પંજાબના એ મહારાજા, જેમને હિટલરે ભેટમાં આપી હતી 12 એન્જિનવાળી કાર

પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહ પાસે રોલ્સ રોયસ કારનો મોટો કાફલો હતો, પરંતુ તેમની પાસે એવી કાર હતી જે અન્ય કોઈ રાજા પાસે નહોતી. આ તે સમયની ફેમસ મર્સિડીઝ મેબેક કાર હતી, જે તેમને જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલરે પોતે ભેટમાં આપી હતી.

પંજાબના એ મહારાજા, જેમને હિટલરે ભેટમાં આપી હતી 12 એન્જિનવાળી કાર
Maharaja Bhupinder Singh
Follow Us:
| Updated on: Sep 21, 2024 | 3:53 PM

ભારતના રાજા-મહારાજાઓ મોંઘી કારના ખૂબ દિવાના હતા. તે સમયે ભારતમાં જે પણ કાર આવતી તે વિદેશથી જ આવતી હતી. તે દિવસોમાં ભારતીય રાજાઓ અને મહારાજાઓની સૌથી પ્રિય કાર રોલ્સ રોયસ હતી. પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહ પાસે રોલ્સ રોયસ કારનો મોટો કાફલો હતો, પરંતુ તેમની પાસે એવી કાર હતી જે અન્ય કોઈ રાજા પાસે નહોતી. આ તે સમયની ફેમસ મેબેક કાર હતી, જે તેમને જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલરે પોતે ભેટમાં આપી હતી.

પટિયાલા રાજ્યની સ્થાપના બાબા આલા સિંહ દ્વારા 1763માં મુઘલ સત્તાના પતન પછી કરવામાં આવી હતી. 1857ના વિદ્રોહ દરમિયાન અંગ્રેજોને આપેલા સમર્થનને કારણે આ રજવાડાના રાજા અંગ્રેજોના પ્રિય બની ગયા. પંજાબના ફળદ્રુપ મેદાનોમાંથી મળેલી જંગી આવકે પટિયાલાને ભારતના સૌથી ધનિક અને શક્તિશાળી રાજ્યોમાંનું એક બનાવ્યું. પટિયાલાના શાસકોએ અફઘાનિસ્તાન, ચીન અને મધ્ય પૂર્વના ઘણા યુદ્ધોમાં બ્રિટિશ દળોને ટેકો આપીને તેમની સાથે નિકટતા મેળવી હતી.

પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહ

ભૂપિન્દર સિંહનો જન્મ 12 ઓક્ટોબર 1891ના રોજ મોતી બાગ પેલેસ, પટિયાલામાં થયો હતો. ભૂપિન્દર સિંહનો જન્મ જાટ શીખ ફુલ્કિયન વંશમાં થયો હતો. તેમણે લાહોરની એચિસન કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. ભૂપિન્દર સિંહ 9 નવેમ્બર 1900ના રોજ તેમના પિતા મહારાજા રાજીન્દર સિંહના મૃત્યુ પછી 9 વર્ષની ઉંમરે પટિયાલા રાજ્યના મહારાજા બન્યા હતા. બ્રિટિશ ભારતમાં પટિયાલા રજવાડાના મહારાજા તરીકે સિંહનું શાસન 1900 થી 1938 સુધી ચાલ્યું હતું. તેમના શાસનકાળ દરમિયાન સિંહ તેમના અપવાદવાદ, રમતગમતમાં યોગદાન અને બ્રિટિશ રાજના સાથી તરીકે જાણીતા હતા.

Jyotish Shastra : વર્ષની છેલ્લી પૂર્ણિમા પર આ 4 રાશિના લોકો થશે ધનવાન!
રેખા પાછળ લટ્ટુ થઈને ફરતા હતા આ સ્ટાર્સ, લિસ્ટ જોઈ ચોંકી જશો
અંબાણી પરિવારની Radhika Merchant નું આ લિસ્ટમાં આવ્યું નામ
ભારતના 100 રૂપિયા થાઈલેન્ડમાં કેટલા થઈ જાય ?
વિશ્વમાં ગુજરાતનું આ પ્રથમ શહેર જ્યાં માંસાહારી ખાવા અને વેચવા પર છે પ્રતિબંધ
શાહરૂખ ખાન અને જુહીની 7 સુપરહિટ ફિલ્મો, 5મી ફિલ્મ તો કમાલ

કારથી લઈને જ્વેલરીનો ક્રેઝ

પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહ મહાન વ્યક્તિત્વ ધરાવતા હતા અને પ્રતિષ્ઠા પણ ઘણી હતી. દારૂ, સ્ત્રીઓ, જ્વેલરી, સ્પોર્ટ્સ કાર દરેક વસ્તુ પ્રત્યે તેમનો લગાવ અદ્ભુત હતો. તેમની પાસે 27 થી વધુ રોલ્સ રોયસ અને અસંખ્ય જ્વેલરી હતી. જેમાં પેરિસના કાર્ટિયર દ્વારા બનાવવામાં આવેલ પ્રખ્યાત ‘પટિયાલા નેકલેસ’નો સમાવેશ થાય છે. ભૂપિન્દર સિંહ રાજકીય રીતે પણ ખૂબ પ્રભાવશાળી હતા. ચેમ્બર ઓફ પ્રિન્સેસના મહત્વના સભ્ય પણ હતા.

BCCIની સ્થાપના કરનાર રાજાઓમાંના એક હતા

ભૂપિન્દર સિંહ એક ખેલાડી પણ હતા. તે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હતા. તેમણે 1911માં ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો અને 1915 અને 1937 વચ્ચે 27 ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ મેચ રમી હતી. 1926/27 સીઝન માટે તેઓ મેરીલેબોન ક્રિકેટ ક્લબના સભ્ય તરીકે રમ્યા હતા. 1932માં ઈંગ્લેન્ડના તેમના પ્રથમ ટેસ્ટ પ્રવાસ પર ભારતના સુકાની તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ તબિયત ખરાબ હોવાના કારણે તેઓ જઈ શક્યા નહોતા તેથી પોરબંદરના મહારાજા નટવરસિંહજી ભાવસિંહજીએ જવાબદારી સંભાળી હતી.

તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સ્થાપક પણ હતા, જે ભારતમાં ક્રિકેટ માટેની નિયમનકારી સંસ્થા છે અને તેમના ક્રિકેટર મિત્ર નવાનગરના મહારાજા રણજીતસિંહજીના માનમાં રણજી ટ્રોફીની સ્થાપના કરી હતી.

Maharaja Bhupinder Singh

રાજકીય રીતે પણ પ્રભાવશાળી

ભૂપિન્દર સિંહ રાજકીય રીતે પણ ખૂબ પ્રભાવશાળી હતા. ચેમ્બર ઓફ પ્રિન્સેસના મહત્વના સભ્ય તરીકે તેમણે ભારતમાં તેમજ યુરોપમાં ખૂબ પ્રભાવ પાડ્યો હતો. તેઓ ઈંગ્લેન્ડ, સ્પેન, સ્વીડન, નોર્વે અને અન્ય ઘણા દેશોના રાજાઓના અંગત મિત્ર હતા.

હિટલરે કાર કેમ ગિફ્ટ કરી ?

એડોલ્ફ હિટલરે તેમને 1935માં મેબેક કાર ભેટમાં આપી હતી. ત્યારે મહારાજા જર્મનીની મુલાકાતે હતા. હિટલરે માત્ર બે શાસકો, ઇજિપ્તના રાજા ફારૂક અને નેપાળના જોધા શમશેર રાણાને કાર ભેટમાં આપી હતી. એવું માનવામાં આવે છે કે હિટલર માનતો હતો કે જો જર્મની અને બ્રિટિશ સામ્રાજ્ય વચ્ચે યુદ્ધ થશે તો પટિયાલાના મહારાજા તટસ્થ રહેશે.

આ ભેટની કહાની તેમના પૌત્ર રાજા માલવિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહના નાના ભાઈ શારદા દ્વિવેદીના પુસ્તક ધ ઓટોમોબાઈલ્સ ઓફ ધ મહારાજામાં કહી હતી. તેમણે કહ્યું હતું કે, મારા દાદા મહારાજા ભૂપિન્દર સિંહ 1935માં જર્મની ગયા હતા. ત્યારે તેમણે એડોલ્ફ હિટલરને મળવાનું કહ્યું. ત્યારે તેણે ઘણી હિચકિચાટ બાદ માત્ર 10 થી 15 મિનિટનો સમય આપ્યો હતો. પરંતુ જ્યારે તેઓ તેમને મળ્યા અને વાત કરવાનું શરૂ કર્યું તો, 15 મિનિટના બદલે 60 મિનિટ આ મુલાકાત ચાલી. પછી હિટલરે તેમને જમવા માટે રોક્યા અને ફરી મળવા આવવાનું કહ્યું. બીજી વખત જ્યારે રાજા મળવા ગયા તો, હિટલરે તેમને લિગ્નોઝ, વોલ્થર અને લુગર પિસ્તોલ જેવા જર્મન શસ્ત્રો અને એક લક્ઝુરિયસ મેબેક કાર ભેટમાં આપી.

મેબેકે આવી માત્ર 6 કાર જ બનાવી હતી

આ પ્રકારની માત્ર છ મેબેક કાર બનાવવામાં આવી હતી. આ એક ખૂબ જ શક્તિશાળી કાર હતી, જેમાં 12 ઝેપેલિન એન્જિન હતા, જેના કારણે બોનેટનું કદ ખૂબ મોટું થઈ ગયું હતું. આ મરૂન રંગની કાર હતી. ડ્રાઇવરની બાજુમાં એક વ્યક્તિ અને પાછળ ત્રણ લોકો બેસી શકે એવી આ કાર હતી.

ભારત લાવ્યા બાદ રાજાએ આ કારને ક્યાં રાખી હતી ?

આ અસાધારણ કાર ભારત મોકલવામાં આવી હતી. તેને પટિયાલાના મોતી બાગ પેલેસના ગેરેજમાં મહારાજાની 27 રોલ્સ રોયસ સહિત અન્ય ઘણા વાહનોની વચ્ચે રાખવામાં આવી હતી. જ્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે મહારાજાએ મહેલની અંદર મેબેક કાર સંતાડી દીધી હતી. તેનો ક્યારેય ઉપયોગ કર્યો નહોતો. મહારાજાને ડર હતો કે અંગ્રેજોને તેનો ઉપયોગ ગમશે નહીં. કારણ કે તે સમયે હિટલર બ્રિટન સહિતના મિત્ર દેશોનો દુશ્મન હતો અને તેની સામે યુદ્ધ ચાલી રહ્યું હતું.

આ કારનો નંબર શું હતો ?

મહારાજા ભૂપિન્દર સિંહના મૃત્યુ પછી તેમના પુત્ર મહારાજા યાદવિન્દ્ર સિંહે તેમની જગ્યા લીધી. જ્યારે 1947માં ભારત આઝાદ થયું. જ્યારે ભારતમાં રજવાડાઓનું વિલીનીકરણ કરવામાં આવ્યું ત્યારે પટિયાલાને અન્ય રાજ્યો સાથે મળીને પટિયાલા અને પૂર્વ પંજાબ રાજ્ય સંઘની રચના કરવામાં આવી. આ તે સમય હતો જ્યારે પંજાબમાં પહેલીવાર એક કારનું રજીસ્ટ્રેશન થયું હતું, જેની નંબર પ્લેટ ‘7’ હતી.

મહારાજાએ આ કારનું શું કર્યું ?

અન્ય શાહી પરિવારોની જેમ પટિયાલા રાજવી પરિવારે પણ નવા સમયને અનુરૂપ બનવા માટે તેમની ઘણી મિલકતો વેચી દીધી હતી. ઘણી વસ્તુઓ ભેટ તરીકે આપવામાં આવી હતી, જેમાં હિટલર આપેલી મેબેક કારનો પણ સમાવેશ થાય છે. રાજા ભૂપિન્દર સિંહે આ કારને તેમના એક સહયોગીને આપી હતી. જો કે, બાદમાં તેમણે પણ આ કાર વેચી દીધી હતી. હવે આ કાર અમેરિકામાં એક સંગ્રહકર્તા પાસે છે. હવે તેની કિંમત 50 લાખ ડોલરની આસપાસ એટલે કે 41.5 કરોડ રૂપિયા છે. ભૂપિન્દર સિંહ એવા પહેલા ભારતીય હતા જેમની પાસે પોતાનું ખાનગી વિમાન હતું, તેમણે પટિયાલામાં એરસ્ટ્રીપ બનાવી હતી.

ઈન્ડિયન ટેલિવિઝન એવોર્ડમાં TV9 ગુજરાતીએ જીત્યા 10 એવોર્ડ
ઈન્ડિયન ટેલિવિઝન એવોર્ડમાં TV9 ગુજરાતીએ જીત્યા 10 એવોર્ડ
રેકોર્ડબ્રેક સમાધાન અનેક કેસોનો નિકાલ, જુઓ Video
રેકોર્ડબ્રેક સમાધાન અનેક કેસોનો નિકાલ, જુઓ Video
Gandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, Video
Gandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, Video
ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ
ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ
ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી
BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી
વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ
વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ
17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ
17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી
g clip-path="url(#clip0_868_265)">