PM મોદીની મોટી જાહેરાત, PM SHRI યોજના હેઠળ દેશની 14,500 શાળાઓને અપગ્રેડ કરવામાં આવશે

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે PM SHRI યોજના હેઠળ દેશભરની 14,500 સ્કૂલોને અપગ્રેડ કરવામાં આવશે. આ સ્કૂલોને મોડેલ સ્કૂલના રુપમાં વિકસિત કરવામાં આવશે.

PM મોદીની મોટી જાહેરાત, PM SHRI યોજના હેઠળ દેશની 14,500 શાળાઓને અપગ્રેડ કરવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સાયન્સ મિનિસ્ટર્સ કોન્કલેવને ઉદ્ધાટિત Image Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2022 | 11:25 PM

આજે 5 સપ્ટેમ્બરના દિવસે આખો દેશ શિક્ષક દિન ઉજવી રહ્યો હતો. ત્યારે આ શિક્ષક દિનના અવસર પર ભારતના વડાપ્રધાન મોદીએ મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે PM SHRI યોજના હેઠળ દેશભરની 14,500 સ્કૂલોને અપગ્રેડ કરવામાં આવશે. આ સ્કૂલોને મોડેલ સ્કૂલના રુપમાં વિકસિત કરવામાં આવશે. વડાપ્રધાન મોદી(PM Modi) પોતાની ટ્વિટમાં લખ્યુ કે PM SHRIએ સ્કૂલોમાં શિક્ષણ આપવાની આધુનિક, પરિવર્તનકારી અને સારી પ્રક્રિયા હશે. તેમાં નવી ટેકનીક, સ્માર્ટ કલાસરુમ, રમત અને બીજા ઘણી વસ્તુઓ પર ધ્યાન આપવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ પોતાના નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2022એ હાલના વર્ષોમાં ભારતના શિક્ષણ ક્ષેત્રને બદલી નાખ્યું છે. મને ખાતરી છે કે PM-શ્રી સ્કૂલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ની ભાવનાથી સમગ્ર ભારતના લાખો વિદ્યાર્થીઓને લાભ કરશે. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ સમગ્ર ભારતમાં ખાનગી શાળાઓમાંથી સારી સરકારી શાળાઓ ખોલવામાં આવશે. આ શાળાઓનું નામ પીએમ શ્રી શાળા (PM SHRI School) રહેશે.

10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો
યુરિક એસિડ વધવા પર પેશાબમાં દેખાવા લાગે છે આ સંકેત ! આટલું જાણી લેજો
Jioનો 200 દિવસનો રિચાર્જ પ્લાન ! રોજ 2.5GB ડેટાની સાથે અનલિમિટેડ 5G ડેટા, જાણો કિંમત

વડાપ્રધાન  મોદીની ટ્વિટ

દેશના શિક્ષકોને મળ્યા વડાપ્રધાન મોદી

શિક્ષકો સાથે કરી વાત

વડાપ્રધાન મોદીએ સોમવારે શિક્ષક દિવસના અવસર પર રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર મેળવનાર શિક્ષકો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે આપણે માત્ર વિદ્યાર્થીઓને શિક્ષિત જ નહીં, પરંતુ સાથે સાથે તેમનું જીવન પણ બદલવાનું છે. ભારત તેની શૈક્ષણિક ઈકોસિસ્ટમને મજબૂત કરવા માટે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે.

NEP 2020 હેઠળ લેવાયો નિર્ણય

હાલમાં સમગ્ર ભારતમાં શાળાઓ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા ચલાવવામાં આવી રહી છે, જ્યારે PM શ્રી શાળાઓ ભારતમાં કાર્યરત કેન્દ્રીય વિદ્યાલયોથી અલગ હશે. એક રીતે PM શ્રી શાળાઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ની પ્રયોગશાળા હશે. વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે આ શાળાઓ સંપૂર્ણ રીતે સજ્જ હશે. શિક્ષણ પરની રાષ્ટ્રીય નીતિ મુજબ આધારરેખા તબક્કામાં 3 વર્ષ અથવા પૂર્વશાળા અથવા આંગણવાડી શિક્ષણનો સમાવેશ થશે અને ત્યારબાદ બે વર્ષનાં પ્રાથમિક વર્ગો (વર્ગ 1 અને 2)નો સમાવેશ થશે. આ તબક્કો રમત-આધારિત અથવા પ્રવૃત્તિ-આધારિત પદ્ધતિઓમાં શિક્ષણ અને ભાષા કૌશલ્યના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

g clip-path="url(#clip0_868_265)">