ના કરવા અંગે વાત કરશે.

Sprouts Benefits: નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો તમે ? અનેક રોગોમાં રામબાણ ઈલાજ
આજનું રાશિફળ તારીખ : 09-01-2025
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત

સાથે જ બુલડોઝર ચલાવવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે જો આવું વલણ અપનાવવામાં આવશે તો લોકો માથે કફન બાંધીને રસ્તા પર આવી જશે. હવે લાંબો સમય રાહ જોઈ શકાય તેમ નથી. અતિશયોક્તિ અને ધીરજનો હવે અંત આવ્યો છે. અમે ક્યારેય કાયદો તોડ્યો નથી અને ક્યારેય કાયદો તોડવાના નથી, પરંતુ અમે માથે કફન બાંધીને મરવા નીકળીશું.

g clip-path="url(#clip0_868_265)">