Surat : ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસનો 16 એપ્રિલના રોજ કોર્ટ ચુકાદો સંભળાવશે
આ કેસ પુરવાર કરવા માટે ફરિયાદ પક્ષે નજરે જોનારના મેડિકલ પુરાવા ઘટના બન્યા બાદ જે ડીએનએ પુરાવા અને અન્ય પુરાવાઓ પંચોના પુરાવાઓ, આ બધા પુરાવાથી કેસ પુરવાર કર્યો છે. ફરિયાદ પક્ષ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ કેસમાં ઇરાદાપૂર્વક હત્યા કરવામાં આવી હતી.
સુરત(Surat)જિલ્લા ચકચારી ગ્રીષ્મા વેકરીયા(Grishma Vekariya) હત્યા કેસની(Murder Case) બુધવારે કોર્ટમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ કરવામાં આવી છે અને હવે પછી સુરત કોર્ટ દ્વારા 16મી એપ્રિલના રોજ તેનો ચુકાદો સંભળાવવા આવશે. આ કેસમાં પોલીસે 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. અને 23 પંચનામા કરવામાં આવ્યા હતા. 190 જેટલા સાક્ષીઓ અને 188 દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ ઉપરાંત ડોક્ટરના, ઇજાગ્રસ્ત વ્યક્તિના , મેડિકલ, સીસીટીવી, ઘટના પહેલાના વિડિયો, ઘટના બાદની ઓડિયો ક્લિપ તમામ પુરાવાઓ રજૂ કરી આજ રોજ સુરતની નામદાર કોર્ટના મુખ્ય ન્યાયાધીશએ વિમલ.કે.વ્યાસ આ કેસમાં હવે 16મી એપ્રિલે જજમેન્ટ આપશે.
બંને પક્ષોની દલીલો પૂર્ણ એક અઠવાડિયા સુધી ચાલી હતી
સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની હત્યા આરોપી ફેનિલે કરી હતી. તે કેસની મુખ્ય કાર્ય સુરતના મુખ્ય ન્યાયાધીશ વિમલ.કે.વ્યાસના કોર્ટમાં આજે પૂર્ણ થઇ છે. આ ટ્રાયલ દરરોજ ચલાવવામાં આવી હતી. જ્યારે ફરિયાદ પક્ષ તરફથી 100થી વધુ દસ્તાવેજો અને મૌખિક જુબાની રજૂ કરવામાં આવી હતી. આરોપીને આ દરમિયાન 900થી વધારે સવાલો કરવામાં આવ્યા. ત્યારબાદ બંને પક્ષોની દલીલો શરૂ થઇ.બંને પક્ષોની દલીલો પૂર્ણ એક અઠવાડિયા સુધી ચાલી હતી.
આરોપીએ ડિમાર્ટ માંથી ચાકુની ખરીદી કરી હતી
આ કેસ પુરવાર કરવા માટે ફરિયાદ પક્ષે નજરે જોનારના મેડિકલ પુરાવા ઘટના બન્યા બાદ જે ડીએનએ પુરાવા અને અન્ય પુરાવાઓ પંચોના પુરાવાઓ, આ બધા પુરાવાથી કેસ પુરવાર કર્યો છે. ફરિયાદ પક્ષ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ કેસમાં ઇરાદાપૂર્વક હત્યા કરવામાં આવી હતી.આ હત્યા પહેલા આરોપીએ ડિમાર્ટ માંથી ચાકુની ખરીદી કરી હતી. તેનો પુરાવો રજૂ કરવામાં આવ્યો. પરંતુ આરોપીએ લાગ્યું કે એક ચાકુ થી કામ નહી ચાલશે જે માટે બીજુ ચાકુ પણ લીધું હતું.
આ ચાકુ તેણે સુભાષ ના પેટમાં માર્યું જેને કારણે સુભાષના પેટના આંતરડામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવના દિવસે આરોપી ફેનીલ ગોયાણી ગ્રીષ્માની કોલેજ ઉપર પણ ગયો હતો. પરંતુ ગ્રીષ્મા તે દિવસે ક્લાસમાં હતી. જેથી કોલેજમાં આ ઘટના બનવાની હતી તે બનતી રહી ગઈ હતી. પરંતુ ત્યારબાદ તેનો પીછો કરીને તે ગ્રીષ્માના ઘરે ગયો હતો.
આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર હવાઈ મુસાફરોને ટૂંક સમયમાં મળશે નવો રન-વે, નવો રનવે મળતા પહેલાની જેમ હવાઈ મુસાફરી પૂર્વવત થશે
આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગરમાં કોંગ્રેસ, પાટીદાર અને રાજપૂત અગ્રણીઓ ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે કરાવ્યા કેસરીયા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો