દેશભરમાં લાગુ થયુ CAA, મોદી સરકારે જારી કર્યુ નોટિફિકેશન, ત્રણ દેશોના બિન મુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિક્તા

CAA અંતર્ગત મુસ્લિમ સમુદાયને બાદ કરતા ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પડોશી દેશોમાંથી આવતા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે CAA સંબંધિત વેબ પોર્ટલ તૈયાર કર્યું છે. ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા લઘુમતીઓએ આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારની તપાસ બાદ તેમને કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે.

દેશભરમાં લાગુ થયુ CAA, મોદી સરકારે જારી કર્યુ નોટિફિકેશન, ત્રણ દેશોના બિન મુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિક્તા
Follow Us:
| Updated on: Mar 12, 2024 | 7:25 PM

CAAને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજથી દેશભરમાં CAA (સિટિઝન એમેન્ડમેન્ટ એકટ- નાગરિક્તા સંશોધન કાયદો) લાગુ થઈ ગયુ છે. કેન્દ્રની મોદી સરકારે CAAને લઈને નોટિફિકેશન જારી કરી દીધુ છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ એક મોટુ પગલુ છે. CAA અંતર્ગત ત્રણ પડોશી દેશોના બિન મુસ્લિમ લઘુમતીઓને હવે ભારતીય નાગરિક્તા મળી શકશે. આ માટે તેમણે કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા ઓનલાઈન પોર્ટલ પર અરજી (આવેદન) કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં CAAનો સમાવેશ કર્યો હતો. પાર્ટીએ આને મોટો મુદ્દો બનાવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે તેમના તાજેતરના ચૂંટણી ભાષણોમાં અનેકવાર નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA લાગુ કરવાની વાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે લોકસભા ચૂંટણી પહેલા તેનો અમલ કરવામાં આવશે. હવે કેન્દ્ર સરકારે આ માટે નોટિફિકેશન બહાર પાડીને તેને સત્તાવાર રીતે લાગુ કરી દીધુ છે.

બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવતા બિન મુસ્લિમ લઘુમતીઓને મળશે ભારતીય નાગરિક્તા

CAA હેઠળ, મુસ્લિમ સમુદાય સિવાય ત્રણ મુસ્લિમ બહુમતી પાડોશી દેશોમાંથી આવતા અન્ય બિન મુસ્લિમ લઘુમતીઓને  નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે CAA સંબંધિત એક વેબ પોર્ટલ પણ તૈયાર કર્યું છે, જેને નોટિફિકેશન પછી લોન્ચ કરવામાં આવશે. ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા અન્ય ધર્મના લઘુમતીઓએ આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને સરકારની તપાસ બાદ તેમને કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે. આ માટે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી વિસ્થાપિત લઘુમતીઓને કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

કેન્દ્ર સરકારે 2019માં કાયદામાં કર્યો હતો સુધારો

વર્ષ 2019માં  કેન્દ્રની મોદી સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2014 પહેલા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા છ લઘુમતીઓ (હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી)ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. નિયમો અનુસાર નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર સરકારના હાથમાં રહેશે.

કોને મળશે નાગરિકતા?

નાગરિકતા આપવાનો અધિકાર સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર પાસે છે. પડોશી દેશ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિંદુ, શીખ, જૈન, પારસી, બૌદ્ધ અને ખ્રિસ્તી સમુદાયમાંથી આવનારા વિસ્થાપીતો, શરણાર્થીઓ અને પ્રવાસીઓને ભારતીય નાગરિકતા આપવા માટે 1955 ના નાગરિકત્વ અધિનિયમમાં સંશોધન કરવામાં આવ્યુ છે. આ વિસ્થાપિતો તેમના દેશોમાં ધાર્મિક અત્યાચારોથી કંટાળીને ભારત આવ્યા હતા અને 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આશ્રય લીધો હતો. CAA હેઠળ, એ લોકોને ગેરકાયદે રીતે ભારતમાં રહેતા નાગરિકો ગણવામાં આવ્યા છે. જેઓ ભારતમાં માન્ય દસ્તાવેજો (પાસપોર્ટ અને વિઝા) વિના ભારતમાં ઘુસ્યા છે અથવા માન્ય દસ્તાવેજો સાથે ભારત આવ્યા છે, પરંતુ નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય માટે અહીં રોકાયા છે. એ તમામ શરણાર્થીઓને ભારતમાં નાગરિક્તા મળશે.

નાગરિકતા માટે કરવું પડશે આ કામ

સરકારે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરી છે. આ માટે એક ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. અરજદાર પોતાના મોબાઈલ ફોનથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. અરજદારોએ એ વર્ષ અંગે જણાવવાનું રહેશે કે જ્યારે તેઓ કોઈ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો માગવામાં આવશે નહીં. નાગરિકતા સંબંધિત આવા જેટલા પણ પેન્ડિંગ કેસ છે તેમને ઓનલાઈન કન્વર્ટ કરવામાં આવશે. યોગ્યતા ધરાવતા વિસ્થાપિતોએ માત્ર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે બાદ ગૃહ મંત્રાલય તપાસ કરશે અને નાગરિકતા આપશે.

અહીં વાંચો નોટિફિકેશન

આ પણ વાંચો: શું દેશમાં લોકસભા ચૂંટણી પહેલા લાગુ થઈ જશે CAA ? ગૃહમંત્રાલયે અમલીકરણ અંગે તૈયારીઓ કરી પૂર્ણ

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">