વિઝા બેકલોગ મુદ્દે એસ જયશંકરે કહ્યું ‘ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા પરત ફરી શકશે ભારતીય વિદ્યાર્થીઓ’

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Nancy Nayak

Updated on: Oct 12, 2022 | 6:35 PM

બે દિવસીય ઓસ્ટ્રેલિયાના (Australia) પ્રવાસ પર ગયેલા વિદેશ મંત્રીએ ભારતીય સમુદાયને સંબોધિત કરતા આ જાણકારી આપી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) કહ્યું કે તેમને આ મુદ્દાઓ અલગ અલગ મંત્રીઓ સાથે ઉઠાવ્યા છે.

વિઝા બેકલોગ મુદ્દે એસ જયશંકરે કહ્યું 'ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા પરત ફરી શકશે ભારતીય વિદ્યાર્થીઓ'
Indian Students US Visa

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar) ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ દરમિયાન તેમને ઓસ્ટ્રેલિયન ઓથોરિટી સાથે વિઝા બેકલોગ, ખાસ કરીને સ્ટુડન્ટ વિઝાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોરોના મહામારીને કારણે ઓસ્ટ્રેલિયા ભણવા ગયેલા વિદ્યાર્થીઓને ઘરે પરત ફરવું પડ્યું હતું અને ત્યારથી તેઓ તેમના આગળના અભ્યાસ માટે પરત જઈ શક્યા નથી. ઓસ્ટ્રેલિયાએ (Australia) કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં આ સમસ્યાનો ઉકેલ આવી જશે. ઓસ્ટ્રેલિયાના બે દિવસીય પ્રવાસ પર ગયેલા વિદેશ મંત્રીએ ભારતીય સમુદાયને સંબોધિત કરતા આ જાણકારી આપી હતી. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે તેમને આ મુદ્દાઓ અલગ અલગ મંત્રીઓ સાથે ઉઠાવ્યા છે.

તેમને કહ્યું કે “અમારા મુદ્દાઓ સમાન છે, જેમાં વિદ્યાર્થીઓ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.” વિદેશ મંત્રીએ કહ્યું કે તેમને ખાતરી કરવામાં આવી છે કે આ સમસ્યાઓમાં થોડો સુધારો થયો છે અને લગભગ 77,000 ભારતીય વિદ્યાર્થીઓ તેમના આગળના અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા પરત ફર્યા છે. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોઈ શકે છે અને ઓસ્ટ્રેલિયન ઓથોરિટીએ કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં આ સમસ્યાનો ઉકેલ આવી જશે.

ઓસ્ટ્રેલિયામાં 7 લાખ ભારતીય, એક લાખ વિદ્યાર્થીઓ

વિદેશ મંત્રીએ કહ્યું કે આ મામલો માત્ર વિદ્યાર્થીઓનો નથી, લોકો પરિવારને મળવા ઓસ્ટ્રેલિયા પણ જવા માંગે છે અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસને ફરીથી શરૂ કરવાના નિર્ણયની પણ પ્રશંસા કરી. ઓસ્ટ્રેલિયામાં ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે અને ભારતના સ્કિલ્ડ વર્કર્સ પણ વધી રહ્યા છે. રિપોર્ટ મુજબ ઓસ્ટ્રેલિયામાં સાત લાખ ભારતીયો રહે છે. ભારત, ઓસ્ટ્રેલિયા માટે સ્કિલ્ડ વર્કર્સનો સૌથી મોટો સ્ત્રોત છે. હાલમાં 1,05,000 ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહ્યા છે. 2020માં બ્રિટન પછી ભારત ઓસ્ટ્રેલિયામાં માગ્રેટની દ્રષ્ટિએ બીજા સ્થાન પર છે.

ભારત જાપાન, બ્રિટન અને ફ્રાન્સ સાથે કરી રહ્યું છે કરાર

જયશંકરે કહ્યું કે બે મુદ્દાઓ – પાર્ટનરશિપ ઓન મોબિલિટી અને પરસ્પર માન્યતા ડિગ્રી અને મ્યુચ્યુઅલ રેકગ્નિશન ડિગ્રી એન્ડ ક્વોલિફિકેશન – દ્વિપક્ષીય સંબંધો માટે પરિવર્તનકારી સાબિત થશે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું “પાર્ટનરશિપ ઓન મોબિલિટી અર્થ એ છે કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય કૌશલ્યો અને પ્રતિભાઓની માંગ છે, તેમની પાસે કાનૂની માળખું હશે, એક સહમત મેથોડોલિટી હશે જેના દ્વારા તેઓ એક દેશમાંથી બીજા દેશમાં જાય છે,” તેમને કહ્યું, હવે ભારત જાપાન, બ્રિટેન અને ફ્રાન્સ જેવા ઘણા દેશો સાથે આવા કરાર કરી રહ્યું છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati