વડોદરા અને પાટણ જિલ્લાના બટાકા ઉત્પાદક ખેડૂતોનો 300 કરોડના સહાય પેકેજમાં સમાવેશ, આઈ ખેડૂત પોર્ટલ પર કરી શકશે ઓનલાઈન અરજી
વડોદરા જિલ્લાના ખેડૂતોએ CM ભૂપેન્દ્ર પટેલ, કૃષિ પ્રધાન અને નાણાં પ્રધાનને આ અંગે રજૂઆત કરી હતી. જે બાદ CM ભૂપેન્દ્ર પટેલે ત્વરિત નિર્ણય કરી ખેડૂતોને મોટી રાહત આપી છે. કમોસમી વરસાદને પગલે વડોદરા જિલ્લામાં બટાકા ઉત્પાદક ખેડૂતને 5 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે.
વડોદરા અને પાટણ જિલ્લાના બટાકા ઉત્પાદક ખેડૂતોનો 300 કરોડના સહાય પેકેજમાં સમાવેશ કરાયો છે. આ સહાય મેળવવા માટે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર ઑનલાઈન અરજી કરી શકાશે. વડોદરા જિલ્લાના ખેડૂતોએ CM ભૂપેન્દ્ર પટેલ, કૃષિ પ્રધાન અને નાણાં પ્રધાનને આ અંગે રજૂઆત કરી હતી. જે બાદ CM ભૂપેન્દ્ર પટેલે ત્વરિત નિર્ણય કરી ખેડૂતોને મોટી રાહત આપી છે. કમોસમી વરસાદને પગલે વડોદરા જિલ્લામાં બટાકા ઉત્પાદક ખેડૂતને 5 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે.
આ પણ વાંચો : Vadodara : ઇકો સેલે 1કરોડથી વધુની GST ચોરી કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી, બે આરોપી વોન્ટેડ
ડુંગળી- બટાકાની ખેતી કરતા ખેડૂતો માટે સહાય
આ અગાઉ ધૂળેટીના પર્વે રાજ્યમાં ડુંગળી- બટાકાની ખેતી કરતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા હતા. રાજ્ય સરકારે ડુંગળી-બટાકાના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી હતી. ડુંગળી-બટાકામાં ભાવના અભાવ વચ્ચે સરકારે સહાયની જાહેરાત કરી હતી. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે વિધાનસભામાં નિયમ 44 હેઠળ જાહેરાત કરતા, રાહતનો ટેકો આપ્યો હતો.
સરકારે કરેલા નિર્ણય પર નજર કરીએ તો ડુંગળીના ખેડૂતોને પ્રતિ 1 કિલોએ રૂ.2ની સહાયની જાહેરાત કરી હતી. એટલે કે પ્રતિ ગુણી ડુંગળી પર ખેડૂતોને રૂ.100ની સહાયનો લાભ મળશે. પ્રત્યેક ખેડૂત વધુમાં વધુ 500 ગુણની મર્યાદામાં વેચાણ કરી શકશે.
બટાકા ખેડૂતો માટે સરકારે કરેલી જાહેરાત પર નજર કરીએ તો બટાકાના ખેડૂતોને પ્રતિ 1 કિલો બટાકા પર રૂ.1ની સહાય સરકાર ચૂકવશે. બટાકાની ખરીદી માટે રાજ્ય સરકારે રૂ.200 કરોડની જોગવાઇ કરી હતી. AMPCમાં બટાકાના વેચાણ માટે પ્રતિ ગુણ દીઠ રૂ.50ની સહાય મળશે. ખેડૂતો 30 એપ્રિલ સુધી સરકારી સહાયનો લાભ મેળવી શકશે.
ડુંગળી-બટાકાના ખેડૂતો માટે સરકાર આપશે આ સહાય
- ડુંગળી-બટાકાનો ભાવ અને પાક નુકસાનીના સરવે અંગે મોટી જાહેરાત
- ડુંગળી બટાકા પક્વતા ખેડૂતોને રાજ્ય સરકારનો મોટો ટેકો
- ડુંગળીના ખેડૂતોને પ્રતિ 1 કિલો રૂ.2ની સહાયની જાહેરાત
- ડુંગળીની પ્રતિ ગુણે રાજ્ય સરકાર ચૂકવશે રૂ.50ની સહાય
- બટાકા પકવતા ખેડૂતોને પ્રતિ કિલો રૂ.1ની સહાયની જાહેરાત
- બટાકાની ખરીદી માટે સરકારે કરી રૂ. 200 કરોડની ફાળવણી
- માવઠાને પગલે થયેલા નુકસાનીના સરવે અંગે સરકારની મોટી જાહેરાત
- રાજ્ય સરકારે માવઠાથી નુકસાનીમાં સરવેના આપ્યા આદેશ
- બે દિવસની હવામાન વિભાગની આગાહી બાદ સરવે થશે શરૂ
- રાજ્યના 100થી વધુ તાલુકાઓમાં માવઠાથી ખેતીને મોટું નુકસાન