Sri Harikota : આજે 14 જુલાઈ, 2023ના દિવસે ભારતનું મહત્વકાંક્ષી સ્પેસ મિશન ચંદ્રયાન 3 સફળતા પૂર્વક લોન્ચ થયું છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેન્ટરમાંથી આ ચંદ્રયાન બપોરે 2.30 કલાકે લોન્ચ થયું છે. આ ચંદ્રયાન ધરતીથી ચંદ્ર સુધી 3,84,400 કિમીનું અંતર કાપશે. જે દોઢ મહિના એટલે કે 41 દિવસ બાદ ચંદ્ર પર પહોંચશે. ઈસરોના (ISRO) 29 ડેપ્યુટી ડાયરેક્ટર અને 55 પ્રોજેક્ટ મેનેજરની વર્ષોની મહેનત બાદ ચંદ્રયાન 3એ સફળતાપૂર્વક ઉડાન ભરી છે.
જો આ ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળ રીતે લેન્ડ કરશે, તો એ ભારત માટે મોટી ઉપલબ્ધિ હશે. ચંદ્રયાન-3 લેન્ડરનો મુખ્ય ઉદ્દેશ ચંદ્ર પર જઈને તેમાંથી રોવર નીકળી ચંદ્રની આસપાસ ચક્કર લગાવવાનો છે. જેથી ચંદ્રની સપાટીનું નિરીક્ષણ કરી શકાય.ચંદ્રયાન જો દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિ કરશે તો ભારત ચંદ્રના આ ભાગ પર પહોંચનાર પહેલો દેશ બનશે. ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ભારત ચોથો દેશ બનશે.
આ પણ વાંચો : Chandrayaan 3 Launch LIVE : આકાશની છાતી ચીરીને ચંદ્ર તરફ ગર્જના કરતું ચંદ્રયાન-3, દુનિયાની નજર ભારત પર
ચંદ્રયાન-3માં લેન્ડરનું નામ વિક્રમ રાખવામાં આવ્યું છે. આ નામ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા વિક્રમ સારાભાઈના નામ પરથી આપવામાં આવ્યું છે. રોવરને ‘પ્રજ્ઞાન’ નામ આપવામાં આવ્યું છે. જેને સંસ્કૃતમાં શાણપણ કહેવામાં આવે છે. ચંદ્રયાન-2 સમયે પણ લેન્ડર-રોવરના આ જ નામ હતા.
#WATCH | Indian Space Research Organisation (ISRO) launches #Chandrayaan-3 Moon mission from Satish Dhawan Space Centre in Sriharikota.
Chandrayaan-3 is equipped with a lander, a rover and a propulsion module. pic.twitter.com/KwqzTLglnK
— ANI (@ANI) July 14, 2023
ચંદ્રયાન-3 એક લેન્ડર, એક રોવર અને એક પ્રોપલ્શન મોડયૂલર એમ ત્રણ ભાગમાં બનાવવામાં આવ્યું છે. તેનું કુલ વજન 3900 કિલો છે. પ્રોપલ્શન મોડયૂલરનું વજન 2148 કિલો છે. રોવરનું વજન 26 કિલો છે. પ્રોપલ્શન મોડયૂલર 958 વોટ વીજળી, લેન્ડર મોડયૂલર 738 વોટ અને રોવર 50 વોટ વીજળી ઉત્પન કરશે.
#WATCH | ISRO Chairman S Somanath at the launch of Chandrayaan 3 Moon mission at Sriharikota pic.twitter.com/IZNKMUVIpX
— ANI (@ANI) July 14, 2023
Celebrations at the Indian Space Research Organisation (ISRO) following the successful launch of #Chandrayaan3 into orbit. pic.twitter.com/v62kzhAD8D
— ANI (@ANI) July 14, 2023
ચંદ્રયાન-3 એ ભારતીય અવકાશ ઉપગ્રહ છે, જે ચંદ્રયાન મિશનનો ત્રીજો ભાગ છે.તે ચંદ્રની સપાટીની તપાસ કરવા માટે પણ બનાવવામાં આવી છે.આ ઉપગ્રહ ટેકનોલોજી અને અવકાશ વિજ્ઞાનના વિવિધ પાસાઓને આવરી લે છે.ચંદ્રયાન-3નો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રની ભૂમિ પર જઈને સર્વોચ્ચ અને શ્રેષ્ઠ સર્જનોને શોધવાનો છે.
આ પણ વાંચો : ચંદ્રયાન-3ને દક્ષિણ ધ્રુવમાં જ કેમ લેન્ડ કરાવવા માંગે છે ISRO, જાણો જુલાઈ મહિનો કેમ પસંદ કરવામાં આવ્યો ?
આ પણ વાંચો : વિશાળકાળ ચંદ્રયાન પ્રોજેક્ટ માટે વપરાયા છે કરોડો રુપિયા, જાણો ચંદ્રયાન-1, ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3ની ખાસિયતો
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 2:36 pm, Fri, 14 July 23