Knowledge: શું તમે જાણો છો, ઋષિ મુની કેમ ગુફાઓમાં તપસ્યા કરે છે?
આપણે ઘણી જગ્યાએ સાંભળ્યુ હશે કે ઋષિ મુની ગુફાઓમાં રહીને તપસ્યા કરતા હોય છે, પહેલાના સમયમાં મોટાભાગના ઋષિ મુની અલગ અલગ ગુફાઓમાં રહેતા હતા અને તપસ્યા કરતા હતા, ચાલો જાણીએ ઋષિ મુની કેમ ગુફાઓમાં તપસ્યા કરતા હતા.
આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે ઋષિ મુની ગુફાઓમાં રહીને તપસ્યા કરતા હોય છે, પહેલાના સમયમાં મોટાભાગના ઋષિ મુની અલગ અલગ ગુફાઓમાં રહેતા હતા અને તપસ્યા કરતા હતા, ચાલો જાણીએ ઋષિ મુની કેમ ગુફાઓમાં તપસ્યા કરતા હતા.
આ પણ વાચો: Knowledge : આ 25 લોકોએ નથી ભરવો પડતો ટોલ ટેક્સ, જાણો શું છે કારણ ?
આપણે ઘણી જગ્યાએ વાંચ્યુ હશે અને ફોટાઓમાં પણ જોયુ હશે કે આપણા ઋષિ મુનીઓ ગુફાઓમાં તપસ્યા કરે છે પણ તમને એ સવાલ ઉભો થાય ને કે તપસ્યા ઘરમાં કે મંદિરમાં કેમ ન કરી શકાય તો ગુફાઓમાં શું વિશેષ હતું, સનાતન ધર્મમાં બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તી માટે પહેલો માર્ગ ઈન્દ્રીયોને વશમાં કરવાનો હોય છે અને ગુફા એક એવી જગ્યા હોય છે, જ્યા બહારની દૂનિયાનો પ્રભાવ ન બરાબર હોય છે, જેના કારણે ઋષિ મુની એક એક કરી પોતાની દરેક ઈન્દ્રીયોને વશમાં કરી શકતા હતા.
ગુફામાં બહારના તાપમાનની અસર ન બરાબર હતી
જ્યારે ગુફામાં જોવા માટે જ કાંઈ નથી તો પછી આખો ખુલી રાખીને શું કામ એટલા માટે ઋષિ મુની પોતાની આખોને બંધ કરી લેતા હતા અને સુંઘવા અને સાંભળવા માટે કંઈ હોતુ નથી એટલા માટે કાન અને નાકને પણ આસાનીથી વશમાં કરી શકાય છે અને ગુફામાં બહારના તાપમાનની અસર ન બરાબર હતી અને આખા વર્ષમાં એક જ તાપમાન હોવાના કારણે ઋષિ મુનીઓને અલગ અલગ કપડાની જરૂર પડતી નહોતી અને પોતાનું પુરૂ ધ્યાન તપસ્યામાં લગાવી શકતા હતા તો આ બધા જ કારણે કોઈ પણ ઋષિ મુની ભગવાનમાં પોતાનું મન લગાવવા માટે ગુફાઓમાં જતા રહેતા હતા.
લોકો હિમાલયમાં કેમ રહે છે
હિમાલયના પ્રદેશોમાં પ્રકૃતિની સેંકડો અજાયબીઓ જોવા મળશે. એક તરફ સુંદર અને અદ્ભુત સરોવરો છે અને બીજી બાજુ હજારો ફૂટ ઊંચા પર્વતો છે. હજારો કિલોમીટરમાં ફેલાયેલો હિમાલય ચમત્કારોની ખાણ છે. એવું કહેવાય છે કે હિમાલયના મેદાનોમાં રહેતા લોકો ક્યારેય અસ્થમા, ક્ષય રોગ, સંધિવા, રક્તપિત્ત, ચામડીના રોગો, સંધિવા, હાડકાના રોગો અને આંખના રોગોથી પીડાતા નથી.
પ્રાચીન સમયમાં દેવતાઓ હિમાલયમાં જ રહેતા હતા. મુંડકોપનિષદ અનુસાર, સૂક્ષ્મ-શરીર આત્માઓનું મિલન છે. તેમનું કેન્દ્ર હિમાલયની ખીણોમાં ઉત્તરાખંડમાં આવેલું છે. આને દેવત્મા હિમાલય કહેવામાં આવે છે. પુરાણો અનુસાર પ્રાચીન સમયમાં વિવસ્તા નદીના કિનારે મનુષ્યની ઉત્પત્તિ થઈ હતી.
દુનિયાભરની ઔષધિઓનો ભંડાર
હનુમાનજીએ હિમાલયના એક વિસ્તારમાંથી સંજીવની પર્વતને ઉખેડી નાખ્યો હતો. હિમાલય એકમાત્ર એવો પ્રદેશ છે, જ્યાં દુનિયાભરની ઔષધિઓનો ભંડાર છે. હિમાલયની જંગલ સંપત્તિ અજોડ છે. હિમાલયમાં લાખો ઔષધિઓ છે, જે વ્યક્તિના તમામ પ્રકારના રોગોનો ઈલાજ તો કરી શકે છે, પરંતુ તેનું આયુષ્ય બમણું પણ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે કસ્તુરી હરણ અને યતિનું રહેઠાણ હિમાલયમાં જ છે.