VIDEO: સુરતમાં ટ્રક ચાલકે સ્કૂલ રીક્ષાને લીધી અડફેટે, રીક્ષામાં સવાર હતા 6 બાળકો
સુરતના પાંડેસરા વિસ્તારમાં ટ્રક ચાલકે સ્કૂલ રીક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતાં ટ્રકે અચાનક રીક્ષાને અડફેટે લેતા એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો. તમામ વિદ્યાર્થીઓ સવારે ઘરેથી સ્કૂલ જવા નિકળ્યાં હતા. આ પણ વાંચો: અરવલ્લીઃ જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારથી વરસાદ શરૂ, જુઓ VIDEO Web Stories View more અમદાવાદના આ વિસ્તારમાં રહે છે સૌથી […]

સુરતના પાંડેસરા વિસ્તારમાં ટ્રક ચાલકે સ્કૂલ રીક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતાં ટ્રકે અચાનક રીક્ષાને અડફેટે લેતા એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો. તમામ વિદ્યાર્થીઓ સવારે ઘરેથી સ્કૂલ જવા નિકળ્યાં હતા.
આ પણ વાંચો: અરવલ્લીઃ જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારથી વરસાદ શરૂ, જુઓ VIDEO
તે દરમિયાન પાંસેડરા વિસ્તારમાં આ ઘટના બની હતી. જેમાં રીક્ષા સાથે ટ્રક ધડાકાભેર અથડાતા રીક્ષા પલટી મારી ગઈ હતી. જેના કારણે રીક્ષામાં સવાર 6 વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અકસ્માત બાદ ટ્રક ચાલક ભાગવા જતાં સ્થાનિકોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો છે. તો અકસ્માતની જાણ થતાં મોટી સંખ્યામાં વાલીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. જો કે સદનસીબે વિદ્યાર્થીઓનો બચાવ થતાં વાલીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. તો સ્કૂલ રીક્ષામાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓ સુમન સ્કૂલના હોવાનું સામે આવ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો