પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાના સનસનીખેજ દાવા અંગે હામિદ અંસારીએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યું પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ?
પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાએ દાવો કર્યો હતો કે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA) સરકારના કાર્યકાળ દરમિયાન તેણે પાંચ વખત ભારતની મુલાકાત કરી હતી.
ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ (Hamid Ansari) પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાના (Nusrat Mirza) તમામ દાવાઓને ખોટા ગણાવ્યા છે. હામિદ અંસારીના કાર્યાલય તરફથી નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ તેમના અગાઉના નિવેદન પર સંપૂર્ણ રીતે અડગ છે કે તેઓ પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાને ઓળખતા નથી. તેમણે એમ પણ કહ્યું કે નુસરત મિર્ઝાને 2010માં આતંકવાદ અને માનવાધિકાર પર ન્યાયાધીશોની આંતરરાષ્ટ્રીય પરિષદમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતુ.
ભારતીય જનતા પાર્ટી (BJP)એ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીના પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝા (Pakistani Journalist nusrat mirza) સાથેના સંપર્કના મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપ દ્વારા એક તસવીર શેયર કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે બંનેએ ભારતમાં એક કોન્ફરન્સ દરમિયાન સ્ટેજ શેયર કર્યું હતું. તમને જણાવવુ રહ્યું કે પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાએ દાવો કર્યો હતો કે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA) સરકારના કાર્યકાળ દરમિયાન તેણે પાંચ વખત ભારતની મુલાકાત લીધી હતી અને અહીંથી મેળવેલી સંવેદનશીલ ગુપ્ત માહિતી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઈન્ટર સર્વિસીસ ઈન્ટેલિજન્સ (ISI)ને આપી હતી.
Former Vice President of India stands by his earlier statement that he never knew or invited Pakistani journalist Nusrat Mirza to any conference including 2010 conference mentioned by Nusrat Mirza or the 2009 conference on terrorism or on any other occasion: Hamid Ansari’s Office
— ANI (@ANI) July 15, 2022
સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયેલા મિર્ઝાના ઈન્ટરવ્યુની વીડિયો ક્લિપમાં તે દાવો કરતા જોઈ શકાય છે કે તે અંસારીના આમંત્રણ પર ભારત આવ્યો હતો અને તેને મળ્યો પણ હતો. અંસારીએ જો કે મિર્ઝાના દાવાઓને “જૂઠાણાનું બંડલ” ગણાવીને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે તેઓ ક્યારેય પત્રકારને મળ્યા નથી કે તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું નથી.
મિર્ઝાના દાવા બાદ ભાજપે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
આ અગાઉ ભાજપે મિર્ઝાના દાવાને ટાંકીને કહ્યું હતું કે અંસારીએ તેમની સાથે ઘણી સંવેદનશીલ અને અત્યંત ગોપનીય માહિતી શેયર કરી હતી. ભાજપે અંસારી પર પાકિસ્તાની પત્રકારને ભારત આવવાનો આરોપ પણ લગાવ્યો હતો. મિર્ઝાએ એવો પણ દાવો કર્યો હતો કે તેણે ISIને ગુપ્ત માહિતી પૂરી પાડી હતી. બીજી તરફ બીજેપી હેડક્વાર્ટર ખાતે પત્રકારોને સંબોધતા ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ(Gaurav Bhatia) એક ફોટોગ્રાફ બતાવ્યો, જેમાં અંસારી અને મિર્ઝા 2009માં ભારતમાં આતંકવાદના મુદ્દા પર એક કોન્ફરન્સમાં સ્ટેજ શેયર કરતા જોવા મળે છે. ત્યારે હાલ પાકિસ્તાન પત્રકારના દાવા બાદ રાજકીય માહોલ ગરમાયો છે.