Surat : વેસુમાં EWS આવાસની મહિલાઓનું પાણીના પ્રશ્ને હલ્લાબોલ, વોર્ડ ઓફિસ બહાર માટલા ફોડીને વિરોધ દર્શાવ્યો

પીવાના પાણીના અભાવે મહિલાઓ દ્વારા અત્યાર સુધી આસપાસના વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટરમાંથી પાણી ભરીને જેમ તેમ કરીને ચલાવવામાં આવતુ હતુ. જો કે, હવે શોપિંગ સેન્ટર દ્વારા સ્થાનિક મહિલાઓને પાણી ભરી જવાનો ઈન્કાર કરાતાં આવાસમાં વસવાટ કરતાં પરિવારોની હાલત ભારે કફોડી થઇ છે.

Surat : વેસુમાં EWS આવાસની મહિલાઓનું પાણીના પ્રશ્ને હલ્લાબોલ, વોર્ડ ઓફિસ બહાર માટલા ફોડીને વિરોધ દર્શાવ્યો
Surat Women of EWS Aawas in Vesu area raise water issue
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 02, 2022 | 4:43 PM

સુરત (Surat) શહેરમાં ઉનાળો (Summer) શરુ થતા જ પાણીની પારાયણ પણ શરુ થઇ ગઇ છે. વેસુ વિસ્તારમાં આવેલા ઈડબ્લ્યુએસ આવાસમાં છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યાથી (Water Crisis) લોકો હાલાકી ભોગવી રહ્યા છે. હાલાકી એટલી બધી વધી ગઇ કે આજે મહિલાઓએ વોર્ડ ઓફિસમાં ભારે હોબાળો મચાવ્યો હતો. ભર ઉનાળામાં પાણીના અભાવે હાલાકીનો સામનો કરી રહેલી મહિલાઓ દ્વારા વોર્ડ ઓફિસની બહાર જ માટલા ફોડીને મનપાના રેઢિયાળ તંત્ર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. મહિલાઓના વિરોધના પગલે એક તબક્કે વાતાવરણ ઉગ્ર બની ગયુ હતુ.

સુરતના વેસુ ખાતે મહાનગર પાલિકા દ્વારા નિર્મિત ઈડબ્લ્યુએસ આવાસ ભગવાન ગૌતમ બુદ્ધ નગરમાં છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી પાણીની સમસ્યા છે. ખુબ જ ઓછા પ્રેસરથી પાણી આવવાની ફરિયાદો સ્થાનિકો દ્વારા ઘણા સમયથી કરવામાં આવી હતી. અલબત્ત, પીવાના પાણીના અભાવે મહિલાઓ દ્વારા અત્યાર સુધી આસપાસના વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટરમાંથી પાણી ભરીને જેમ તેમ કરીને ચલાવવામાં આવતુ હતુ. જો કે, હવે શોપિંગ સેન્ટર દ્વારા સ્થાનિક મહિલાઓને પાણી ભરી જવાનો ઈન્કાર કરાતાં આવાસમાં વસવાટ કરતાં પરિવારોની હાલત ભારે કફોડી થઇ છે.

Shilajit Benefits: પુરુષો માટે બેસ્ટ છે શિલાજીત ! આ 6 સમસ્યાઓ કરી દેશે દૂર
ફ્રી..ફ્રી..ફ્રી ! Jio 2 વર્ષ માટે મફત આપી રહ્યું છે આ સેવા, જાણી લેજો નહીં તો પછતાશો
Husband Wife : દાંપત્ય જીવનમાં વધારો 'પ્રેમ', આ કરો જ્યોતિષ ઉપાયો
Health Tips : ફુદીનાના પાનનો આ રીતે ઉપયોગ કરવાથી અનેક સમસ્યાઓનું મળશે સમાધાન
આજનું રાશિફળ તારીખ 12-01-2025
55 દિવસમાં 120000 કરોડ... IPL કરતા 10 ગણી વધારે કમાણી

આજે વહેલી સવારે ગૌતમ બુદ્ધ નગરના રહીશોએ એકઠાં થઈને વેસુ ખાતે આવેલ વોર્ડ ઓફિસમાં મનપાના વહીવટી તંત્ર વિરૂદ્ધ હલ્લો બોલાવ્યો હતો. અવાર નવાર ફરિયાદ કરવા છતાં હાઈડ્રોલિક વિભાગની લાપરવાહીને પગલે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિકોની સમસ્યા મામલે આંખ આડા કાન કરતા આખરે રોષે ભરાયેલી મહિલાઓએ આજે વોર્ડ ઓફિસની બહાર જ માટલાઓ ફોડીને સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના પગલે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.

કાલ સુધીમાં સંભવતઃ સમસ્યા દુર થશેઃ રાકેશ માળી

વેસુ ઈડબ્લ્યુએસ આવાસમાં છેલ્લા એક મહિનાથી ઓછા પ્રેસરથી પાણી આવતું હોવાની ફરિયાદ વચ્ચે આજે પાણી સમિતિના ચેરમેન રાકેશ માળીએ કહ્યું હતું કે, સંભવતઃ આવતીકાલે આ સમસ્યાનો નિકાલ આવી જશે. હાઈડ્રોલિક વિભાગના અધિકારીઓને આ સંદર્ભે તેઓએ સૂચના આપી દીધી છે.

આ પણ વાંચો-

વડાપ્રધાન મોદી સુરત મેટ્રો પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરશે, એક રૂટની કામગીરી જૂન 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન

આ પણ વાંચો-

Vadodara: પેટ્રોલ-ડીઝલ સહિતની મોંઘવારી સામે શહેર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસે કાર્યકરોની કરી અટકાયત

g clip-path="url(#clip0_868_265)">