ભારતીય નૌકાદળના એ બળવાની કહાની, જેના પછી અંગ્રેજોને છોડવું પડ્યું ભારત
દેશમાં ઘણા એવા આંદોલનો કે બળવા થયા છે, જેમના યોગદાનનો ઉલ્લેખ માત્ર પાઠ્યપુસ્તકોમાં જ જોવા મળે છે. આવો જ એક ભારતીય નૌકાદળના બળવો છે, જેને ભૂલાવી દેવામાં આવ્યો છે કે પછી આપણે ભૂલી ગયા છીએ. ત્યારે આ લેખમાં ભારતીય નૌકાદળના આ બળવા વિશે જાણીશું કે જેના પછી અંગ્રેજોને ભારત છોડવું પડ્યું હતું.

ભારતમાં આઝાદી માટે ઘણા સંઘર્ષો થયા છે. જેમાં મોટા નેતાઓ દ્વારા કરવામાં આવેલા આંદોલનો વિશે તો આપણે બધા જાણીએ જ છીએ, પરંતુ ઘણા એવા નાયકો છે, જેમના યોગદાનનો ઉલ્લેખ માત્ર પાઠ્યપુસ્તકોમાં જ જોવા મળે છે. રોયલ ઈન્ડિયન નેવી (RIN) બળવો, જેને ભારતીય નૌકાદળના બળવા તરીકે ઓળખવામાં આવે છે. આ એવો બળવો છે, જેને ભૂલાવી દેવામાં આવ્યો છે કે પછી આપણે ભૂલી ગયા છીએ. ત્યારે આ લેખમાં 1946ના ભારતીય નૌકાદળના બળવા વિશે જાણીશું કે જેના પછી અંગ્રેજોને ભારત છોડવું પડ્યું હતું. બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઈ 1857માં સિપાહીઓના બળવાથી શરૂ થઈ હતી. રસપ્રદ વાત એ છે કે આઝાદીનો છેલ્લો બળવો પણ લશ્કરી બળવો હતો. આ 1946નો નૌકાદળનો બળવો છે, જે ઈતિહાસમાં ‘રોયલ ઈન્ડિયન નેવી મ્યુટિની’ના નામથી ઓળખાય છે. 78 વર્ષ પહેલા 18 ફેબ્રુઆરીના રોજ બ્રિટિશ રોયલ ઈન્ડિયન...