Surat : અરજદારોની સુવિધા માટે હવે પાંચ મોડેલ નાગરિક સુવિધા કેન્દ્ર બનાવવામાં આવશે
આવકના દાખલા સહિત અન્ય કામોને લઈને જનસુવિધા કેન્દ્ર પર ધક્કા ખાતા લોકોની પરેશાની હવે જલ્દી હલ થઇ જશે. શહેરમાં પાંચ વિસ્તારોમાં નાગરિક સુવિધા કેન્દ્રોને મોડેલ સુવિધા કેન્દ્ર બનાવવામાં આવશે.
સુરત શહેરની પાંચ મામલતદાર કચેરીમાં નાગરિક સુવિધા કેન્દ્રોમાં આવકના દાખલા તેમજ નોન ક્રીમીલેયર સર્ટિફિકેટ બનાવવા માટે અરજદારોની સુખ સુવિધા ખાતર મોડેલ કચેરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પુના, કતારગામ, ઉધના, અડાજણ અને મજુર નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે દર વર્ષે જયારે શાલો શરૂ થવાની હોય ત્યારે આવકના દાખલ અને સર્ટિફિકેટ બનાવવા માટે અરજદારોની લાંબી લાઈનો લાગે છે. અને ઘણીવાર ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળે છે.
કચેરીની ભાર બેસી રહેતા ટાઉટો દ્વારા બોગસ દાખલ કાઢી આપવામાં આવતા હોવાની દરિયાદો પણ ઉઠી હતી. જેને પગલે સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક દ્વારા તમામ નાગરિક સુવિધા કેન્દ્રને આધુનિક હાથ ધરવામાં આવી છે. આ ટાઉટોનું દુષણ દૂર કરવા હેલ્પડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે. મોડેલ કચેરીમાં પણ આ હેલ્પડેસ્ક કાર્યરત રહેશે. જેના પરથી લોકોને ફોર્મ ભરવાથી મંદીને જરૂરી ડોક્યુમેન્ટ સંદર્ભે સંપૂર્ણ માહિતી પુરી પાડવામાં આવશે.
કલેકટરે જણાવ્યું હતું કે મોડેલ નાગરિક સુવિધા કેન્દ્ર પર રોજના ત્રણસો જેટલા લોકોને વિવિધ દાખલા અને દોયુમેન્ટ્સ ફાળવી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. હાલમાં પ્રત્યેક નાગરિક સુવિધા કેન્દ્ર પર રોજના 75 લોકોને જ દાખલ ફાળવી શકાય તેવી વ્યવસ્થા છે. જેમાં સુરતની વસ્તી પ્રમાણે તેમાં પણ હવે વધારો કરવામાં આવશે.
શું હશે મોડેલ કચેરીમાં ? –અરજદારો માટે પીવાના પાણીથી માંડીને બેસવાની સુવિધા હશે. –ક્લાર્ક, તલાટીથી માંડીને નાયબ મામલતદાર એક જ કચેરીમાં ઉપલબ્ધ હશે. –તલાટીના સહી સિક્કા કરાવવા કે ફોટો પડાવવાની સુવિધા એક જ છત નીચે ઉપલબ્ધ રહેશે. –કોર્પોરેટ બેન્કની જેમ ટોકન અપાશે. નંબર પ્રમાણે અરજદારે સંબધિત અધિકારી પાસે જવાનું રહેશે. –ઓનલાઇન ફોર્મ અને મેન્યુઅલ ફોર્મ ભરનાર અરજદારો માટે અલગ અલગ વિન્ડો રખાશે.
હાલ સ્કૂલ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે નાગરિક સુવિધા કેન્દ્રોમાં વિવિધ પ્રકારના દાખલાઓ મેળવવા માટે લોકોની લાંબી કતારો લાગે છે. ચારથી પાંચ કલાક લાઈનમાં ઉભા રહેવા છતાં પછી પણ લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. જેથી નાગરિક સુવિધા કેન્દ્રોને મોડેલ અને આધુનિક બનાવવાની સાથે તેમાં સુવિધા વધારવાની પણ તાતી જરૂરિયાત હતી.
આ પણ વાંચો :