પીએમ જન ધન યોજનાના 10 વર્ષ પૂરા, 53 કરોડ ખાતામાં 2 લાખ કરોડ રૂપિયા થયા જમા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ જન ધન બેંક એકાઉન્ટ યોજનાના દસ વર્ષ પૂરા થવા પર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે તેમણે છેલ્લા દસ વર્ષમાં પીએમ જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓની સંખ્યા અને આ ખાતાઓમાં કુલ કેટલી રકમ છે તેની પણ માહિતી આપી હતી. તેમણે આ યોજનાને દેશના લોકો માટે સન્માનની વાત ગણાવી છે.

પીએમ જન ધન યોજનાના 10 વર્ષ પૂરા, 53 કરોડ ખાતામાં 2 લાખ કરોડ રૂપિયા થયા જમા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2024 | 1:50 PM

પ્રધાનમંત્રી જન ધન યોજના એટલે કે PMJDY ને આજે દસ વર્ષ પૂર્ણ થયા છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. આ યોજના હેઠળ અત્યાર સુધી કેટલાં ખાતાં ખોલવામાં આવ્યાં છે તેની પણ સોશિયલ મીડિયા પર દેશવાસીઓને જાણકારી આપતા વડાપ્રધાને કહ્યું કે, છેલ્લા એક દાયકામાં 53 કરોડથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમાં 2 લાખ, 31 હજાર કરોડ રૂપિયા જમા થયા છે.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે – આજે આપણે એક ખાસ પ્રસંગની ઉજવણી કરી રહ્યા છીએ – #10YearsOfJanDhan. તમામ લાભાર્થીઓને અભિનંદન અને આ યોજનાને સફળ બનાવવા માટે મહેનત કરનાર તમામને અભિનંદન.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

તેમણે લખ્યું- જન ધન યોજના નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. તે કરોડો લોકોને, ખાસ કરીને મહિલાઓ, યુવાનો અને સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગને સન્માન આપવા માટે સક્ષમ છે.

વિશ્વનું સૌથી મોટું નાણાકીય કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 28 ઓગસ્ટ 2014ના રોજ શરૂ કરી હતી. નાણા મંત્રાલયે માહિતી આપી છે કે, છેલ્લા દસ વર્ષથી આ યોજનામાં જોડાવા માટે દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે વિશ્વનો સૌથી મોટો નાણાકીય સમાવેશ કાર્યક્રમ બની ગયો છે. આમાં 2.3 કરોડ રૂપિયાની રકમ જમા કરવામાં આવી છે. આ એક એવું બેંક એકાઉન્ટ છે, જેમાં કોઈ જ પ્રકારના મિનિમમ બેલેન્સની જરૂર નથી.

પુરૂષો કરતાં મહિલાઓ આ યોજના સાથે વધુ જોડાયેલી છે

સરકારે કહ્યું છે કે 53 કરોડથી વધુ ખાતામાંથી 55.6 ટકા ખાતા મહિલાઓના છે. એટલે કે આ એકાઉન્ટમાં જોડાનારા લોકોની સંખ્યા પુરૂષો કરતાં મહિલાઓની વધુ છે. જ્યારે, શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોના ખાતાધારકોની સંખ્યા વધુ છે. 53 કરોડ લોકોમાંથી લગભગ 35 કરોડ લોકો ગામડાઓ અને નાના શહેરોના છે.

g clip-path="url(#clip0_868_265)">