AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha: હિંમતનગરમાં કોંગ્રેસ, પાટીદાર અને રાજપૂત અગ્રણીઓ ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે કરાવ્યા કેસરીયા

હિંમતનગર (Himmatnagar) બેઠક પાટીદાર અને ઠાકોર પ્રભુત્વ ધરાવતી બેઠક છે. અહીં પાટીદાર સમાજને ભાજપે (BJP) પોતાની તરફ બનાવી રાખવા ચુંટણી પહેલા જ દાવ ખેલી લીધો છે.

Sabarkantha: હિંમતનગરમાં કોંગ્રેસ, પાટીદાર અને રાજપૂત અગ્રણીઓ ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે કરાવ્યા કેસરીયા
BJP સ્થાપના દિવસે જ કોંગ્રેસમાંથી આગેવાનો એ કેસરીયો કર્યો
| Updated on: Apr 06, 2022 | 3:41 PM
Share

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના હિંમતનગરમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષની ઉપસ્તિીમાં ત્રણ અલગ અલગ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં કાર્યકર્તા સંમેલન દરમિયાન તેઓએ ભાજપ સંગઠન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન કાર્યકર્તાઓને સંબોધવા સાથે કોંગ્રેસી કાર્યકરો અને સ્થાનિક પાટીદાર અને રાજપૂત સમાજના અગ્રણીઓને ભાજપ (Bharatiya Janata Party) માં જોડવામાં આવ્યા હતા. ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે (CR Paatil) કાર્યકર્તા સંમેલનમાં 51 પક્ષમાં જોડાનારા આગેવાનોને આવકારતા કેસરી ટોપી અને ખેસ પહેરાવ્યો હતો.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે સવાર થી બપોર સુધી ત્રણ જેટલા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પહેલા સંગઠન દિવસને લઈ કાર્યકર્તાઓને સંબધોન કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ પ્રદેશ કોંગ્રેસની મંત્રી અને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગોપાલસિંહ રાઠોડને કેસરી ટોપી અને ખેસ પહેરાવીને ભાજપમાં જોડવામાં આવ્યા હતા. આ સાથે શહેરના અગ્રણી વકીલ અને પાટીદાર સમાજના અગ્રણીઓને પણ ભાજપનો કેસ પહેરાવી જોડવામાં આવ્યા હતા. 51 જેટલા આગેવાનો સાથે ગોપાલસિંહે કેસરીયો ધારણ કર્યો હતો. આ ઉપરાંત રાજપૂત સમાજના યુવા અગ્રણી ભૃગવેન્દ્રસિંહ કુંપાવત પણ પોતાની સાથે યુવા ચહેરાઓને લઈને જોડાયા હતા. તેઓએ ભાજપનો ખેસ પહેરીની ભાજપની ટીમમાં જોડાણ કર્યુ હતુ. આ ઉપરાંત પાટીલે દિવ્યાંગ સન્માન સમારોહમાં હાજરી આપી હતી. પાટીલની સાથે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી જોડાયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ જેડી પટેલ અને મહામંત્રી વિજય પંડ્યા સહિત ધારાસભ્ય હિતુ કનોડીયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

હિંમતનગર બેઠકમાં પાટીદાર ગણિત મહત્વનુ

જે પ્રમાણે પાટીદારોને ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે, તે મુજબ ફરી એકવાર હિંમતનગર બેઠક પર સામાજીક ગણિત ગણાવવા લાગ્યુ છે. જે ગણિત સાચવવામાં ભાજપ હંમેશા આગળ રહ્યુ છે. અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લામાં હિંમતનગર એક જ બેઠક પાટીદારોને મોટે ભાગે ફાળે રહેતી હોય છે. આ બેઠક પર પાટીદારોનુ વર્ચસ્વ રહ્યુ છે. અહીં પાટીદારો અને ક્ષત્રિય-ઠાકોર મત વિજયી ગણિતના મહત્વના આંકડા રહેલા છે. આમ પાટીદારોના અગ્રણી ચહેરાઓને ભાજપે ચુંટણી પહેલા જ પોતાની સાથે કરી લીધા છે. તો બીજી તરફ રાજપૂત સમાજના યુવા આગેવાનોને પણ ભાજપે જોડ્યા છે. આમ ચુંટણી પહેલા જ ભાજપે પોતાનો દાવ ખેલી લેવા માટે પ્રયાસ કરી લીધો છે.

આ પણ વાંચો : માતાએ પોતાના જ પુત્રને અપાવી 25 વર્ષની સજા, એક વર્ષથી પૌત્રી સાથે આચરતો હતો દુષ્કર્મ

આ પણ વાંચો : Horror Movies : ઓનલાઈન ઉપલબ્ધ છે હિન્દી સિનેમાની આ શ્રેષ્ઠ હોરર ફિલ્મો, જેના ભૂત જોઈને થશે વાસ્તવિક ડરની અનુભૂતિ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

g clip-path="url(#clip0_868_265)">