14 જુલાઈના મોટા સમાચાર : Rajkot: રાજકોટ ભાજપે મોરચાના હોદ્દેદારોની જાહેરાત કરતાની સાથે જ ભડકો, તાત્કાલિક સ્થગિત કરવી પડી જાહેરાત
Chandrayaan 3 Moon Landing LIVE Tracking Updates : ભારત માટે આજે ઐતિહાસિક દિવસ હતો. આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટાથી ભારતનું મહત્વકાંક્ષી સ્પેશ મિશન ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લોન્ચ થયું છે.. ચંદ્રયાન 3ની લોન્ચિંગની પળે પળની અપડેટ મેળવવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો.
ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક લેન્ડ કરવાનું લક્ષ્ય છે. અત્યાર સુધી માત્ર ત્રણ દેશો જ આ કરી શક્યા છે, જેમાં અમેરિકા, ચીન અને સોવિયત સંઘનો સમાવેશ થાય છે.
LIVE NEWS & UPDATES
-
Ahmedabad: બનાસકાંઠા અને કચ્છ જિલ્લા માટે જાહેર કરાયેલા સહાય પેકેજ સામે કોંગ્રેસનો વિરોધ, સર્વેની કામગીરીને ગણાવી ભૂલભરેલી
બિપોરજોય વાવાઝોડામાં (Biporjoy Cyclone) થયેલા નુકસાન મુદ્દે રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે બનાસકાંઠા અને કચ્છ જિલ્લા માટે 240 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. ભાજપે કૃષિ પ્રધાનની જાહેરાતને આવકારી છે. ભાજપ પ્રવક્તાએ રાહત પેકેજને દેશનું સૌથી મોટું રાહત પેકેજ ગણાવ્યું છે. તો સામે પક્ષે કોંગ્રેસે રાજ્ય સરકારની સરવે કામગીરી ભૂલભરેલી હોવાનું જણાવી અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સરવે કરી સહાય આપવા માગ કરી છે.
-
Rajkot: રાજકોટ પોલીસ સ્ટેશનમાં ACBની ટ્રેપ, હેડ કોન્સ્ટેબલ 8 હજારની લાંચ લેતા ઝડપાયો
Rajkot: રાજકોટ પોલીસ ભ્રષ્ટ્રાચારનો પર્યાય બની ગઇ છે. તાજેતરમાં બે ટ્રાફિક જવાનોના લાંચ લેતા સીસીટીવી ફુટેજ વાઇરલ થયા બાદ હવે પોલીસ સ્ટેશનની અંદર જ લાંચ લેતા પોલીસ હેડ કોન્સ્ટેબલને એન્ટિ કરપ્શન બ્યુરોએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં લાંચની રકમ રંગેહાથ સ્વીકાતા હેડ કોન્સ્ટેબલ ઝડપાય જતા ACB એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
-
-
Ahmedabad: AMCના કોંગ્રેસ કોર્પોરેટરોના દિલ્હીમાં ધામા, વિપક્ષ નેતા બદલવાની માગ સાથે પહોંચ્યા હોવાની અટકળો તેજ
Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના કોર્પોરેટરો દિલ્હી પહોંચ્યા છે. કોર્પોરેશનમાં વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણને બદલવાની માગ સાથે કોંગ્રેસના કોર્પોરેટરો દિલ્હી ગયા હોવાની અટકળો તેજ બની છે. આ તમામ કોંર્પોરેટર્સે આજે દિલ્હીંમાં કોંગ્રેસના મહામંત્રી કે સી વેણુગોપાલ સાથે મુલાકાત કરી હતી. ઈકબાલ શેખ, રાજશ્રી કેસરી, નીરવ બક્ષી અને હાજી મિર્ઝા સહિત કુલ 9 કોર્પોરેટર દિલ્હી ગયા છે. છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનમાં વિપક્ષ નેતાને બદલવાની માગ કોંગ્રેસના કોર્પોરેટર કરી રહ્યા છે. આ અગાઉ તેઓ આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પણ મળ્યા હતા અને રજૂઆત કરી હતી.
-
Aravalli: શિક્ષિકાને બાજુની શાળાના શિક્ષકે કર્યુ પ્રપોઝ-હું તને સારુ રાખીશ, તુ મને બહુ ગમે છે, જંગલમાં લઈ જઈ આચર્યુ દુષ્કર્મ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલી એક સરકારી શાળાની શિક્ષિકા પર શિક્ષકે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરીયાદ નોંધાઈ છે. શિક્ષિકાની પાછળ પડેલા શિક્ષકે બાઈક પર બેસાડીને જંગલ વિસ્તારમાં લઈ જઈને તેની પર બળાત્કાર આચર્યાની ફરિયાદ ટીંટોઈ પોલીસ મથકે નોંધાવી છે. ટીંટોઈ પોલીસે હવે આરોપી શિક્ષકની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરુ કરી છે. આરોપી શિક્ષક છેલ્લા કેટલાક સમયથી શિક્ષિકાની પાછળ પડ્યો હતો અને તેની સાથે લગ્ન કરવાનુ પ્રપોઝ કરી રહ્યો હતો.
ઘટના અંગે મહિલા શિક્ષિકાએ ટીંટોઈ પોલીસ મથકે આરોપી શિક્ષક અર્જનસિંહ સિસોદીયાની સામે બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી શિક્ષક છેલ્લા કેટલાક સમયથી શિક્ષિકાને પરેશાન કરી રહ્યો હતો અને તેમને પ્રપોઝ કરી રહ્યો હતો. પરંતુ ગત બુધવારે તેણે બાઈક પર બેસાડીને જંગલ વિસ્તારમાં લઈ જઈને મહિલા શિક્ષિકા સાથે બળજબરી આચરી હતી.
-
Rajkot: રાજકોટ ભાજપે મોરચાના હોદ્દેદારોની જાહેરાત કરતાની સાથે જ ભડકો, તાત્કાલિક સ્થગિત કરવી પડી જાહેરાત
Rajkot: રાજકોટ ભાજપે મોરચાના હોદ્દેદારોની જાહેરાત કરતાની સાથે જ ભડકો થતા તાત્કાલિક જાહેરાત સ્થગિત કરવી પડી હતી. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ દ્રારા શહેરના 18 વોર્ડના પ્રમુખ અને મહામંત્રીઓની વરણી કરવામાં આવી હતી. જો કે આ વરણી થતાની સાથે જ સંગઠનમાં ભડકો થયો હતો અને પ્રભારીઓની વરણી તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી હતી. હોદ્દેદારોની જાહેરાત સાથે જ વિવાદ સર્જાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.
-
-
વલસાડના પારડીમાં 2 કલાકમાં જ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો
Valsad: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ(Rain) ખાબક્યો છે. કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. વલસાડના પારડીમાં(Pardi)માત્ર 2 કલાકમાં જ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ વાપીમાં 2 ઇંચ અને કપરાડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. વાપીના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હોવાના દૃશ્ય સામે આવ્યા છે. વાપીમાં આવેલા રેલવે અંડરપાસમાં તો કેડ સમા પાણી ભરાઇ ગયા છે.
-
બનાસકાંઠા: તળાવમાં ડૂબી જવાથી સગીરનું મોત
- બનાસકાંઠા: તળાવમાં ડૂબી જવાથી સગીરનું મોત
- દાંતા તાલુકાના ખેરમાળ ગામની ઘટના
- બકરા ચરાવવા ગયેલા સગીરનો પગ લપસતા તળાવમાં ડૂબ્યો
- બનાવની જાણ થતા સ્થાનિકોએ સગીરના મૃતદેહને બહાર કાઢ્યો
-
વડોદરા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, ડભોઈના ચાંદોદમાં ધોધમાર વરસાદ
Vadodara: ગુજરાતમાં હવામાન વિભાગની(IMD) આગાહી અનુસાર અનેક જિલ્લાઓમાં વરસાદ(Monsoon 2023) પડી રહ્યો છે. જેમાં વડોદરા(Vadodara)જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે ડભોઈના ચાંદોદમાં ધોધમાર વરસાદ વરસ્યો.યાત્રાધામ ચાંદોદમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે. જેના લીધે યાત્રિકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત આગામી દિવસોમાં હજુ વરસાદની આગાહી કરવામાં આવી છે.
-
પટના લાઠીચાર્જ કેસમાં બે ડેપ્યુટી સીએમ સહિત ભાજપના 59 નેતાઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે
પટના લાઠીચાર્જ કેસમાં બે ડેપ્યુટી સીએમ સહિત ભાજપના 59 નેતાઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારા કિશોર પ્રસાદ, રેણુ દેવી, સાંસદ જનાર્દન સિંહ સિગ્રીવાલ, સુશીલ કુમાર સિંહ, ધારાસભ્ય નીતિન નવીન અને વિધાન પરિષદ શાહનવાઝ હુસૈનનો સમાવેશ થાય છે.
-
અમદાવાદ- રેસ્ટોરન્ટ-ખાણીપીણી વિક્રેતાઓ પર મનપા આરોગ્ય વિભાગના દરોડા
અમદાવાદ મનપાના તમામ આઠ ઝોનમાં આરોગ વિભાગની ટીમને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં વસ્ત્રાપુરની la pinoz pizza ને 10 હજારનો દંડ ફટકારાયો.
-
ગુજરાત સરકારે બિપોરજોય વાવાઝોડામાં થયેલ પાક નુકશાન અંગે 240 કરોડનું પેકેજ જાહેર કર્યું
જેમાં મુખ્યત્વે કચ્છ અને બનાસકાંઠા જીલ્લામાં અસર થઈ છે.કચ્છ અને બનાસકાંઠા જીલ્લામાં અંદાજીત 1 લાખ 30 હજાર હેક્ટર વિસ્તારમાં કૃષિ અને બાગાયતી પાકોને અસર થઇ છે તેમજ ખૂબ મોટી સંખ્યામાં ફળઝાડ પડી જવાથી આંશિક કે સંપૂર્ણ નાશ પામ્યા છે.
-
Gujarat ની જીવાદોરી નર્મદા ડેમ 61.35 ટકા ભરાયો, અન્ય ડેમો 50 ટકા પાણીનો સંગ્રહ
ઉતર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 58.48 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયો 33.54 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો 37.09 ટકા, કચ્છના 20 જળાશયો 64.05 ટકા તેમજ સૌરાષ્ટ્રના કુલ-141 જળાશયોમાં 61.08 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે તેમ, ફ્લડ કન્ટ્રોલ સેલના અહેવાલમાં જણાવાયું છે.
-
Maharashtra: કેબિનેટ વિસ્તરણને લઈને સસ્પેન્સ પરથી ઉઠ્યો પડદો, અજિત પવારની ઈચ્છા પૂરી થઈ, મળ્યુ નાણા મંત્રાલય
Maharashtra: મહારાષ્ટ્રમાં લાંબા સંઘર્ષ બાદ આખરે CM શિંદેએ NCPના નવનિયુક્ત મંત્રીઓના વિભાગોના વિભાજન પર અંતિમ મહોર લગાવી દીધી છે. NCPના ક્વોટા હેઠળ સાત મહત્વના મંત્રાલયો આવ્યા છે, જેમાં નાણા મંત્રાલયનો પણ સમાવેશ થાય છે, જેના માટે લાંબા સમયથી રસ્સાકશી ચાલી રહી હતી.
-
Chandrayaan 3 Launch LIVE Updates : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Chandrayaan 3 લોન્ચિંગ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી નિહાળ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત ની અવકાશ સંશોધન ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરતા ચંદ્રયાન ૩ ના ઇસરો દ્વારા આજે શ્રી હરિકોટા થી કરવામાં આવેલા સફળ લોન્ચિંગનું લાઈવ પ્રસારણ ગાંધીનગર મુખ્ય મંત્રી કાર્યાલય માંથી નિહાળ્યું હતું.
-
Chandrayaan 3 Launch LIVE Updates : ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ પર પીએમ મોદીનું ટ્વિટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ પર ઈસરોને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ફ્રાન્સથી ટ્વિટ કરીને લખ્યું કે ચંદ્રયાન-3 ભારતની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખશે. આ દરેક ભારતીયના સપનાને પ્રતિબિંબિત કરે છે, આ ઐતિહાસિક ક્ષણ ભારતના વૈજ્ઞાનિકોની મહેનતને દર્શાવે છે. હું તે બધાની મહેનતને સલામ કરું છું.
Chandrayaan-3 scripts a new chapter in India’s space odyssey. It soars high, elevating the dreams and ambitions of every Indian. This momentous achievement is a testament to our scientists’ relentless dedication. I salute their spirit and ingenuity! https://t.co/gko6fnOUaK
— Narendra Modi (@narendramodi) July 14, 2023
-
Chandrayaan 3 Launch LIVE Updates : ઉપગ્રહની ચંદ્રની યાત્રા શરૂ ઉપગ્રહ ભ્રમણકક્ષામાં પહોચ્યું. જુઓ વિડિયો
ઈસરોના વૈજ્ઞાનિકોએ પ્રક્ષેપણ યાનથી ઉપગ્રહને સફળતા પૂર્વક પ્રક્ષેપણની કરી જાહેરાત,ઉપગ્રહને હવે ચંદ્રની યાત્રા શરૂ કરવા માટે ઇચ્છિત ભ્રમણકક્ષામાં પહોચ્યો. જુઓ વિડિયો…
#WATCH | ISRO scientists announce the successful separation of the Satellite from the launch Vehicle. The Satellite has now been injected into the desired Orbit to begin its journey to the Moon. pic.twitter.com/ULPRKlzOgn
— ANI (@ANI) July 14, 2023
-
Chandrayaan 3 Launch LIVE Updates : ચંદ્રયાન 3ની સફળતાપૂર્વક લોન્ચિંગની થઈ જાહેરાત
Celebrations at the Indian Space Research Organisation (ISRO) following the successful launch of #Chandrayaan3 into orbit. pic.twitter.com/v62kzhAD8D
— ANI (@ANI) July 14, 2023
LVM3 M4/Chandrayaan-3 Mission: LVM3 M4 vehicle🚀 successfully launched Chandrayaan-3🛰️ into orbit.
— ISRO (@isro) July 14, 2023
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ખાતે ચંદ્રયાન 3 ના સફળ પ્રક્ષેપણ બાદ ઉજવણી.
-
Chandrayaan 3 Launch LIVE Updates : ચંદ્ર મિશન ચંદ્રયાન 3 ની પ્રગતિ પર નજર
#WATCH | ISRO team monitors the progress of Moon mission Chandrayaan 3 at Satish Dhawan Space Centre in Sriharikota pic.twitter.com/wZDI3ppX8b
— ANI (@ANI) July 14, 2023
ISROની ટીમ શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે ચંદ્ર મિશન ચંદ્રયાન 3 ની પ્રગતિ પર નજર રાખી રહી છે. થોડા સમયમાં પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરશે ચંદ્રયાન 3.
-
Chandrayaan 3 Launch LIVE Updates : ચંદ્રયાન 3 થયુ લોન્ચ , ભારતીય વૈજ્ઞાનિકોની મહેનતનો સુવર્ણ અક્ષરે લખાશે ઈતિહાસ
#WATCH | Indian Space Research Organisation (ISRO) launches #Chandrayaan-3 Moon mission from Satish Dhawan Space Centre in Sriharikota.
Chandrayaan-3 is equipped with a lander, a rover and a propulsion module. pic.twitter.com/KwqzTLglnK
— ANI (@ANI) July 14, 2023
આજે 14 જુલાઈ, 2023ના દિવસે ભારતનું મહત્વકાંક્ષી સ્પેસ મિશન ચંદ્રયાન 3 સફળતા પૂર્વક લોન્ચ થયું છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેન્ટરમાંથી આ ચંદ્રયાન બપોરે 2.30 કલાકે લોન્ચ થયું છે. આ ચંદ્રયાન ધરતીથી ચંદ્ર સુધી 3,84,400 કિમીનું અંતર કાપશે. જે દોઢ મહિના એટલે કે 41 દિવસ બાદ ચંદ્ર પર પહોંચશે. ઈસરોના 29 ડેપ્યુટી ડાયરેક્ટર અને 55 પ્રોજેક્ટ મેનેજરની વર્ષોની મહેનત બાદ ચંદ્રયાન 3એ સફળતાપૂર્વક ઉડાન ભરી છે.
-
Chandrayaan 3 Launch LIVE Updates : ચંદ્રયાન-3 લાઈવ કેવી રીતે જોશો?
ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ ઈસરોની સત્તાવાર યુટ્યુબ ચેનલ (https://www.youtube.com/watch?v=q2ueCg9bvvQ) પર જોઈ શકાય છે. ચંદ્રયાન-3 હવેથી ટૂંક સમયમાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.
-
Chandrayaan 3 Launch LIVE Updates : ચંદ્રયાન-3 પ્રક્ષેપણ પહેલા બોલિવૂડે ઈસરોની ટીમને શુભેચ્છા પાઠવી
ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ પહેલા બોલીવુડે ઈસરોની ટીમને અભિનંદન પાઠવ્યા છે. અનુપમ ખેર હોય કે સુનીલ શેટ્ટી બધાએ ઈસરોની ટીમના વખાણ કર્યા છે.
-
Chandrayaan 3 Launch LIVE Updates : ચંદ્રયાન-3 વિશે Associate Vice Presidentએ શું કહ્યું?
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી ચંદ્રયાન-3 લોન્ચ કરશે. તે પહેલા એસોસિએટ વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ માણેક બહેરામકમદીને આ મિશન સાથે સંબંધિત ઘણી બાબતો શેર કરી હતી.
-
Chandrayaan 3 Launch LIVE Updates : દિલ્હી પોલીસે ઈસરોને અભિનંદન પાઠવ્યા
Less than four years of Chandrayaan-2 and India is again ready for the mission!🇮🇳
Wishing @isro stellar success at the launch of #Chandrayaan3 pic.twitter.com/n20Oo5gaWD
— Delhi Police (@DelhiPolice) July 14, 2023
દિલ્હી પોલીસે ચંદ્રયાન-3 મિશનના પ્રક્ષેપણ પહેલા ઈસરોને અભિનંદન પાઠવ્યા છે. દિલ્હી પોલીસે કહ્યું કે ચંદ્રયાન-2 પછી ચાર વર્ષથી ઓછા સમયમાં ભારત ફરી મિશન માટે તૈયાર છે.
-
Chandrayaan 3 Launch LIVE Updates : 200 થી વધુ શાળાના વિદ્યાર્થીઓ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા પહોંચ્યા
ચંદ્રયાન 3 ના પ્રક્ષેપણને જોવા માટે 200 થી વધુ શાળાના વિદ્યાર્થીઓ શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશમાં સતીશ ધવન સ્પેસ સેન્ટર પહોંચ્યા છે. સુભાશિની નામની વિદ્યાર્થીનીએ કહ્યું, “હું ખૂબ જ ઉત્સાહિત છું કે હું તેને જોવા જઈ રહી છું કારણ કે હું કલ્પના ચાવલા જેવી અવકાશયાત્રી બનવા માંગુ છું.”
-
Chandrayaan 3 Launch LIVE Updates :ચંદ્રયાન 3નો પૃથ્વી ચંદ્ર સુધીનો અવકાશી માર્ગ
ચંદ્રયાન 3નો પૃથ્વી ચંદ્ર સુધીનો અવકાશી માર્ગ
- આજે 14 જુલાઈ, 2023ના બપોરે 2.35 કલાકે ચંદ્રયાન 3, શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે.
- એલવીએમ-3 રોકેટ અવકાશયાનને સેટેલાઈટ ટ્રાન્ઝિસ્ટ ભ્રમણકક્ષામાં લઈ જશે.
- ચંદ્રયાન 3, હજારથી પણ ઓછી સેકેન્ડમાં પૃથ્વીની ભ્રમણ કક્ષામાં હશે.
- આ પ્રક્રિયામાં 5 અર્થ બર્ન થશે. જેની લેન્ડર મોડ્યુલ (LM) અને પ્રપલ્ઝન મોડયુલ (PM) પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાંથી બહાર નીકળી જશે.
- ત્યારબાદ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળીને ચંદ્રની ભ્રમણકક્ષા તરફ ગતિ કરશે.
- આ તબક્કા બાદ LM અને PM બંને ટ્રાન્ઝિટ ઓર્બિટમાં રહીને પૃથ્વી અને ચંદ્ર વચ્ચે રહેશે.
- આ તબક્કા બાદ ચાર મૂન બર્ન દ્વારા તે ચંદ્રની ભ્રમણકક્ષમાં પ્રવેશ કરશે.
- LM અને PM, 2000 x 1000ની ત્રિજયામાંથી 100 x 100 ની ત્રિજયામાં ધીમે ધીમે આવશે.
- 17 ઓગસ્ટના દિવસે LM અને PM છૂટા પડશે અને વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી તરફ આગળ વધશે.
- 23 ઓગસ્ટે લેન્ડર મોડયુલ 100 x 30 કિલોમરીટની ભ્રમણકક્ષામાં ફરીને લેન્ડિંગ તરફ આગળ વધશે.
- 30 કિલોમીટરની ઊંચાઈથી 7.4 કિલોમીટર સુધી 1.68 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી તે 690 સેકેન્ડમાં ચંદ્રની સપાટી પર આવશે.
- લેન્ડરની મદદથી રોવર ચંદ્રની સપાટી પર ઉતરશે.
- ચંદ્રયાન-3 ઓર્બિટર વગરનું યાન હશે, રોવરની માહિતી ઈસરો સુધી પહોંચાડવા માટે ચંદ્રયાન 2ના પહેલાથી જ કક્ષામાં ફરતા ઓર્બિટરનો ઉપયોગ થશે.
- રોવર ચંદ્રની સપાટી પરથી જરુરી માહિતી ઈસરો સુધી પહોંચાડશે.
-
Chandrayaan-3 Launch LIVE Updates : ચંદ્રયાન-3નું બજેટ કેટલું છે?
ઈસરોના ચંદ્રયાન-3 મિશનનું બજેટ લગભગ 615 કરોડ રૂપિયા છે. ગત વખતે ચંદ્રયાન-2 માટે 960 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. જો તેની સરખામણી ચીન અને અમેરિકાના ચંદ્ર મિશન સાથે કરવામાં આવે તો તે ખૂબ જ સસ્તું છે.
-
Chandrayaan-3 Launch LIVE Updates : વડાપ્રધાન મોદીએ કહ્યું- સ્પેસ સેક્ટરમાં ભારતનો ઈતિહાસ ઘણો સમૃદ્ધ છે
Chandrayaan-2 was equally pathbreaking because data from the Orbiter associated with it detected the presence of chromium, manganese and sodium for the first time through remote sensing. This will also provide more insights into the moon’s magmatic evolution. pic.twitter.com/K1KP7Yyvm5
— Narendra Modi (@narendramodi) July 14, 2023
પીએમ મોદીએ ચંદ્રયાન-3 મિશનમાં લાગેલા વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે ભારતનો અવકાશ ક્ષેત્રમાં ઘણો સમૃદ્ધ ઇતિહાસ છે. ચંદ્રયાન-1ને વૈશ્વિક ચંદ્ર મિશનમાં અગ્રણી માનવામાં આવે છે, કારણ કે તેણે ચંદ્ર પર પાણીના અણુઓની હાજરીની પુષ્ટિ કરી હતી. તે વિશ્વભરના 200 થી વધુ વૈજ્ઞાનિક પ્રકાશનોમાં પ્રકાશિત થયું હતું.
Thanks to our scientists, India has a very rich history in the space sector. Chandrayaan-1 is considered to be a path breaker among global lunar missions as it confirmed the presence of water molecules on the moon. It featured in over 200 scientific publications around the world. pic.twitter.com/DIUxYQcJxd
— Narendra Modi (@narendramodi) July 14, 2023
-
Chandrayaan-3 Launch LIVE Updates : વડાપ્રધાન મોદીએ ઈસરોને મિશન માટે શુભેચ્છા પાઠવી
14th July 2023 will always be etched in golden letters as far as India’s space sector is concerned. Chandrayaan-3, our third lunar mission, will embark on its journey. This remarkable mission will carry the hopes and dreams of our nation. pic.twitter.com/EYTcDphaES
— Narendra Modi (@narendramodi) July 14, 2023
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને ચંદ્રયાન-3 મિશન માટે ઈસરોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે જ્યાં સુધી ભારતના અવકાશ ક્ષેત્રનો સંબંધ છે, 14 જુલાઈ, 2023 હંમેશા સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. વડાપ્રધાને કહ્યું કે ચંદ્રયાન-3 તેની યાત્રા પર નીકળશે. આ નોંધપાત્ર મિશન આપણા રાષ્ટ્રની આશાઓ અને સપનાઓને આગળ વધારશે. તેમણે કહ્યું કે ભ્રમણકક્ષા વધારવાની પ્રક્રિયા બાદ ચંદ્રયાન-3ને લુનર ટ્રાન્સફર ટ્રેજેક્ટરીમાં મૂકવામાં આવશે. ત્રણ લાખ કિમીથી વધુનું અંતર કાપીને તે આવનારા અઠવાડિયામાં ચંદ્ર સુધી પહોંચશે. બોર્ડ પરના વૈજ્ઞાનિક સાધનો ચંદ્રની સપાટીનો અભ્યાસ કરશે અને આપણા જ્ઞાનમાં વધારો કરશે.
-
Chandrayaan-3 Launch LIVE Updates : યુપી પોલીસ ચંદ્રયાન 3 માટે ઈસરોને શુભેચ્છા પાઠવી
‘5..4..3..2..1..0…..’
Precise timing & correct trajectory leaves no ‘space’ for mishaps . Wishing @isro stellar success at the launch of #Chandrayaan3#OrbitOfSafety#ISROTeam pic.twitter.com/1DecJbTECJ
— UP POLICE (@Uppolice) July 14, 2023
ચંદ્રયાન-3 આજે લોન્ચ થઈ રહ્યું છે. યુપી પોલીસે આ અંગે ઈસરોની ટીમને અભિનંદન પાઠવ્યા છે.
-
Chandrayaan-3 Launch LIVE Updates : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઈસરોને અભિનંદન પાઠવ્યા છે
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, નવા ભારતની શક્તિ અને હિંમતની નવી ઉડાન ચંદ્રયાન-3, આજે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આત્મનિર્ભર ભારતની આકાંક્ષાઓ અને તકનીકી વિકાસના પ્રતીક એવા ચંદ્રયાન-3 મિશનની સંપૂર્ણ સફળતા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ! સુવર્ણ ઈતિહાસ રચવા જઈ રહેલી ઈસરોની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન!
-
Chandrayaan-3 Launch LIVE Updates : ચંદ્રયાન-3માં ઓર્બિટર નહીં હોય
ચંદ્રયાન-3ની સાથે લેન્ડર અને રોવર મોકલવામાં આવશે, પરંતુ તેમાં ઓર્બિટર નહીં હોય. તેનું કારણ એ છે કે ચંદ્રયાન-2 સાથે મોકલવામાં આવેલ ઓર્બિટર હજુ પણ કામ કરી રહ્યું છે.
-
Chandrayaan-3 Launch LIVE Updates : ચંદ્રયાન-3 અંગે ISROનું નવું અપડેટ
LVM3 M4/Chandrayaan-3 Mission: The countdown is progressing at SDSC-SHAR, Sriharikota.
Propellant filling in the L110 stage is completed. Propellant filling in the C25 stage is commencing.
— ISRO (@isro) July 14, 2023
આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન ચાલુ છે. દરમિયાન, ઈસરોએ માહિતી આપી છે કે L110 સ્ટેજમાં પ્રોપેલન્ટ ભરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. ISROનું કહેવું છે કે C25 તબક્કામાં પ્રોપેલન્ટ ભરવાનું શરૂ થઈ રહ્યું છે. પ્રોપેલન્ટ રોકેટને ઉપરની તરફ ફેંકવામાં મદદ કરે છે.
-
Chandrayaan-3 Launch LIVE Updates : લેન્ડિંગ 23-24 ઓગસ્ટે અપેક્ષિત છે
ચંદ્રયાન-3, 23-24 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરે તેવી શક્યતા છે. ISROના ભૂતપૂર્વ ડિરેક્ટર કે સિવને જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 મિશનની સફળતા ભારતનું પ્રથમ માનવ અવકાશ મિશન ગગનયાન જેવા કાર્યક્રમોનું મનોબળ વધારશે.
-
Chandrayaan-3 Launch LIVE Updates : ચંદ્રયાન-3 ના પ્રક્ષેપણની જાહેરાત ક્યારે કરવામાં આવી?
ચંદ્રયાન-3 ના પ્રક્ષેપણની જાહેરાત 29 મે 2023 ના રોજ ISRO ચીફ એસ સોમનાથ દ્વારા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ચંદ્રયાન-3 જુલાઈમાં લોન્ચ થશે.
-
Chandrayaan-3 Launch LIVE Updates : શ્રીહરિકોટામાં વાદળછાયું વાતાવરણ
ISRO આજે ચંદ્રયાન-3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. આથી શ્રીહરિકોટા માટે હવામાનની આગાહી પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જો કે, તિરુપતિ જિલ્લામાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અહીં ભારે વરસાદની કોઈ શક્યતા નથી.
આજે બપોરે 2:30 વાગ્યાની આસપાસ સતીશ ધવન સ્પેસ સેન્ટરનું આકાશ મોટાભાગે વાદળછાયું રહેવાની ધારણા છે. અપેક્ષિત લોંચના સમયે તાપમાન 29 C રહેવાની ધારણા છે. એવું લાગે છે કે વાદળછાયા આકાશને કારણે દર્શકોને ટેકઓફ જોવામાં મુશ્કેલી પડશે. જોકે, હાઈ રિઝોલ્યુશન કેમેરા ભારતના ઐતિહાસિક ચંદ્ર મિશનનો નજારો કેપ્ચર કરી શકશે.
-
Chandrayaan-3 Launch LIVE Updates : ચંદ્રયાન-3 પહેલા 13 જુલાઈએ લોન્ચ થવાનું હતું
ચંદ્રયાન-3 પહેલા 13 જુલાઈએ લોન્ચ થવાનું હતું. જોકે, બાદમાં ઈસરોએ જણાવ્યું કે હવે ચંદ્રયાન-3 14 જુલાઈએ લોન્ચ કરવામાં આવશે.
-
Chandrayaan-3 Launch LIVE Updates : ISRO લોકોને ચંદ્રયાન-3 લોન્ચ જોવા માટે આમંત્રણ આપી રહ્યું છે
ચંદ્રયાન-3 આજે બપોરે 2.35 કલાકે લોન્ચ થશે. ISRO એ પ્રક્ષેપણના સાક્ષી બનવા માટે લોકોને આમંત્રણ આપ્યું છે.
-
Chandrayaan-3 Launch LIVE Updates : ચંદ્રયાન-3 મિશનનો હેતુ શું છે?
ચંદ્રયાન-3 પ્રક્ષેપણનો પ્રથમ ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને નરમ ઉતરાણ કરવાનો છે. ભારત ચંદ્ર પર ચોક્કસ લેન્ડિંગ હાંસલ કરીને તેની તકનીકી ક્ષમતાઓનું પ્રદર્શન કરશે.
-
Chandrayaan-3 Launch LIVE Updates : ચંદ્રયાન-3ના પ્રક્ષેપણને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
आंध्र प्रदेश: इसरो आज श्रीहरिकोटा से चंद्रयान 3 लॉन्च करेगा।
लॉन्च देखने आए प्रिंस संस्था के एक सदस्य ने बताया, “हम चंद्रयान 3 के लॉन्च इवेंट में आए हैं। मेरे कॉलेज से 300 छात्र यहां आए हैं। हम ईश्वर से कार्यक्रम के सफल होने की प्रार्थना करते हैं। यह क्षण सभी भारतीयों को… pic.twitter.com/51mYcOwQee
— ANI_HindiNews (@AHindinews) July 14, 2023
ISRO આજે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન 3 લોન્ચ કરશે. આ લોન્ચિંગ ઈવેન્ટ જોવા આવેલા પ્રિન્સ સંસ્થાના સભ્યએ જણાવ્યું કે મારી કોલેજના 300 વિદ્યાર્થીઓ અહીં આવ્યા છે. કાર્યક્રમની સફળતા માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આ ક્ષણ તમામ ભારતીયોને ગર્વ કરાવશે. ઘણા દેશોએ ઓછા ખર્ચે ચંદ્ર પર લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ અમે પહેલા પણ કરી ચૂક્યા છીએ.
-
Chandrayaan-3 Launch LIVE Updates : ચંદ્રયાન-3નું વજન કેટલું છે?
ISRO આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2.35 વાગ્યે ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ કરશે. ચંદ્રયાન-3 લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલથી સજ્જ છે. તેનું વજન લગભગ 3,900 કિલો છે.
-
Chandrayaan-3 Launch LIVE Updates : ચંદ્રયાન-3ની સફળતા માટે ઋષિકેશમાં ગંગા આરતી કરવામાં આવી હતી
ચંદ્રયાન-3 આજે લોન્ચ થઈ રહ્યું છે. તેને સફળ બનાવવા માટે ઉત્તરાખંડમાં ઋષિકેશ ગંગા આરતી ટ્રસ્ટે પૂર્ણાનંદ ઘાટ ખાતે વિશેષ આરતીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન મહિલાઓએ ચંદ્રયાન-3ની સફળતા માટે માતા ગંગાને પ્રાર્થના કરી હતી.
-
Chandrayaan-3 Launch LIVE Updates : ચંદ્રયાન-3 ચંદ્રયાન-2થી કેટલું અલગ છે?
ચંદ્રયાન-3 આજે લોન્ચ થશે. જ્યારે ચંદ્રયાન-2માં ઓર્બિટર, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરનો સમાવેશ થાય છે, ચંદ્રયાન-3માં લેન્ડર મોડ્યુલ (LM), પ્રોપલ્શન મોડ્યુલ (PM) અને રોવરનો સમાવેશ થાય છે. આ મિશન માટે ચંદ્રયાન-2ના ઓર્બિટરનો ઉપયોગ કરવામાં આવશે. તમે લિંક પર ક્લિક કરીને સંપૂર્ણ વાર્તા વાંચી શકો છો.
-
Chandrayaan-3 Launch LIVE Updates : તમે ચંદ્રયાન-3 ના પ્રક્ષેપણને કેવી રીતે જોઈ શકશો?
ચંદ્રયાન-3 આજે લોન્ચ થશે. તેને ઈસરોની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર લાઈવ જોઈ શકાશે. આ સિવાય લોન્ચિંગનું લાઈવ ટેલિકાસ્ટ પણ દૂરદર્શન પર જોવા મળશે.
-
Chandrayaan-3 Launch LIVE Updates : પૂર્વ વૈજ્ઞાનિક નામ્બી નારાયણને કહ્યું- ભારત સમગ્ર વિશ્વ માટે પ્રેરણા બની જશે
ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ પર ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક નામ્બી નારાયણને કહ્યું કે ચંદ્રયાન-3 ચોક્કસપણે ભારત માટે ગેમ ચેન્જર સાબિત થશે અને મને આશા છે કે તે સફળ થશે. ભારત સમગ્ર વિશ્વ માટે પ્રેરણારૂપ બનશે.
-
Chandrayaan-3 Launch LIVE Updates : ચંદ્રયાન-2ની નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને ઈસરોએ 21 ફેરફારો કર્યા
ચંદ્રયાન-2ની નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને ઈસરોએ ચંદ્રયાન-3માં 21 ફેરફારો કર્યા છે. આમાં ઓર્બિટરના પ્રોપલ્શન મોડ્યુલમાં ફેરફારનો સમાવેશ થાય છે જે લેન્ડિંગ મોડ્યુલને આગળ ધપાવે છે અને વજન ઘટાડવા માટે પાંચને બદલે ચાર એન્જિનનો સમાવેશ થાય છે. આ સિવાય લેન્ડરના પગને વધુ શક્તિશાળી બનાવવામાં આવ્યા છે.
-
Chandrayaan-3 Launch LIVE Updates : ચંદ્રયાન-3નું લેન્ડિંગ ક્યાં થશે?
ઈસરોને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સુરક્ષિત ઉતરાણ વિસ્તાર મળ્યો છે. તે લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર 70 ડિગ્રી અક્ષાંશ પર લેન્ડ કરશે, જ્યાં આજ સુધી કોઈ વાહન ઉતર્યું નથી. આ પહેલા ચીને તેના લેન્ડરને 45 ડિગ્રી અક્ષાંશ પર લેન્ડ કર્યું હતું. અત્યાર સુધી, અન્ય દેશોએ તેમના વાહનોને ચંદ્રની મધ્ય રેખા પર જ ઉતાર્યા છે, કારણ કે ત્યાંની સપાટી સપાટ છે.
-
Chandrayaan-3 Launch LIVE Updates : ચંદ્રયાન-3 લોન્ચ કરવાનો હેતુ શું છે?
ચંદ્રયાન-3 પ્રક્ષેપણનો ઉદ્દેશ્ય ચંદ્રની ભ્રમણકક્ષા સુધી પહોંચવાનો, લેન્ડરનો ઉપયોગ કરીને વાહનને ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે ઉતારવાનો અને ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા રોવરને લેન્ડરમાંથી મુક્ત કરવાનો છે. ISROનું કહેવું છે કે તે ચંદ્રયાન-3ને એવી જગ્યાએ લેન્ડ કરશે, જ્યાં અત્યાર સુધી કોઈ દેશે તેનું વાહન લેન્ડ કર્યું નથી.
-
Chandrayaan-3 Launch LIVE Updates : સુદર્શન પટનાયકે લોન્ચિંગ પહેલા ચંદ્રયાન-3 રેતી પર બનાવ્યું હતું
VIDEO | Renowned sand artist Sudarsan Pattnaik creates sand art of Chandrayaan-3, which is scheduled to be launched by ISRO on July 14. pic.twitter.com/jFWpR4Y2cP
— Press Trust of India (@PTI_News) July 13, 2023
ચંદ્રયાન-3ના પ્રક્ષેપણને લઈને આખો દેશ ઉત્સાહિત છે. આ એપિસોડમાં પ્રખ્યાત રેત કલાકાર સુદર્શન પટનાયકે ઓડિશાના પુરી બીચ પર વિજય ભવના સંદેશ સાથે ચંદ્રયાન-3ની 22 ફૂટ લાંબી રેતીની આર્ટ બનાવી છે. તેણે તેમાં 500 સ્ટીલના બાઉલ અને 25 ટન રેતીનો ઉપયોગ કર્યો છે.
-
Chandrayaan-3 Launch LIVE Updates : LVM3-M4 રોકેટ ચંદ્રયાન-3 સાથે ચંદ્ર માટે રવાના થશે
LVM3-M4 રોકેટ ભારે સાધનસામગ્રી વહન કરવામાં સક્ષમ ચંદ્રયાન-3ને ચંદ્રની યાત્રા પર લઈ જશે. આ મિશનમાં સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ અને રોવર પણ સામેલ છે. તેનો ઉદ્દેશ આંતરગ્રહીય મિશન માટે જરૂરી નવી ટેકનોલોજી વિકસાવવા અને તેનું પ્રદર્શન કરવાનો છે.
-
Chandrayaan-3 Launch LIVE Updates : આજે આ સમયે લોન્ચ થશે ચંદ્રયાન-3
આંધ્ર પ્રદેશમાં સ્થિત શ્રી હરિકોટામાં સતીશ ધવન સ્પેશ સેન્ટરથી ચંદ્રયાન-3 લોન્ચ થશે. આજે 14 જુલાઈ, 2023ના ભારતીય સમય અનુસાર બપોરે 2.30 કલાકે ચંદ્રયાન-3 લોન્ચ થશે.
Published On - Jul 14,2023 6:10 AM