Ahmedabad : ચાંદખેડામાં XUV કાર પૂર ઝડપે AMTS બસમાં ઘુસી ગઇ, એકનું મોત, જુઓ ગમખ્વાર અકસ્માતના CCTV

|

Mar 28, 2025 | 12:38 PM

અમદાવાદમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ચાંદખેડામાં AMTS બસ અને XUV કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતી XUV કાર ધડાકાભેર બસની પાછળ ઘુસી જતા ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

Ahmedabad : ચાંદખેડામાં XUV કાર પૂર ઝડપે AMTS બસમાં ઘુસી ગઇ, એકનું મોત, જુઓ ગમખ્વાર અકસ્માતના CCTV
Ahmedabad

Follow us on

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ચાંદખેડામાં AMTS બસ અને XUV કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતી XUV કાર ધડાકાભેર બસની પાછળ ઘુસી જતા ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જો કે આ ગમખ્વાર અકસ્માતના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે.

કાર ચાલકની બેદરકારીથી અકસ્માત થયો છે. XUV કારમાંથી દારૂની બે બોટલ પણ મળી આવી છે. જેના પગલે અનેક સવાલો ઉભા થાય છે. જેમાંથી સૌથી મોટો સવાલ થાય કે શું નશામાં ધૂત હતો કાર ચાલક ? મળતી માહિતી અનુસાર પહેલા એક બાઈકને પણ કાર ચાલકે ટક્કર મારી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

XUV car rams into AMTS bus near Chandkheda; 2 injured | Ahmedabad | Gujarat | TV9Gujarati

આજનું રાશિફળ તારીખ : 03-04-2025
સારા તેંડુલકરે મુંબઈની ટીમ ખરીદી
ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો

પૂરપાટ ઝડપે આવતી XUV કાર બસમાં ઘુસી

દુર્ઘટનામાં કાર ચાલકની બાજુની સીટ પર બેઠેલ વિકાસ શુક્લા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે કાર ચાલકનું નામ પ્રકાશકુમાર સિંઘ હોવાનું સામે આવ્યું છે. માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા કાર ચાલકને સારવાર માટે SMS હોસ્પિટલ ખસેડાયો છે. જે હાલ વેન્ટીલેટર પર છે.

કારમાંથી મળી દારૂની બે બોટલ !

અમદાવાદના ચાંદખેડામાં આજે સવારે સાડા સાત કલાકની આસપાસ AMTS બસ અને XUV કાર વચ્ચે ભયાવહ અકસ્માત સર્જાયો કે જેના દ્રશ્યો CCTVમાં કેદ થઈ ગયા છે. AMTSની રૂટ નંબર 401ની બસ “બસ સ્ટેન્ડ” પાસે આવીને ઊભી રહી હતી. મુસાફરો તેમાં ચઢી રહ્યા હતા. તે જ સમયે પૂરપાટ સ્પીડમાં આવેલી એક XUV કાર ધડાકાભેર બસ પાછળ ઘુસી ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે બસ પણ 10 ફૂટ આગળ સુધી ધકેલાઈ ગઈ.

XUV કારમાંથી બે દારૂની બોટલ મળી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે શું કાર ચાલક નશામાં ધૂત હતો ? બસ સાથે અકસ્માત સર્જાયો તે પહેલાં બેફામ કાર ચાલકે એક બાઈકને પણ ટક્કર મારી હતી. જેના દ્રશ્યો પણ CCTVમાં કેદ થયા છે. ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો