સોનાની ‘સુરત’માં તૈયાર થઈ સોનાની ઘારી, 1 કિલોના 11,000 રૂપિયા!
‘સુરતનું જમણ અને કાશીનું મરણ’ આ કહેવત બહુ જૂની અને જાણીતી છે. સુરતને સોનાની મૂરત પણ કહેવામાં આવે છે. અહીં ખાણીપીણીની વસ્તુઓ દેશભરમાં વખણાય છે. ત્યારે અહીં ચંદી પડવા માટે ખાસ ખાવામાં આવતી ઘારીની ફક્ત ગુજરાત કે ભારતમાં જ નહીં વિદેશોમાં પણ માંગ રહે છે. દર વર્ષે આવતા ચંદી પડવામાં સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી અને […]
‘સુરતનું જમણ અને કાશીનું મરણ’ આ કહેવત બહુ જૂની અને જાણીતી છે. સુરતને સોનાની મૂરત પણ કહેવામાં આવે છે. અહીં ખાણીપીણીની વસ્તુઓ દેશભરમાં વખણાય છે. ત્યારે અહીં ચંદી પડવા માટે ખાસ ખાવામાં આવતી ઘારીની ફક્ત ગુજરાત કે ભારતમાં જ નહીં વિદેશોમાં પણ માંગ રહે છે. દર વર્ષે આવતા ચંદી પડવામાં સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી અને ભૂંસુ ઝાપટી જાય છે. ખાવાપીવામાં સુરતીઓએ ક્યારેય મોંઘવારી અને સમય જોયો નથી અને આ વાતનો ઈતિહાસ પણ સાક્ષી છે. ત્યારે સુરતમાં તૈયાર કરવામાં આવી છે ગોલ્ડન ઘારી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સુરતના ભાગળ વિસ્તારમાં મીઠાઈની દુકાન ધરાવતા મીઠાઈ વિક્રેતા દ્વારા ખાસ ચંદી પડવા માટે ગોલ્ડન ઘારી બનાવવામાં આવી છે. આ ઘારીની બનાવટમાં પ્યોર ડ્રાયફ્રુટ અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટેસ્ટમાં ખાંડનો ઉપયોગ થોડો ઓછો કરવામાં આવ્યો છે. પરંતુ આકર્ષણના ભાગરૂપે તેમણે ઘારી પર પ્યોર સોનાની વરખ ચડાવી છે. સોનામાં આમ પણ ઘણા ગુણો રહેલા છે અને ખાવામાં પણ તેનો ઉપયોગ ફાયદેમંદ મનાય છે. એવું મીઠાઈ વિક્રેતાઓનું કહેવું છે.
આ ઘારી દેખાવમાં જેટલી આકર્ષક છે તેનો ભાવ તેટલો જ ઊંચો છે. 1 કિલો ઘારીનો ભાવ 11,000 રૂપિયા રાખવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કોરોનાકાળમાં આટલો ઊંચા ભાવથી ઘારી ખાવી સામાન્ય લોકોને પોષાય એવો નથી પણ સુરતના ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગ અને મોટા ઉદ્યોગપતિઓ દ્વારા આ સોનાના ઘારીની ઈન્કવાયરી આવી રહી હોવાનું મીઠાઈ વિક્રેતા જણાવી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો