Health Tips : ઑયલ પુલિંગ શું છે ? શરીર માટે કેવી રીતે છે ફાયદાકારક
ઘણા સ્ટાર્સ તેમના રૂટિનમાં ઑયલ પુલિંગને અનુસરે છે. આ એક જૂની આયુર્વેદિક પ્રક્રિયા છે જેમાં વિવિધ તેલનો એકસાથે ઉપયોગ થાય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
Health Tips : આપણી ખરાબ જીવનશૈલી આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. તેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ પણ ઉભી થાય છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે, આપણે વિવિધ પ્રકારની દવાઓનું સેવન કરીએ છીએ, જેની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. તેમનું સતત સેવન કરવાથી આડઅસર થઈ શકે છે. આ આડઅસરોથી બચવા માટે તમે કુદરતી અને હર્બલ પદ્ધતિઓ અપનાવી શકો છો. આવી જ એક પદ્ધતિ ઑયલ પુલિંગ (Oil Pulling) છે.
આજકાલ આપણી જીવનશૈલીમાં ઑયલ પુલિંગ (Oil Pulling) અપનાવવામાં આવી રહ્યું છે. આ એક આયુર્વેદિક પદ્ધતિ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ચાલો જાણીએ કે, ઑયલ પુલિંગ શું છે અને શરીરની સમસ્યાઓ દૂર કરવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.
ઑયલ પુલિંગ એ એક આયુર્વેદિક પદ્ધતિ છે જેમાં શરીરની સમસ્યાઓ દૂર કરવા માટે વિવિધ પ્રકારના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તલનું તેલ, સૂર્યમુખી તેલ અને નાળિયેર તેલનો ઉપયોગ આમાં થાય છે. આ બધા તેલ મિક્ષ કરી અને કોગળા કરવામાં આવે છે અને બાદમાં બ્રશ કરવામાં આવે છે.
આ માટે તમારે સવારે નાસ્તાના 20 થી 25 મિનિટ પહેલા કરવું પડશે. આ માટે આસન પર બેસો અને પછી મોંમાં એક મોટી ચમચી નાંખી અને તેને લગભગ 5 થી 7 મિનિટ સુધી ફેરવો. આ દરમિયાન ધ્યાનમાં રાખો કે મોઢામાં ગળી ન જાવ. થોડા સમય માટે મોઢામાં તેલ હલાવો અને પછી તેને ધોઈ નાખો. તે બ્રશ પછી કરો.
ઑયલ પુલિંગના ફાયદા
ઑયલ પુલિંગ (Oil Pulling)નો શ્રેષ્ઠ સમય સવારનો ગણવામાં આવે છે. આયુર્વેદમાં પણ સવારે ખાલી પેટ ઑયલ પુલિંગનો યોગ્ય સમય જણાવવામાં આવ્યો છે. આ ઉપાય કરવાથી મોઢામાં રહેલા બેક્ટેરિયા અને જંતુઓ સારી રીતે સાફ થઈ જાય છે. જો તેનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો તે મોઢાની દુર્ગંધ, પોલાણની સમસ્યા, સોજા, દાંતનો દુખાવો, માથાનો દુખાવો અને ત્વચાને મોઈશ્ચરાઈઝ (Moisturize) કરવામાં મદદ કરે છે.
ઑયલ પુલિંગ વખતે આ સાવચેતી રાખો
ઑયલ પુલિંગ (Oil Pulling) વખતે ભૂલથી પણ તેલ ગળી ન જવું, કારણ કે તેમાં ઘણાં બેક્ટેરિયા હોય છે જે શરીરને નુકસાન પહોંચાડી શકે છે. હંમેશા શુદ્ધ તેલનો ઉપયોગ કરો. બાળકોને ભૂલીને પણ ઑયલ પુલિંગ ન કરાવો. જો તમને કોઈ પણ પ્રકારના તેલથી એલર્જી હોય તો ડોક્ટર (Doctor)ની સલાહ લીધા વગર કંઈ ન કરો.
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)
આ પણ વાંચો : Raksha Bandhan 2021 : રક્ષાબંધન સ્પેશિયલ ઘરે બનાવો શક્કરપારા