યુદ્ધની સ્થિતિ અને ઈમરજન્સી લેન્ડીંગ માટે રાજ્યમાં આ 2 હાઈવે પર એરસ્ટ્રીપ જેવી સુવિધા ઉભી કરવામાં આવશે
Emergency Landing Facility : રાજ્યમાં અને દેશમાં વિમાનસેવા વધતા એરટ્રાફિક પણ વધે છે અને સાથે ઈમરજન્સી લેન્ડીંગ કરવાની સંભવાનાઓ પણ વધતી જાય છે. આ ઉપરાંત યુદ્ધની દૃષ્ટિએ પણ આ સુવિધા મહત્વની છે.
દેશમાં હાલ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે અનેક પરિવર્તનો આવી રહ્યાં છે. નવા એરપોર્ટ સાથે હાલના એરપોર્ટ પરથી ઉડાન યોજના અંતર્ગત નવી ફ્લાઈટો પણ શરૂ કરવામાં આવી છે. હાલમાં જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાવનગરથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ કરીને કરાવી હતી. રાજ્યમાં અને દેશમાં વિમાનસેવા વધતા એરટ્રાફિક પણ વધે છે અને સાથે ઈમરજન્સી લેન્ડીંગ (Emergency landing) કરવાની સંભવાનાઓ પણ વધતી જાય છે. વિમાનોની ઈમરજન્સી લેન્ડીગની સુવિધા પૂરી પાડવાની દિશામાં કેન્દ્ર સરકારના માર્ગ અને વાહનવ્યહાર મંત્રાલય દ્વારા મોટું પગલું લેવામાં આવ્યું છે.
દેશમાં 19 સ્થળે ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાઓ વિકસાવાશે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી (Nitin Gadkari)એ કહ્યું કે દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે અન્ય 19 સ્થળોએ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાઓ વિકસાવવામાં આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh)સાથે રાજસ્થાનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 925A પર ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરતાં તેમણે કહ્યું કે આ રાજમાર્ગ રન-વે વ્યૂહાત્મક રીતે મહત્વની સરહદોની સુરક્ષામાં દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.
An Emergency Landing Facility (ELF) for the Indian Air Force (IAF) at Satta-Gandhav stretch on NH-925A near Barmer, Rajasthan was inaugurated today. This is for the first time that a National Highway has been used for emergency landing of aircraft of Indian Air Force. pic.twitter.com/KNzHQQmTlB
— Rajnath Singh (@rajnathsingh) September 9, 2021
રાજ્યમાં 2 હાઈવેની પસંદગી કરવામાં આવી દેશમાં 19 સ્થળોએ ઈમરજન્સી લેન્ડીંગની સુવિધા માટે 19 નેશનલ હાઈવેની પસ્નાધી કરવામાં આવી છે, જેમાંથી ગુજરાતના 2 હાઈવેનો સમાવેશ થાય છે. આ 2 હાઈવેમાં એક છે કચ્છનો ભુજ-નલિયા હાઇવે અને બીજો છે સુરત-વડોદરા હાઈવે.
આ ઉપરંત દેશમાં રાજસ્થાનમાં ફલોદી – જેસલમેર રોડ, બાડમેર – જેસલમેર રોડ, પશ્ચિમ બંગાળમાં ખડગપુર – બાલાસોર રોડ, તમિલનાડુમાં ખડગપુર – ક્યોન્ઝર રોડ અને પાનાગઢ/કેકેડી ચેન્નઈ નજીક, આંધ્ર પ્રદેશમાં પુડુચેરી રોડ પર, હરિયાણામાં નેલ્લોર – ઓંગોલ રોડ અને ઓંગોલ – ચિલકાલુરીપેટ રોડ પર, પંજાબમાં સંગરૂર નજીક મંડી ડબવાલીથી ઓધણ રોડ પર, જમ્મુ અને કાશ્મીરમાં બનિહાલ-શ્રીનગર રોડ, આસામમાં લેહ/ન્યોમા વિસ્તારમાં અને આસામમાં જોરહાટ-બારાઘાટ રોડ પર, શિવસાગર પાસે, બાગડોગરા-હાશિમારા રોડ, હાશીમારા-તેજપુર માર્ગ અને હાશિમારા-ગુવાહાટી રોડ પર ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાઓ વિકસાવવામાં આવશે.
શા માટે જરૂરી છે ઈમરજન્સી લેન્ડીંગની સુવિધા આગળ કહ્યું તેમ વિમાનોમાં ખામી સર્જાતા મોટી હોનારતથી બાધવા તેમજ વિમાનમાં સવાર યાત્રીઓના જીવ બચાવવા વિમાન તેની નજીકની ઈમરજન્સી લેન્ડીંગની સુવિધા વાળા હાઈવે પર ઉતારી શકે છે. આ ઉપરાંત યુદ્ધની દૃષ્ટિએ પણ ઈમરજન્સી લેન્ડીંગની સુવિધા ખુબ મહતવની છે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં યુદ્ધ વિમાનોનું આવી સુવિધા પરથી ટેક-of અને લેન્ડીંગ કરી શકાય છે. એટલે કે આવા હાઈવે યુદ્ધ જેવી સ્થિતિમાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો : ANAND : નકલી RC બુકનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપાયું, બે શખ્સોએ 1200 થી વધુ નકલી RC બુક વેચી