Surat : સ્પોર્ટ બાઈક પર આવી ચેઇન અને મોબાઈલની તફડંચી કરતા તસ્કરો ઝડપાયા
સુરત(Surat ) શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા આ બંને યુવકોને ઝડપી પાડી તેમની તલાશી લેતા તેમની પાસેથી અલગ અલગ વિસ્તારોમાં સ્નેચિંગ કરેલી સોનાની છ જેટલી ચેનો મળી આવી હતી.

સુરત(Surat ) શહેર ક્રાઈમ(Crime ) બ્રાન્ચ પોલીસ દ્વારા બે ચેઇન સ્નેચરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પૂછપરછ દરમ્યાન એક ઘટસ્ફોટ થયો હતો કે તેઓ તારાપુર થી સ્પોર્ટ (Sport )બાઈક મારફતે સુરત આવીને વહેલી સવારે અલગ અલગ વિસ્તારો ની અંદર ચેઇન સ્નેચિંગ કરી ફરાર થઈ જતા હતા. સુરત સહિત ગુજરાતના બીજા શહેરોની અંદર પણ અનેક ગુનાને આ ઈસમો અંજામ આપી ચૂક્યા છે.
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ને મળી મોટી સફળતા મળી છે. ગુજરાત વ્યાપી ચેન સ્નેચિંગ ગેંગના બે ઈસમોને ઝડપી પાડ્યા છે. આ ઇસમો દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારો સહિત બનાસકાંઠા ના પાલનપુર ડીસા ભરૂચ બીજા કેટલાક શહેરોની અંદર પણ ચેન્જિંગના ગુનાને અંજામ આપીનેફરાર થઈ જતા હતા. સુરત પોલીસ કમિશનર દ્વારા ચેંજ સ્નેચિંગ કરતાં અને મોબાઈલ સ્નેચિંગ કરતા સ્નેચરોને પકડી પાડવા માટે સ્પેશિયલ જે ડ્રાઇવ ચલાવવામાં આવી હતી.
અલગ અલગ વિસ્તારની અંદર જે ગુના પેન્ડિંગ છે તે ગુનાઓ ઉકેલવા માટે સૂચના કરતા સુરત ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર લલિત વાગડિયા ની સૂચના હેઠળ ચેઈન સ્નેચીંગ સ્કોડના પોલીસ સબ ઈન્સપેકટર નાઓ ટીમના પોલીસ માણસો સાથે શહેર વિસ્તારમાં બનેલ ગુન્હાઓની વીઝીટ કરી તથા અગાઉ ચેઈન સ્નેચીંગના ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓની માહિતી મેળવી, CCTV, ટેકનીકલ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ સર્વેલન્સના આધારે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું.
સ્પોર્ટ બાઈક પર આવતા હતા :
પોલીસને બાતમી મળી હતી કે સ્પોર્ટ બાઈક ઉપર વહેલી સવારે સ્નેચિંગ કરતા બે ઈસમો અડાજણ વિસ્તારની અંદર ફરી રહ્યા છે. તે માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ વોચમાં હતી તે દરમિયાન સ્પોટ બાઈક ઉપર આવેલા અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે નિકલો ઉર્ફે મીતેશ અને મહાવીરસિંહ S/O નટુભાઈ મુળુભાઈ ચૌહાણ ઈસમોને પોલીસે ઝડપી પાડતા જ ઘટસ્ફોટ થયો હતો.
ગુજરાતના અલગ અલગ શહેરોમાં કરી છે ચેઇન સ્નેચિંગ :
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા આ બંને યુવકોને ઝડપી પાડી તેમની તલાશી લેતા તેમની પાસેથી અલગ અલગ વિસ્તારોમાં સ્નેચિંગ કરેલી સોનાની છ જેટલી ચેનો મળી આવી હતી. જેથી પોલીસે તાત્કાલિક આ બંને ઈસમોને ધરપકડ કરી અને ચેન નો મુદ્દા માલ અને બાઈક કબજે કરી તપાસ હાથ ધરી હતી ત્યારે તેમની પૂછપરછ ની અંદર એક ઘટસ્ફોટ એ પણ થયો હતો કે આ યુવકો માત્ર સુરત નહીં પણ ગુજરાતના અલગ અલગ શહેરો અને જિલ્લાઓ ની અંદર પણ આ રીતે મહિલાઓને ટાર્ગેટ કરી સ્નેચિંગ કરતા હતા . સૌથી વધુ ગુનાને અંજામ સુરત શહેરમાં આપ્યા હોવાની પણ વાત સામે આવી હતી.
વહેલી સવારે આવી મહિલાઓ ને ટાર્ગેટ કરતા હતા.
સુરતમાં સ્પોર્ટ બાઇક પર આવી ને વહેલી સવારે અલગ અલગ વિસ્તારો ફરતા અને મહિલાઓને જ ટાર્ગેટ કરતા કારણ કે મહિલાઓ કોઈ પ્રતિકાર કરવામાં સફળ ન રહે તે માટે મહિલાઓને ટાર્ગેટ કરતા હતા. આમ આ યુવકોએ સુરતમાં 8 થી વધુ ચેન સ્નેચિંગ ના ગુના આચર્યા હોવાની કબૂલાત કરી છે. વધુ પૂછપરછ માં એ પણ જાણવા મળ્યું હતું કે આ યુવકો સુરત સહિત બનાસકાંઠા માં પણ અનેક ગુનાને અંજામ આપતા હતા.આ ઈસમો પાસેથી 6 ચેન પણ મળી આવી છે વધુ પૂછપરછ માં ગુજરાતમાં બીજા ઘણા ગુનાઓ ઉકેલાય તેવી શકયતા છે.