શું દેશમાં લોકસભા ચૂંટણી પહેલા લાગુ થઈ જશે CAA ? ગૃહમંત્રાલયે અમલીકરણ અંગે તૈયારીઓ કરી પૂર્ણ

આગામી લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થોડા દિવસોમાં જ થનાર છે.  આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરી શકે છે. . CAA અંતર્ગત મુસ્લિમ સમુદાય સિવાય ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે.

શું દેશમાં લોકસભા ચૂંટણી પહેલા લાગુ થઈ જશે CAA ? ગૃહમંત્રાલયે અમલીકરણ અંગે તૈયારીઓ કરી પૂર્ણ
Follow Us:
| Updated on: Mar 12, 2024 | 4:03 PM

દેશની સંસદમાં CAA પારીત થયાને પાંચ વર્ષ વીતી ચુક્યા છે. હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભાની તારીખોની જાહેરાત પહેલા CAA દેશમાં લાગુ થઈ શકે છે.

આજથી દેશમાં લાગુ થઈ શકે છે સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ (CAA)

આગામી લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થોડા દિવસોમાં જ થનાર છે.  આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરી શકે છે.. સૂત્રોનું માનીએ તો કેન્દ્ર સરકાર દ્વારા આજે સોમવારે રાત્રે 8 વાગે તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે.  જે બાદ દેશમાં આજથી જ નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA લાગુ થઈ જશે. હકીકતમાં CAA સંસદમાંથી પારીત થયાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે. હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખોના એલાન પહેલા દેશમાં CAA લાગુ કરવા જઈ રહી છે.

ગૃહમંત્રી અમિત શાહ અનેકવાર તેમના ચૂંટણી ભાષણોમાં નાગરિકતા સંશોધન કાયદો એટલે કે  CAA લાગુ કરવાની વાત કરી ચુક્યા છે. તેમણે એકવાર એવુ પણ એલાન કર્યુ હતુ કે લોકસભા ચૂંટણી પહેલા તેને દેશમાં લાગુ કરી દેવામાં આવશે. આ  સ્થિતિમાં સૂત્રોનું જણાવવુ છે કે ગૃહ મંત્રાલય દ્વારા તેના અમલીકરણની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ત્રણ મુસ્લિમ દેશોના લઘુમતીઓને મળશે નાગરિકતા

CAA અંતર્ગત મુસ્લિમ સમુદાય સિવાય ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે CAA સંબંધિત એક વેબ પોર્ટલ પણ તૈયાર કરી લીધુ છે, જેને નોટિફિકેશન બાદ લોન્ચ કરવામાં આવશે. ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા લઘુમતીઓને આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારની તપાસ બાદ તેમને કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે. આ માટે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવેલા વિસ્થાપિત લઘુમતીઓને કોઈ દસ્તાવેજ આપવાની જરૂર નહીં રહે.

કેન્દ્ર સરકારે 2019માં કાયદામાં સુધારો કર્યો હતો

વર્ષ 2019માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2014 પહેલા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા છ લઘુમતીઓ (હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી)ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. નિયમો અનુસાર નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર સરકારના હાથમાં રહેશે.

2020 થી લેવામાં આવી રહ્યું છે એક્સ્ટેંશન

આપને જણાવી દઈએ કે સંસદીય પ્રક્રિયાઓના નિયમો મુજબ કોઈપણ કાયદાના નિયમ રાષ્ટ્રપતિની સહમતી બાદ 6 મહિનાની અંદર તૈયાર થઈ જવા જોઈએ. આવુ ન થાય તો લોકસભા અને રાજ્યસભામાં વિધાન સમિતિઓના3 વિસ્તારની માગ કરવાની હોય છે. CAA ના કેસમાં 2020થી ગૃહમંત્રાલય નિયમો બનાવવાને લઈને સંસદીય સમિતિઓ પાસેથી નિયમિત રીતે સમયાંતરે એક્સટેન્શન લઈ રહ્યુ છે.

9 રાજ્યોમાં આપવામાં આવી રહી છે નાગરિકતા

છેલ્લા બે વર્ષમાં, નવ રાજ્યોના 30 થી વધુ જિલ્લા મેજીસ્ટ્રેટ અને ગૃહ સચિવોને નાગરિક્તા અધિનિયમ 1955 અંતર્ગત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકત્વ આપવા માટેની સત્તા આપવામાં આવી છે.  ગૃહ મંત્રાલયના 2021-22ના વાર્ષિક રિપોર્ટ મુજબ, 1 એપ્રિલ, 2021 થી 31 ડિસેમ્બર, 2021 સુધી, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના આ બિન-મુસ્લિમ લઘુમતી સમુદાયોના કુલ 1,414 વિદેશીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ લઘુમતીઓને નાગરિકતા આપવામાં આવેલ 9 રાજ્યોમાં ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્ર છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: ભાજપે ઉત્તરપ્રદેશની 80 પૈકી 51 બેઠકો પર ઉમેદવારો કર્યા જાહેર, વિવાદમાં રહેલા અજય મિશ્રા ટેનીને ખીરીથી કરાશે રિપીટ

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">