જર્મનીમાં રહેતું એક ગુજરાતી કપલ જર્મન સરકારની (German Government) કસ્ટડીમાં રહેલી પોતાની દોઢ વર્ષની દીકરીનો કબજો મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. ગુજરાતી શાહ દંપત્તિ પોતાની બાળકીની કસ્ટડી લેવા માટે મથી રહ્યો છે.
Ad
Follow us on
જર્મનીમાં પોતાની બાળકી પરત મેળવવા માટે વલખાં મારી રહેલા ગુજરાતી પરિવાર માટે આશાનું કિરણ જાગ્યું છે. વિદેશપ્રધાન એસ.જયશંકરે જર્મન વિદેશપ્રધાન સમક્ષ બાળકીનો મુદ્દો ઉઠાવ્યો છે.. જર્મનીના વિદેશપ્રધાન એનાલેના બેર્બોક બે દિવસના ભારત પ્રવાસે આવેલા છે. ગઈકાલે એસ.જયશંકર અને એનાલેના બેર્બોક વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં એસ.જયશંકરે બે વર્ષથી જર્મન અધિકારીઓ પાસે રહેતી ગુજરાતી બાળકી અરિહા મુદ્દે ચર્ચા કરી હતી. અરિહા જર્મનીમાં રહેતા ગુજરાતી કપલ ભાવેશ અને ધારા શાહની દીકરી છે. તેમને બે વર્ષથી દીકરીને મળવાની મંજુરી નથી મળી રહી. અરિહા જર્મન પ્રોટેક્શન ઓથોરિટી પાસે છે. અનેક રજૂઆતો છતાં દીકરી ન મળતાં ભાવેશ અને ધારા ભારત આવ્યા અને વિદેશ મંત્રાલય સમક્ષ બાળકીને પરત મેળવવા રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં લઈ ભારતના વિદેશપ્રધાને જર્મનીના વિદેશપ્રધાનને આ બાબતે જલ્દી ન્યાય કરવા રજૂઆત કરી છે.
જર્મનીમાં રહેતું એક ગુજરાતી કપલ જર્મન સરકારની કસ્ટડીમાં રહેલી પોતાની દોઢ વર્ષની દીકરીનો કબજો મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. ગુજરાતી શાહ દંપત્તિ પોતાની બાળકીની કસ્ટડી લેવા માટે મથી રહ્યો છે..દોઢ વર્ષની અરિહાને જર્મન સરકારે મહિનાઓથી ફોસ્ટર હોમમાં મોકલી દીધી છે. ત્યારથી આ શાહ દંપતી વિદેશની ધરતી પર પોતાની બાળકીને પરત લાવવા માટે છેલ્લા 12 મહિનાથી લડત લડી રહ્યું છે.
એક વર્ષથી બાળકીને મળવા મા-બાપનો સંઘર્ષ
મહત્વનું છે કે, ભાવેશ અને ધારા શાહ વર્ષ 2018માં જર્મનીના બર્લિનમાં સ્થાયી થયા હતા. 2021માં ઘરે દીકરીનો જન્મ થયો. એક દિવસ 7 મહિનાની અરીહાને ઈજા પહોંચી તો શાહ પરિવાર તબીબ પાસે દોડી ગયો. તબીબે કહ્યું ચિંતાની કોઈ વાત નથી પણ બે દિવસ બાદ ફેર તપાસ માટે આવશો. બે દિવસ બાદ જ્યારે શાહ દંપત્તી માસૂમને લઈને પહોંચ્યું ત્યારે જર્મન અધિકારીઓએ બાળકીનો કબ્જો લઈ પરિવાર પર જાતીય શોષણનો આરોપ લગાવી દીધો હતો.
આરોપ તો રદ થયા પણ કાયદાની આંટીઘૂંટીમાં સમગ્ર મામલો ફસાયો..પરિવારે અનેક જગ્યાએ રજૂઆતો કરી. જર્મન સરકારના ધારા-ધોરણમાંથી પસાર પણ થઈ રહ્યા છે..પણ કાયદાકીય પ્રક્રિયા લાંબી હોવાથી છેલ્લા 12 મહિનાથી પરિવારનું માસૂમ અરીહા સાથે મિલન થઈ શક્યું નથી. શાહ દંપત્તીએ ભારતીય વિદેશ મંત્રાલય સુધી રજૂઆત કરી છે અને એક જ માગ કરી રહ્યો છે કે ફોસ્ટર હોમમાથી બાળકનો કબ્જો લઈ ભારતમાં રહેતા પરિવારને સોંપવામાં આવે. જેથી કરીને બાળકીનું ઘડતર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે થઈ શકે.