AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પશુપાલન શરૂ કરવા સરકાર આપશે દુધાળા પશુઓની ખરીદી પર સહાય, જાણો તમામ વિગતો

પશુપાલનને લોકો મોટા સ્વરૂપે અપનાવે અને તેમનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પશુપાલન શરૂ કરવા માટે દુધાળા પશુની ખરીદી પર વ્યાજ સહાય આપવામાં આવે છે.

પશુપાલન શરૂ કરવા સરકાર આપશે દુધાળા પશુઓની ખરીદી પર સહાય, જાણો તમામ વિગતો
દુધાળા પશુઓની ખરીદી પર વ્યાજ સહાય યોજના
| Updated on: Dec 28, 2020 | 5:31 PM
Share

ખેતી અને પશુપાલન એક બીજાના પૂરક વ્યવસાય છે, પરંતુ હાલના સમયમાં પશુપાલન એક અલગ વ્યવસાય તરીકે વિકાસી રહ્યુ છે. પશુપાલનને લોકો મોટા સ્વરૂપે અપનાવે અને તેમનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા નાણાંકીય સહાય આપવામાં આવે છે. પશુપાલકોને પ્રોત્સાહન મળે તેવો આ યોજનાનો હેતુ છે. આ યોજના હેઠળ પશુપાલન શરૂ કરવા માટે સરકાર દ્વારા દુધાળા પશુની ખરીદી પર વ્યાજ સહાય આપવામાં આવે છે.

આ પણ વાંચો: ખેડૂતોને મળશે વાર્ષિક રૂ.6000ની સહાય, પીએમ કિસાન સન્માન નિધી યોજના, આ રીતે કરો અરજી

પશુપાલનને પ્રોત્સાહન મળે તે માટેની આર્થિક સહાયની આ યોજનાની ખાસિયત એ છે કે તેનો લાભ સૌને મળી શકે છે. પશુપાલકો, ખેત મજુર, નાના સિમાંત ખેડુત, જમીન વિહોણા માલધારી અને શિક્ષિત બેરોજગારોને નાણાં સ્વરૂપે વ્યાજ સહાયની રકમનો લાભ મળી શકે છે. આ યોજનાનો લાભ લેવા લાભાર્થીએ સૌથી પહેલા દુધાળા પશુની ખરીદી કરવાની રહેશે. ત્યાર બાદ જ ઓછામાં ઓછા 1 અને વધુમાં વધુ 20 દુધાળા પશુઓ માટેના એકમ પર આ વ્યાજ સહાયની રકમ મળે છે. દૂધાળા પશુઓના એકમ માટે નાબાર્ડ દ્વારા નિયત કરેલ યુનિટ કોસ્ટ એટલે કે જે તે દુધાળા પશુની કિંમત અથવા બેંક દ્વારા તે પશુને ખરીદવા કરવામાં આવેલ ધિરાણ. આ બે માંથી જે ઓછી હોય તે રકમ પર વ્યાજ ગણાશે. વાર્ષિક વ્યાજની મહત્તમ ટકાવારી 12% સુધીની રાખવામાં આવી છે. આ ગણતરી મૂજબ વ્યાજની રકમ સહાય ખેડૂતને મળશે. વર્ષ 2018-19થી અમલી યોજનામાં દરેક દુધાળા પશુની કિંમત આ મુજબ નક્કિ કરવામાં આવી છે.

જાફરાબાદી ભેંસ – રૂ.70,000 બન્ની ભેંસ – રૂ.70,000 સુરતી ભેંસ – રૂ.40,000 મહેસાણી ભેંસ – રૂ.65,000 એન. ડી. ભેંસ – રૂ.40,000 ગીર ગાય – રૂ.60,000 કાંકરેજ ગાય – રૂ.40,000 એચ.એફ. સંકર ગાય – રૂ.60,000 જર્શી સંકર ગાય – રૂ.45,500 એન. ડી. ગાય – રૂ 20,000

આ યોજનાની વધારે માહિતી: https://doah.gujarat.gov.in/address-guj.htm

અરજદારે મહતમ 20 પશુઓ પર બેંકમાંથી ધિરાણ મેળવ્યા બાદ www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર ઓન લાઇન અરજી કરવાની રહેશે. આ અરજીની નકલ સંબંધિત પશુદવાખાનાના પશુચિકિત્સા અધિકારી મારફતે નાયબ પશુપાલન નિયામક અને જિલ્લા પંચાયતને મોકલવાની રહે છે. આ અરજી પત્રક સાથે ઘાસચારાની ખેતી કરવા માટેની જમીનનો 7-12નો ઉતારો, પશુઓને રાખવાના મકાન એટલે કે તબેલાના મકાનનો દસ્તાવેજ અને બેન્ક તરફથી માંગવામાં આવે તેવા દસ્તાવેજી પુરાવા આપવાના રેહેશે. આ કાર્યવાહિને અનુસરીને પશુપાલક પોતે પશુઓની ખરીદીમાં ખર્ચેલ રકમ અથવા તો મેળવેલ ધિરાણનાં વ્યાજની રકમ સહાય તરીકે મેળવી શકે છે.

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">