સફેદ મૂસળી: ડાંગમાં 350 ખેડુતોએ કંડારી સફેદ મૂસળીની ખેતીની સફળતા, ઓષધિય ઉપયોગને આવકમાં ફેરવી મોટા પાયે કમાણી
ચોમાસા(Monsoon)ની ઋતુમાં આવીજ એક ઔષધિ સફેદ મૂસળી(Safed Musli) ની ખેતી કરવામાં આવે છે. સફેદ મૂસળી શક્તિવર્ધક(Healthy) ઔષધિ માનવામાં આવે છે જેની દેશ વિદેશમાં ખૂબ માગ છે
સફેદ મૂસળી: ડાંગ જિલ્લો એ ઓર્ગેનિક ખેતી જિલ્લો છે અહીંયા ઔષધિ(Herbs)ઓ નો ખજાનો છે, લોકો રોજિંદા વપરાશમાં વનઔષધી નો ઉપયોગ કરતાં હોય છે જેના કારણે તેમની તંદુરસ્તી સારી રહે છે. હાલ ચોમાસા(Monsoon)ની ઋતુમાં આવીજ એક ઔષધિ સફેદ મૂસળી(Safed Musli) ની ખેતી કરવામાં આવે છે. સફેદ મૂસળી શક્તિવર્ધક(Healthy) ઔષધિ માનવામાં આવે છે જેની દેશ વિદેશમાં ખૂબ માગ છે.
ડાંગ જિલ્લાનું ભવાડી ગામ આ ગામ હવે દેશ વિદેશમાં પ્રખ્યાત બન્યું છે. કેમકે આ ગામમાં શક્તિ વર્ધક સફેદ મૂસળી ની ખેતી થાય છે. ગામના જયેશભાઇ મોકાસી એ શરૂ કરેલ આ ખેતી હવે દરેક ખેડૂતોએ અપનાવી લીધી છે. અને લાખો રૂપિયાની આવક મેળવી પોતાનું જીવન સધ્ધર કરી રહ્યા છે. ગુજરાતના ડાંગ(Dang) સહિત મધ્યપ્રદેશ,પશ્ચિમ હિમાલય, ઉત્તર હિમાલય અને પંજાબમાં પણ ઉત્તમ પ્રકારની મૂસળી ઊગે છે.
મૂસળી બે પ્રકારની હોય છે, સફેદ મૂસળી અને કડવી જેને ડાંગમાં જંગલની ભાજી પણ કહેવામાં આવે છે. ચોમાસાની શરૂઆત સફેદ મુસળીની ખેતી કરવામાં આવે છે, એક અંદાજ મુજબ ડાંગ જિલ્લામાં 350 જેટલા નાના મોટા ખેડૂતો સરકારી યોજના ના લાભ સાથે કે પોતાની રીતે કુલ 40 થી વધુ એકરમાં સફેદ મુસળીની ખેતી કરે છે. એક કિલો સફેદ મૂસળી 1200 થી 1400 રૂપિયામાં વેચાય છે એટલે અંદાજે ડાંગ જિલ્લાના ખેડૂતો દર વર્ષે સફેદ મુસળીની ખેતી કરીને કરોડો રૂપિયાની આવક મેળવે છે.
જેના કારણે તેમનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. ખેડૂતો સફેદ મૂસળીના પાકને નજીકના જિલ્લાઓમાં છૂટક તેમજ દવા બનાવતી કંપનીઓમાં વેચી ને સારી એવી આવક મેળવે છે. ડાંગ જિલ્લામાં સરકારી આયુર્વેદિક ઔષધિ બનવવામાં આવેછે જે રાજ્યની સરકારી દરેક આયુર્વેદિક હોસ્પિટલોમાં દવા પહોંચાડે છે. જ્યાં સફેદ મૂસળી માંથી બનતી દવા શક્તિમાન ની બજારમાં ખૂબ માગ છે.
સમય ની સાથે રહીને ડાંગના લોકો વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા થયા છે સાથે સાથે પરંપરાગત ખેતી પણ કરી રહ્યા છે. ડાંગના વનવિભાગ દ્વારા પણ આર્થિક રીતે નબળા ખેડૂતોને બિયારણ પૂરું પાડીને આ પ્રકારની ખેતી કરવામાં માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવીત પણ સરકારની જુદી જુદી યોજનાઓ થકી ડાંગના તમામ ખેડૂતો આ પ્રકારે ખેતી કરી પોતાનું જીવન ધોરણ ઊંચું લાવે તેવા પ્રયત્નો કરે છે અને લોકોને એ માટે અપીલ પણ કરી રહ્યા છે.
સફેદ મૂસળીના મૂળમાં ઔષધિ ગુણ હોવાથી તેની દવા તરીકે ઉપયોગમાં લેવાય છે જ્યારે તેની ઉપરની લીલી ભાજી લોકો ખાવા માટે કરે છે. આ ભાજી પણ ખૂબ ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે.