GK Quiz : ભારતનું સૌથી મોટું શહેર અને રાજ્ય વિશે જાણો
આજે અમે તમને જનરલ નોલેજના એવા પ્રશ્નો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને ખૂબ જ ઉપયોગી થશે. આમાં એવા કેટલાક પ્રશ્નો છે જે તમે કદાચ પહેલીવાર સાંભળ્યા હશે. જે તમને દરેક જગ્યાએ ઉપયોગી થશે.
GK Quiz : અભ્યાસની વાત આવે અને જનરલ નોલેજનો (General Knowledge) ઉલ્લેખ ન હોય તે લગભગ અશક્ય છે. કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરવામાં આવે છે ત્યારે તેમાં જનરલ નોલેજના પ્રશ્નો હોય છે. આજે અમે તમને જનરલ નોલેજના એવા પ્રશ્નો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને ખૂબ જ ઉપયોગી થશે. આમાં એવા કેટલાક પ્રશ્નો છે જે તમે કદાચ પહેલીવાર સાંભળ્યા હશે. જે તમને દરેક જગ્યાએ ઉપયોગી થશે.
આ પણ વાંચો : GK Quiz : ભારતનું એવું કયું રાજ્ય છે જે ક્યારેય અંગ્રેજોનું ગુલામ રહ્યું નથી ? જાણો આવા જ વધુ સવાલોના જવાબ
- ભારત નામની ઉત્પત્તિ પ્રાચીનકાળના કયા ભવ્ય રાજા સાથે સંબંધિત છે? ભરત ચક્રવર્તી
- ભારતનું સૌથી મોટું શહેર કયું છે? મુંબઈ
- ભારતમાં કેટલા રાજ્યો છે? 28
- ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ગંગા
- ભારતની સૌથી પહોળી નદી કઈ છે? બ્રહ્મપુત્રા
- ભારતનો સૌથી ઊંચો ટાવર કયો છે? કુતુબ મિનાર
- ભારતનો સૌથી લાંબો ડેમ કયો છે? હીરાકુંડ ડેમ
- ભારતમાં સૌથી લાંબી ટનલ કઈ છે? ચેનાની – નૈશારી ટનલ
- ભારતની સૌથી ઊંચી પ્રતિમા કઈ છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી
- ભારતમાં પ્રથમ મહિલા યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? 1916
- ભારતની પ્રથમ મહિલા યુનિવર્સિટી કઇ છે? SNDT મહિલા યુનિવર્સિટી
- ભારતની પ્રથમ મહિલા યુનિવર્સિટી ક્યાં સ્થપાઈ હતી? મુંબઈ
- એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? કમલજીત સંધુ
- માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? બચેન્દ્રી પાલ
- ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? રાજસ્થાન
વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે અને વસ્તીની દ્રષ્ટિએ તે વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. ભારતમાં 8 કેન્દ્રશાસિત પ્રદેશો અને 28 રાજ્યો છે. નવી દિલ્હી ભારતની રાજધાની છે. વિસ્તારની દ્રષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે. જયપુર એ “પિંક સિટી” તરીકે પણ ઓળખાય છે, જે રાજસ્થાનની રાજધાની છે.
રાજસ્થાનનો વિસ્તાર 342,239 km² છે, જે ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના 10.4% છે. અગાઉ મધ્યપ્રદેશ ભારતનું સૌથી મોટું રાજ્ય હતું. 1 નવેમ્બર 2000ના રોજ છત્તીસગઢ મધ્યપ્રદેશમાંથી અલગ થઈ ગયું અને છત્તીસગઢ અલગ રાજ્ય બન્યું. ત્યારથી રાજસ્થાન વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય માનવામાં આવે છે.