લોકસભા ચૂંટણી 2024: ભાજપે ઉત્તરપ્રદેશની 80 પૈકી 51 બેઠકો પર ઉમેદવારો કર્યા જાહેર, વિવાદમાં રહેલા અજય મિશ્રા ટેનીને ખીરીથી કરાશે રિપીટ

લોકસભા ચૂંટણી માટે ભાજપે આજે તેના 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમા ઉત્તર પ્રદેશની વાત કરીએ તો 80 પૈકી 51 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમા બનારસ બેઠક પરથી સતત ત્રીજીવાર પીએમ મોદી ચૂંટણી લડશે. જ્યારે અમેઠીથી બીજીવાર સ્મૃતિ ઈરાનીને રિપીટ કરાયા છે, જ્યારે મથુરાથી હેમા માલિનીને રિપીટ કરવામાં આવ્યા છે.

લોકસભા ચૂંટણી 2024:  ભાજપે ઉત્તરપ્રદેશની 80 પૈકી 51 બેઠકો પર ઉમેદવારો કર્યા જાહેર, વિવાદમાં રહેલા અજય મિશ્રા ટેનીને ખીરીથી કરાશે રિપીટ
Follow Us:
| Updated on: Mar 02, 2024 | 9:57 PM

લોકસભા ચૂંટણી 2024નો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભાજપે આજે તેમના 195 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમા ગુજરાતની 26 પૈકી 15 બેઠકોના ઉમેદવાર જાહેર કરાયા છે અને મધ્યપ્રદેશની 24 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશની 80 પૈકી 51 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવાઈ છે. જેમા પીએમ મોદી સતત ત્રીજીવાર બનારસથી ચૂંટણી લડવાના છે. જ્યારે રાજનાથસિંહ લખનઉથી ચૂંટણી લડવાના છે. મહિલા ઉમેદવારની વાત કરીએ તો યુપીમાં ભાજપે આ પ્રથમ યાદીમાં 4 મહિલાને ટિકિટ આપી છે. જેમા અમેઠીથી સ્મૃતિ ઈરાનીને સતત ત્રીજીવાર રિપીટ કરાયા છે. તો મથુરાથી હેમામાલિનીને ફરી રિપીટ કરવામાં આવ્યા છે. લખનઉથી રાજનાથસિંહને ફરી રિપીટ કરવામાં આવ્યા છે.

ભાજપે આ નેતાઓ પર ફરી મુક્યો વિશ્વાસ

અમરોહા સીટ પર 2014માં સાંસદ રહેલા કંવરસિંહ તંવર પર ફરી વિશ્વાસ મુક્યો છે. જેને 2019ની લોકસભા ચૂંટણીમાં બસપાની ટિકિટ પર દાનિશ અલી જીત્યા હતા. ગુર્જર મતના સમીકરણને જોતા ભાજપે કંવરસિંહ તંવર પર વિશ્વાસ મુક્યો છે. ભાજપે સંભલથી પરમેશ્વર સૈનીને મેદાને ઉતાર્યા છે. 2014માં મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠકથી સત્યપાલ સૈની જીતવામાં સફળ રહ્યા હતા જેને જોતા ફરી એકવાર સૈની પર દાવ ખેલવામાં આવ્યો છે. જો કે આ વખતે ચહેરો બદલી દેવાયો છે.

મુઝફ્ફરનગર સીટથી ભાજપે સતત ત્રીજીવાર સંજીવ બાલિયાનને કર્યા રિપીટ

કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ સંજીવ બાલિયાનને મુઝફ્ફરનગર લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. વર્ષ 2012થી મુઝફ્ફરનગર જિલ્લાની રાજનીતિમાં સક્રિય ડૉ સંજીવ બાલિયાન પહેલીવાર 2014માં લોકસભા ચૂંટણી લડ્યા હતા અને બાલિયાને ઐતિહાસિક લીડથી જીત મેળવી હતી. ત્યારબાદ વર્ષ 2019માં કેમણે તત્કાલિન રાલોદ અધ્યક્ષ અજીતસિંહને હરાવ્યા હતા. આ જ કારણથી કેન્દ્રએ તેમને બીજીવાર મંત્રી પણ બનાવ્યા હતા. આ વખતે રાલોદ સાથે ગઠબંધન થયા બાદ ફરી મુઝફ્ફરનગર સીટને લઈને કયાસ લગાવાઈ રહ્યા હતા. જો કે ભાજપે બાલિયાનને જ રિપીટ કર્યા છે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

ભાજપે બીજીવાર કૈરાના લોકસભા બેઠકથી પ્રદીપ ચૌધરીને ઉતાર્યા મેદાને

ભાજપે કૈરાના લોકસભા બેઠક પરથી સાંસદ પ્રદીપ ચૌધરી પર બીજીવાર વિશ્વાસ મુક્તા તેમને ઉમેદવાર બનાવ્યા છે. પ્રદીપ ચૌધરીએ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં સપાના ઉમેદવાર તબસ્સુમ હસનને હરાવ્યા હતા. સમાજવાદી પાર્ટી તરફથી હસન પરિવારની દીકરી ઈકરા હસનને અહીંથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપના પ્રદીપ ચૌધરી નુકુડ અને ગંગોહ વિધાનસભાથી ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. જો કે ભાજપમાંથી કૈરાના સીટ પર અન્ય સંભવિત ઉમેદવારો દાવેદારી કરી રહ્યા હતા.

રામપુરથી ઘનશ્યામ લોદીને આપી ટિકિટ

સમાજવાદી પાર્ટીનો ગઢ ગણાતી રામપુર લોકસભા બેઠક પરથી પેટાચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. એક સમયના સમાજવાદી પાર્ટીના કદાવર નેતા ગણાતા આઝમખાનના ગઢમાં 8 વર્ષ બાદ ભાજપના ઉમેદવાર ઘનશ્યામ લોધીએ સપાના આસિમ રજાને હરાવ્યા હતા.

પહેલા રામપુર સીટનું ગણિત સમજીએ

રામપુર લોકસભા બેઠક વર્ષ 2019માં સપાના દિગ્ગજ મુસ્લિમ નેતા આઝમખાન સાંસદ ચૂંટાયા હતા. આઝમ ખાન આ વખતે વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા અને જીત્યા હતા. ત્યારબાદ લોકસભાના સભ્યપદેથી રાજીનામુ આપ્યુ હતુ. જે બાદ રામપુર પર પેટાચૂંટણી થઈ હતી. રામપુર લોકસભા સીટ અંતર્ગત પાંચ વિધાનસભા સીટ આવે છએ. જેમા રામપુર, સ્વાર અને ચમરૌઆ સીટ મુસ્લિમ બહુલતા ધરાવતી બેઠકો છે. આ ત્રણેય બેઠકો પર 50 ટકા મુસ્લિમો છે. રામપુર સીટ પર 63 ટકા, સ્વાર સીટ પર 55 ટકા અને ચમરૌઆ સીટ પર 53 ટકા મુસ્લિમ મતદાતા છે.

કોણ છે ઘનશ્યામ સિંહ લોધી?

રામપુર માટે ઘનશ્યામ લોધી નવું નામ નથી. તેઓ લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે. તેમની રાજનીતિની શરૂઆત પણ ભાજપથી થઈ હતી. એ સમયે તેઓ યુપીના તત્કાલિન મુખ્યમંત્રી કલ્યાણસિંહની ખૂબ નજીક ગણાતા હતા. આ ઉપરાંત તેઓ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ પણ હતા. વર્ષ 1999માં તેઓ બીજેપી છોડીને બસપામાં જોડાયા અને લોકસભાની ચૂંટણી પણ લડી, પરંતુ જીતી શક્યા નહીં. ત્યારે ઘનશ્યામ ત્રીજા નંબરે રહ્યા હતા

જ્યારે કલ્યાણ સિંહે ભાજપ છોડીને રાષ્ટ્રીય ક્રાંતિ પાર્ટીની બનાવી ત્યારે ઘનશ્યામ લોધી પણ તેમાં જોડાયા હતા. 2004માં ઘનશ્યામ લોધીને તેનો પુરસ્કાર મળ્યો હતો. રાષ્ટ્રીય ક્રાંતિ પાર્ટીએ સપા સાથે ગઠબંધન કરીને ઘનશ્યામને બરેલી-રામપુર એમએલસી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા.તે પણ તે જીત્યા હતા.

ઘનશ્યામની જીત પાછળના આ હતા કારણો

રામપુરમાં મુસ્લિમ મતદારોની સંખ્યા સૌથી વધુ છે, પરંતુ લોધી, સૈની અને દલિત મતદારોની સંખ્યા પણ ઘણી છે. કહેવાય છે કે ઘનશ્યામ લોધીની આ જ્ઞાતિઓ પર સારી પકડ ધરાવે છે. આ સિવાય અન્ય ઓબીસી અને જનરલ કેટેગરીએ પણ ભાજપને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસના નેતા અને 2019ના લોકસભા ઉમેદવાર નવાબ કાઝિમ અલી ખાને પણ ભાજપને સમર્થન જાહેર કર્યું હતું. આવી સ્થિતિમાં તેમના સમર્થકો પણ ભાજપ માટે પ્રચાર કરી રહ્યા હતા. અખિલેશ-આઝમની લડાઈનો ફાયદો પણ ઘનશ્યામ લોધીને થયો. અખિલેશ યાદવે પેટાચૂંટણીમાં પોતાને પ્રચારથી દૂર રાખ્યા હતા, જેની અસર પરિણામોમાં જોવા મળી હતી.

યુપીમાં ભાજપે જાહેર કરેલા 51 ઉમેદવારો

  • બનારસ- નરેન્દ્ર મોદી
  • લખનઉ- રાજનાથસિંહ
  • અમેઠી- સ્મૃતિ ઈરાની
  • મથુરા- હેમા માલિની
  • ફતેપુર- સાધ્વી નિરંજના જ્યોતિ
  • ગોરખપુર- રવિ કિશન
  • ઉન્નાવ- સાક્ષી મહારાજ
  • રામપુર ઘનશ્યામ લોધી- (આઝમ ખાન)
  • કૈરાના – પ્રદીપ કુમાર (બીફ)
  • મુઝફ્ફરનગર- ડૉ સંજીવકુમાર બાલિયાન
  • આઝમગઢ- દિનેશલાલ યાદવ નિરહુઆ
  • નગીના (એસસી) ઓમકુમાર
  • સંભલ- પરમેશ્વર લાલ સૈની
  • અમરોહા- કુંવરસિંહ તંવર
  • ગૌતમબુદ્ધ નગર- ડૉ મહેશ શર્મા
  • બુલંદ શહેર- ડૉ ભોલાસિંહ
  • આગ્રા- સત્યપાલ સિંહ બઘેલ
  • ફતેપુર સિક્રી-રાજકુમાર ચહર
  • એટા- રાજવીરસિંહ (રાજુભૈયા)
  • હાવલા- ધર્મેન્દ્ર કશ્યપ
  • શાહજહાંપુર – અરૂણકુમાર સાગર
  • ખીરી અજય મિશ્રા ટેની
  • ધૌરહરા- રેખા વર્મા
  • સીતાપુર- રાજેશ વર્મા
  • હરદૌઈ (એસસી) જયપ્રકાશ રાવત
  • મિશ્રીક (એસસી) – અશોક કુમાર રાવત
  • મોહનલાલ ગંજ (એસસી) કૌશલ કિશોર
  • પ્રતાપગઢ-સંગમલાલ ગુપ્તા
  • ફરુખાબાદ મુકેશ રાજપુત
  • ઈટાવા- ડૉ રામ શંકર કઠેરિયા
  • કનૌજ-સુબ્રત પાઠક
  • અકબરપુર- દેવેન્દ્રસિંહ ભોલે
  • ઝાલોર- (એસસી) ભાનુપ્રતાપસિંહ વર્મા
  • ઝાંસી- અનુરાગ શર્મા
  • હમીરપુર- કુંવર પુષ્પેન્દરસિંહ ચંદે
  • બાંદા – આર કે સિંહ પટેલ
  • બારાબંકી (એસસી) ઉપેન્દ્રસિંહ રાવત
  • ફૈઝાબાદ- લલ્લુ સિંહ
  • આંબેડકરનગર-રિતેશ પાંડે
  • શ્રાવસ્તી- સાકેત મિશ્રા
  • ગોંડા- કિર્તીવદનસિંહ ઉર્ફે રાજાભૈયા
  • દુમરિયાગંજ-જગદંબિકા પાલ
  • બસ્તી- હરીશ દ્વીવેદી
  • સંત કબિર નગર- પ્રવિણકુમાર નિશાત
  • મહારાજગંજ- પંકજ ચૌધરી
  • કુશીનગર- વિજયકુમાર દુબે
  • પાસગાવ- કમલેશ પાસવાન
  • લાલગંજ (એસસી) નીલમ સોનકર
  • સલીમપુર- રવિન્દ્ર કુશ્વાહ
  • જૌનપુર- કૃપાશંકર સિંહ
  • ચંદોલી- મહેન્દ્રનાથ પાંડે

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">