ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટીની ઓળખ મેળવનાર સુરત, હવે સ્વચ્છ ભારત મિશનમાં પણ પોતાનું આગવું પ્રદર્શન કરી રહ્યું છે અને મેળવી રહ્યું છે દેશનું સૌથી સ્વચ્છ શહેર હોવાની ઓળખ ટેક્નોલોજીનો સદ્દઉપયોગ કહો કે સરકારી વિભાગોનું સંકલન, પરંતુ સુરત વેસ્ટમાંથી બેસ્ટના સૂત્રને હકિકતનું સ્વરૂપ આપી રહ્યું છે.
વર્ષ 2004થી મનપાનું આ મિશન અવિરત ચાલી રહ્યું છે. ડોર ટુ ડોર કચરાના કલેક્શનની વાત હોય કે પછી, વેસ્ટ પ્લાસ્ટિકનો માર્ગ નિર્માણમાં ઉપયોગની વાત મનપાએ દેશને એક નવી રાહ ચીંધી છે. ઝીરો વેસ્ટ પોલિસી હેઠળ 12 મોટા શાકમાર્કેટના વેસ્ટને ટ્રીટ કરીને 140 કરોડની આવક મેળવવામાં સફળતા મળી છે. અધિકારીઓનો દાવો છે કે સુરતની અનેક સોસાયટીઓને આજે ઝીરો વેસ્ટની યાદીમા સમાવી લેવાઈ છે.
સ્વચ્છ ભારત મિશનને પાર પાડવા, મનપા પાસે 550થી વધુ ડોર ટુ ડોરના વહિકલ છે. જેના દ્વારા 2200 ટન જેટલા કચરાને ટ્રીટ કરીને તેમાંથી વીજળી ઉત્પાદન કરવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.
આ પણ વાંચો : સુરતનું રેલવે સ્ટેશનને મલ્ટી-મૉડલ ટ્રાન્સપોર્ટ હબમાં કરાઇ રહ્યું છે અપગ્રેડ, જાણો કેવી હશે સુવિધા
આમ સુરતે પીએમ મોદીના સ્વચ્છતા મિશનને પોતીકુ બનાવીને દેશમાં એક નવી રાહ ચીંધી છે. મનપાની યોગ્ય વ્યવસ્થા, કાર્યક્ષમ અધિકારીઓ અને ગ્રાઉન્ડ પર નોંધપાત્ર કામગીરીને પગલે આજે, સ્વચ્છ સુરતનું મિશન સાકાર બની રહ્યું છે અને સુરત દેશમાં સ્વચ્છ શહેરની ઓળ મેળવી રહ્યું છે. ડાયમંડિ અને ટેક્સટાઇલ સિટી બાદ હવે સુરતને સ્વચ્છ શહેરની ઓળખ મળી રહી છે.