Breaking news : અમરેલી બાદ બનાસકાંઠામાં પણ વિદ્યાર્થીઓના હાથ પર જોવા મળ્યા કાપા, જુઓ Video

|

Mar 29, 2025 | 8:18 AM

અમરેલીના મુંજીયાસર બાદ બનાસકાંઠાના ડીસામાં પણ ચિંતાજનક ઘટના સામે આવી છે.રાજપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના હાથ પર પણ કાપા જોવા મળ્યા છે. સમગ્ર મામલે એક પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરાઈ છે.

Breaking news : અમરેલી બાદ બનાસકાંઠામાં પણ વિદ્યાર્થીઓના હાથ પર જોવા મળ્યા કાપા, જુઓ Video
Banaskantha

Follow us on

અમરેલીના મુંજીયાસર બાદ બનાસકાંઠાના ડીસામાં પણ ચિંતાજનક ઘટના સામે આવી છે.રાજપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના હાથ પર પણ કાપા જોવા મળ્યા છે. સમગ્ર મામલે એક પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરાઈ છે. જિલ્લા શિક્ષણાધિકારીની સૂચનાથી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

જિલ્લા શિક્ષણાધિકારીને જાણ બાદ તપાસનો ધમધમાટ

શિક્ષણ વિભાગ અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળકોનું કાઉન્સિલિંગ કરાયું છે. વિદ્યાર્થીઓએ રમત-રમતમાં શરત પર હાથ પર કાપા માર્યા હોવાનું ડીપીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. મોબાઈલ, ઓનલાઈન ગેમ, હિંસક પ્રવૃત્તિથી દૂર રહેવા બાળકોને સમજાવાયા હોવાનું પણ ડીપીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં તો નથી બનીને ઘટના ? ઓનલાઈન ગેમિંગની આશંકાએ ડીસા રુલર પોલીસ પણ તપાસમાં જોડાઈ છે.

SHOCKING! Several blade cuts found on hands of Rajpur Primary school students, Deesa | Banaskantha

સારા તેંડુલકરે મુંબઈની ટીમ ખરીદી
ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?

અમરેલીમાં પણ જોવા મળ્યા હતા વિદ્યાર્થીઓના હાથ પર કાપા

આ અગાઉ અમરેલી જિલ્લામાં 40 વિદ્યાર્થીએ હાથ પર કાપા માર્યા હોવાનું સામે આવ્યું હતું. બગસરાના મૂંજીયાસર ગામનો વિચિત્ર બનાવ બનાવ સામે આવ્યો હતો. વાલીઓએ પૂછતા વિદ્યાર્થીઓએ વાત છુપાવી હતી. મૂંજીયાસરના સરપંચે શાળાના આચાર્યને સમગ્ર ઘટનાની જાણ કરતા આખો મામલો સામે આવ્યો હતો. સરપંચે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી હતી.

40 વિદ્યાર્થીઓએ હાથ પર માર્યા કાપા !

ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં 40 વિદ્યાર્થીઓએ હાથ કાપા માર્યાની ઘટના સામે આવતા ચકચારી મચી હતી. આ સમગ્ર ઘટના મૂંજીયાસર ગામમાં બની હતી. બાળકોએ કેમ એક સાથે હાથ પર આ પ્રકારના કાપા માર્યા હતા. તે એક કોયડો બની ગયો છે. આ ઘટના બનતા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર કાપા મારતા તેની જાણ સરપંચે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી હતી . હવે આ સમગ્ર ઘટનામાં ઉચ્ચ અધિકારીઓ તપાસ હાથ ધરવામાં આવશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:05 am, Fri, 28 March 25