Vadodara: પેટ્રોલ-ડીઝલ સહિતની મોંઘવારી સામે શહેર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસે કાર્યકરોની કરી અટકાયત
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો બેકાબૂ બની રહી છે. પેટ્રોલ અને ડીઝલ આજે ફરી એકવાર મોંઘુ થયું છે. દેશની મોટી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે 2 એપ્રિલ શનિવારના રોજ ફરીથી તેલના ભાવમાં વધારો કર્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 80 પૈસા અને મુંબઈમાં 85 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.
સામાન્ય પ્રજા પર મોંઘવારી (Inflation)નો માર વધતો જઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ(Petrol-Diesel) , શાકભાજી, ગેસ, કઠોળ સહિત જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવો વધતા (Price Hike) જઈ રહ્યા છે. જેને લઈને સામાન્ય જનતા માટે હવે ઘર ચલાવવુ મુશ્કેલ બની ગયુ છે. ત્યારે વડોદરા (Vadodara)માં કોંગ્રેસ (Congress) દ્વારા સામાન્ય પ્રજાની ચિંતા કરીને અવાજ ઉઠાવવામાં આવ્યો. કોંગ્રેસ કાર્યકરો દ્વારા પેટ્રોલ-ડીઝલ સહિતની મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. જો કે પોલીસ વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.
વડોદરામાં મોંઘવારીને લઈ શહેર કોંગ્રેસે ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસે હલ્લાબોલ કર્યુ હતુ. વડોદરા શહેરના સયાજીગંજમાં ડેરી ડેન સર્કલ નજીક કોંગ્રેસે મોંઘવારીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજ્યો હતો. સાથે કોંગ્રેસના કાર્યકરોએ ધરણા કાર્યક્રમ યોજી રામધૂન બોલાવી હતી. પૂતળા દહનના કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકરો જોડાયા હતા. જો કે વિરોધના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. પૂતળા દહનના કાર્યક્રમ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. મામલો વધુ ઉગ્ર થતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ પણ સર્જાઇ હતી.
મહત્વનું છે કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો બેકાબૂ બની રહી છે. પેટ્રોલ અને ડીઝલ આજે ફરી એકવાર મોંઘુ થયું છે. દેશની મોટી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે 2 એપ્રિલ શનિવારના રોજ ફરીથી તેલના ભાવમાં વધારો કર્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 80 પૈસા અને મુંબઈમાં 85 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. નવા વધારા બાદ દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 102.61 રૂપિયા અને ડીઝલની કિંમત 93.87 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલ 117.57 રૂપિયા અને ડીઝલ 101.79 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
આ પણ વાંચો-
ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, 11 દિવસમાં પેટ્રોલના ભાવમાં 7.20 રૂપિયા અને ડીઝલના ભાવમાં 7.39 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો
આ પણ વાંચો-