રાણી દુર્ગાવતીના અવાજથી ધ્રૂજતી હતી અકબરની સેના, મુઘલોના જુલમ સામે લડી હતી રાણી
ભારતની (India) આઝાદી લડાઈમાં ભારતની સ્ત્રીશક્તિએ પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ હતુ. તેમાના જ એક હતા, વીરાંગના રાણી દુર્ગાવતીનું (durgawati devi) આવે છે.
ભારતની (India) આઝાદીની લડાઈમાં ભારતની સ્ત્રીશક્તિએ પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ હતુ. તેમાંના જ એક હતા, વીરાંગના રાણી દુર્ગાવતી (durgawati devi). રાણી દુર્ગાવતીએ બહાદુર અને હિંમતવાન સ્ત્રી હતી. જેણે પોતાના રાજ્યની રક્ષા માટે મુઘલો સાથે લડતા લડતા વીરગતિ પ્રાપ્ત કરી હતી. તે ખૂબ જ બહાદુર અને હિંમતવાન મહિલા હતી, જેણે તેના પતિના મૃત્યુ પછી તેનું રાજ્ય સંભાળ્યું એટલું જ નહીં, પરંતુ રાજ્યની સુરક્ષા માટે ઘણી લડાઈઓ પણ લડી. રાણી દુર્ગાવતીએ 52માંથી 51 યુદ્ધ જીત્યા હતા.
ઈતિહાસમાં રાણી દુર્ગાવતી એક એવી વ્યક્તિ છે જે પોતાની શક્તિ માટે જાણીતી છે. રાણી દુર્ગાવતી તેમના પતિના મૃત્યુ પછી ગોંડવાના રાજ્યની વારસદાર બની અને લગભગ 15 વર્ષ સુધી ગોંડવાના રાજ્ય પર શાસન કર્યું.
આ કારણે નામ પડ્યુ દુર્ગાવતી
ઈતિહાસકારો જણાવે છે કે રાણી દુર્ગાવતીનો જન્મ 5 ઓક્ટોબર 1524ના રોજ પ્રખ્યાત રાજપૂત ચંદેલ સમ્રાટ કિરત રાયના પરિવારમાં થયો હતો. રાણી દુર્ગાવતીનો જન્મ દુર્ગાષ્ટમીના દિવસે થયો હતો, તેથી તેનું નામ દુર્ગાવતી રાખવામાં આવ્યું. તેના નામની જેમ જ તેની હિંમત, બહાદુરી અને સુંદરતા ચારે બાજુ પ્રખ્યાત હતી. તેમનો જન્મ ચંદેલા વંશના કાલિંજર કિલ્લામાં થયો હતો, જે હાલમાં ઉત્તર પ્રદેશના બાંદામાં સ્થિત છે. તેમના પિતા ચંદેલા વંશના સૌથી મહાન શાસક હતા. રાણી દુર્ગાવતીને બાળપણથી જ તીરંદાજી અને તલવારબાજીનો ખૂબ શોખ હતો. તેમનો રસ ખાસ કરીને સિંહ અને ચિત્તાના શિકારમાં હતો. તેને બંદૂકની પણ સારી પ્રેક્ટિસ હતી. તેમને શૌર્ય અને સાહસિક વાર્તાઓ સાંભળવાનો અને વાંચવાનો પણ ખૂબ શોખ હતો. રાનીએ બાળપણમાં ઘોડેસવારી પણ શીખી હતી.
દલપત શાહ સાથે લગ્ન
સંગ્રામ શાહ હતા, જે ગઢ મંડલાના શાસક હતા તેમણે કાલિંજરમાં યુદ્ધ કરીને રાણી દુર્ગાવતીના પિતાને હરાવ્યા અને 1542માં રાજા કિરાત રાયે તેમની પુત્રી રાણી દુર્ગાવતીના લગ્ન દલપત શાહ સાથે કરાવ્યા. રાણી દુર્ગાવતી અને દલપત શાહના લગ્ન પછી ગોંડોએ બુંદેલખંડના ચંદેલા રાજ્ય સાથે જોડાણ કર્યું. 1545માં રાણી દુર્ગાવતીએ પુત્રને જન્મ આપ્યો. જેનું નામ વીર નારાયણ રાખવામાં આવ્યું. આ પછી 1550માં રાજા દલપત શાહનું અવસાન થયું. ત્યારે વીર નારાયણ માત્ર 5 વર્ષના હતા. તેમના પતિના મૃત્યુ પછી રાણી દુર્ગાવતી પોતે તેમના પુત્ર વીર નારાયણને ગાદી પર બેસાડીને રાજ્યની શાસક બની.
ઈતિહાસકારો જણાવે છે કે આજે પણ ગઠમંડલાની પરાક્રમી અદભૂત રાણી દુર્ગાવતીનું નામ ઈતિહાસના પાના પર સુવર્ણ અક્ષરોમાં લખાયેલું છે, કારણ કે તેમના પતિના મૃત્યુ પછી પણ રાણી દુર્ગાવતીએ તેમનું રાજ્ય ખૂબ જ સારી રીતે સંભાળ્યું હતું. આટલું જ નહીં, રાણી દુર્ગાવતીએ ક્યારેય મુઘલ શાસક અકબર સામે ઝૂક્યું ન હતું. આ બહાદુર મહિલા યોદ્ધાએ ત્રણ વખત મુઘલ સેનાને હરાવી હતી અને તેના અંતિમ સમયમાં મુઘલો સમક્ષ ઘૂંટણિયે પડવાને બદલે તેણે પોતાના ખંજર વડે આત્મહત્યા કરી લીધી હતી. તેમના પરાક્રમી બલિદાનને કારણે લોકો તેમનો ખૂબ આદર કરે છે અને તેમની ગાથાના વખાણ કરે છે. આજે પણ લોકો તેમની બહાદુરીને સલામ કરે છે.