Mahakumbh 2025: પ્રયાગરાજથી મહાકુંભના સ્થળે પહોંચવા માટે ફોલો કરો આ અગત્યના સ્ટેપ્સ
Mahakumbh 2025: જો તમે મહાકુંભમાં જવાનું વિચારી રહ્યા છો તો તમારે તેના માટે પહેલાથી આયોજન કરવુ જરૂરી છે. તેના માટે આપ અહીં આપેલી કેટલીક અગત્યની વિગતોની મદદ લઈ શકો છો. જેનાથી આપની કુંભમેળાની સફર ઘણી જ સરળ રહેશે.
Mahakumbh 2025: મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચુક્યો છે. દેશ અને દુનિયમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર પ્રયાગરાજમાં ઉમટી પડ્યુ છે. દર 12 વર્ષે આયોજિત થનારો મહાકુંભ હિંદુ આસ્થાનું એક મોટુ પ્રતિક છે. આ એક વિશાળ અને ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક પર્વ છે. મહાકુંભમાં મોટા પાયે શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરે છે. માન્યતા છે કે મહાકુંભમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
મહાકુંભ 2025 13 જાન્યુઆરીથી શરૂ થઈ ચુક્યુ છે અને 26 ફેબ્રુઆરીએ સમાપન થશે. વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો મહાકુંભમાં જઈ રહ્યા છે. જો તમે મહાકુંભ મેળામાં જવાનું વિચારી રહ્યા છો તો તમારે માટે જરૂરી વિગતો આપને અહીથી મળી જશે.
Mahakumbh Mela 2025
મહાકુંભ પ્રયાગરાજ રેલવે સ્ટેશનથી 11 કિલોમીટર દૂર છે. પ્રયાગરાજ રેલવે સ્ટેશનથી મહાકુંભમાં જવા માટે તમે ટેક્સી કે ઓટો રિક્શા ભાડે લઈ શકો છો. એ આપને સંગમ તટ સુધી પહોંચાડી દેશે. પ્રયાગરાજમાં કૂલ 9 રેલવે સ્ટેશન છે. આ સ્ટેશનો પરથી કુંભસ્થળનું કેટલુ અંતર થાય છે તે તમે અહીં જાણી લો.
- પ્રયાગરાજ જંકશનથી મેળાનું અંતર 11 કિલોમીટર છે.
- ફાફામઉ જંકશનથી મેળાનું અંતર 18 કિલોમીટર છે.
- પ્રયાગ જંકશનથી મેળાનું અંતર 9.5 કિલોમીટર છે.
- પ્રયાગરાજ સંગમથી મેળાનું અંતર 2.5 કિલોમીટર છે.
- ઝુંસીથી મેળાનું અંતર 3.5 કિલોમીટર છે.
- પ્રયાગરાજ છીંક્કીથી મેળાનું અંતર 10 કિલોમીટર છે.
- નૈની જંકશનથી મેળાનું અંતર 8 કિલોમીટર છે.
- પ્રયાગરાજ રામબાગથી મેળાનું અંતર 9 કિલોમીટર છે.
- સુબેદાર ગંજથી મેળાનું અંતર 14 કિલોમીટર છે.
દરેક સ્ટેશનેથી આપને સંગમ સુધી પહોંચવા માટે ટેક્સી કે ઓટો રિક્શા મળી જશે.
આ સિવાય પ્રયાગરાજ પહોંચવા માટે 7 મુખ્ય રોડ રૂટ છે. દરેક એન્ટ્રી પોઈન્ટથી મેળામાં પહોંચવા માટે તમને ઓટો, ઈ-રિક્ષા, કેબ અને બસની સુવિધા મળશે.
- અયોધ્યા માર્ગથી સંગમનું અંતર 14 કિલોમીટર
- લખનઉ માર્ગથી સંગમનું અંતર 14 કિલોમીટર
- જૌનપુર રોડથી સંગમનું અંતર 6 કિલોમીટર
- વારાણસી રોડથી સંગમનું અંતર 6 કિલોમીટર
- મિર્ઝાપુર રોડથી સંગમનું અંતર 8 કિલોમીટર
- ચિત્રકૂટ રીવા રોડથી સંગમનું અંતર 8 કિલોમીટર
- કાનપૂર રોડથી સંગમનું અંતર 12 કિલોમીટર
શું કરવુ જોઈએ
- શાહી સ્નાાન ના દિવસે સાધુ સંતોના સ્નાન કર્યા બાદ સ્નાન કરો.
- સ્નાન કર્યા પહેલા શરૂરને સ્વચ્છ કરી લો
- મનને શાંત રાખો
- સ્નાન કરતી વખતે ઓછામાં ઓછી પાંચ ડૂબકી લગાવો
શું ન કરવુ જોઈએ
- પવિત્રતાનો ભંગ ન કરો
- આત્મસંયમ અને શુદ્ધ મન રાખો
- કોઈને આર્થિક નુકસાન ન પહોંચાડો
- તામસિક ભોજન અને વસ્તુઓથી દૂર રહો
- ગંગા સ્નાન કરતી વખતે સાવચેત રહો
- સ્નાન કરતી વખતે સાબુ અને શેમ્પુનો ઉપયોગ ન કરો
- નકારાત્મક વિચારોથી દૂર રહો
ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે અને તે ચાર મુખ્ય તીર્થસ્થળો, હરિદ્વાર, પ્રયાગરાજ (અલ્હાબાદ), ઉજ્જૈન અને નાસિક ખાતે યોજાય છે.