બાબા સિદ્દીકીની સાથે જેને ગોળી વાગી હતી એ વ્યક્તિએ શું કહ્યું ?

|

Oct 15, 2024 | 11:22 AM

બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં માત્ર બાબા જ નહીં પરંતુ અન્ય એક વ્યક્તિ પણ ગોળીબારનો ભોગ બન્યો છે, જેનું નામ રાજ કનોજિયા છે. તેને પણ ગોળી વાગી હતી. 22 વર્ષના રાજને પગમાં ગોળી વાગી હતી. જેના પછી તરત જ ત્યાં હાજર લોકોએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. રાજના આગામી ફેબ્રુઆરીમાં લગ્ન છે. આવી સ્થિતિમાં તે પ્રશાસન પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યો છે.

બાબા સિદ્દીકીની સાથે જેને ગોળી વાગી હતી એ વ્યક્તિએ શું કહ્યું ?

Follow us on

બાબા સિદ્દીકીને શનિવારે રાત્રે બાંદ્રામાં ત્રણ હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી. જ્યારે એનસીપી નેતા બાબા સિદ્દીકીને ગોળી વાગી હતી ત્યારે રાજ કનોજિયા નામના 22 વર્ષના છોકરાને પણ ગોળી વાગી હતી, જો કે ગોળી રાજના પગમાં વાગી હતી, ત્યારબાદ રાજને પોલીસની મદદથી બાંદ્રાની ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે અને ડોક્ટરોએ તેના પર સર્જરી કરી છે.

દરજી કામ કરતા રાજના કહેવા પ્રમાણે, દશેરાના કારણે તેને સાંજે 5 વાગ્યે કામકાજમાંથી રજા આપવામાં આવી હતી. તે માતાજીના દર્શન કરવા આવ્યો હતો અને તે જ્યુસ પી રહ્યો હતો, ત્યાં જ અચાનક ભાગદોડ મચી ગઈ. રાજને લાગ્યું કે તેના પગમાં કંઈક થયું છે અને તેણે જોયું તો તેના પગમાંથી લોહી નીકળી રહ્યું હતું. પહેલા રાજને લાગ્યું કે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે. ત્યાં કેટલાક લોકો હાજર હતા અને તેઓ રાજને મંદિરની અંદર લઈ ગયા, ત્યારે જાણવા મળ્યું કે તેને ગોળી વાગી હતી. રાજ ફેબ્રુઆરીમાં લગ્ન કરવા જઈ રહ્યો છે.

બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરું

બાબા સિદ્દીકીની હત્યાના મામલામાં એક પછી એક ખુલાસો થઈ રહ્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ મહારાષ્ટ્રના પુણેમાં બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું, જેના માટે તેમને બાબા સિદ્દીકીનો ફોટો પણ બતાવવામાં આવ્યો હતો. બાબા સિદ્દીકીની હત્યાના કાવતરાના માસ્ટરમાઇન્ડ પુણેના પ્રવીણ લોનકર અને તેનો ભાઈ શુભમ લોનકર છે. હત્યા કેસની તપાસ દરમિયાન પોલીસ દ્વારા આ ખુલાસો થયો હતો.

આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી
ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ
મનુ ભાકર-ડી ગુકેશને ખેલ રત્ન એવોર્ડ જીતવા પર કેટલા રૂપિયા મળશે?
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Useful Almond peels : પલાળેલી બદામની છાલને ફેંકી દેતા હોવ તો પહેલા જાણી લો તેનો સાચો ઉપયોગ
કઈ એક ભૂલને કારણે રિસાઈ જાય છે દેવી લક્ષ્મી, જાણો પ્રેમાનંદ મહારાજ પાસેથી

ઝીશાન પણ નિશાને હતો

બાબાની સાથે તેનો પુત્ર ઝિશાન સિદ્દીકી પણ આરોપીઓના નિશાના પર હતો. તેઓને ઝિશાન અને બાબા સિદ્દીકીને મારી નાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હુમલાખોરોને બંનેને મારવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ વાતનો ખુલાસો આરોપીઓએ જ પૂછપરછ દરમિયાન કર્યો હતો. જોકે, બાબા સિદ્દીકીને ગોળી વાગી ત્યારે ઝિશાન તેની ઓફિસમાં કોલ એટેન્ડ કરવા માટે રોકાયો હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો.

Next Article