રાજકોટમાં મોટા મૌવા વિસ્તારના લોકોને સ્મશાનની રાખ અને દુર્ગંધને કારણે ભારે હાલાકી, ઈલે.ભઠ્ઠીના સમારકામની ઉઠી માગ

Rajkot: શહેરના મોટા મૌવા વિસ્તારના લોકો સ્મશાનની રાખ અને દુર્ગંધને કારણે ભારે પરેશાન છે. આ વિસ્તારના રહીશોએ વહેલી તકે ઈલેક્ટ્રીક ભઠ્ઠીના સમારકામની માગ કરી છે. સ્થાનિકોની ફરિયાદ છે કે છેલ્લા 6 મહિનાથી ઈલેક્ટ્રીક ભઠ્ઠીમાં ખામી સર્જાઈ છે, પરંતુ તેનુ સમારકામ કરવામાં આવતું નથી.

રાજકોટમાં મોટા મૌવા વિસ્તારના લોકોને સ્મશાનની રાખ અને દુર્ગંધને કારણે ભારે હાલાકી, ઈલે.ભઠ્ઠીના સમારકામની ઉઠી માગ
ઈલેક્ટ્રીક ભઠ્ઠી શરૂ કરવા માગ
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jan 17, 2023 | 11:10 PM

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા મોટામૌવા વિસ્તારમાં આવેલા સ્મશાનમાંથી આવતી રાખ અને દુર્ગંધથી મોટામૌવા વિસ્તારના લોકો પરેશાન છે. આજે આ વિસ્તારના રહિશો દ્રારા ડેપ્યુટી મ્યુનસિપલ કમિશનરને આવેદન પત્ર આપીને જલદીમાં જલદી ઈલેકટ્રિક ભઠ્ઠીનું સમારકામ કરવાની માંગ કરી છે.

રાજકોટનું મોટામૌવા સ્મશાન પશ્વિમ વિસ્તારનું સૌથી મોટું સ્મશાનગૃહ છે, જેનું સંચાલન ઓમકાર ટ્રસ્ટ દ્રારા કરવામાં આવે છે. જો કે સ્થાનિકોનો દાવો છે કે છેલ્લા છ મહિનાથી આ સ્મશાનગૃહમાં ઈલેકટ્રિક ભઠ્ઠીમાં ખામી સર્જાય છે, જેથી અહીં કોઈ મૃતદેહને અંતિમ સંસ્કાર કરવામાં આવે તો તેની રાખ અને દુર્ગંધ આખા વિસ્તારમાં પ્રસરે છે. સ્થાનિકોએ મહાનગરપાલિકાને રજૂઆત કરીને આ ભઠ્ઠીનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે.

16 જાન્યુઆરીએ મહિલાઓએ સ્મશાન બંધ કરી દીધું!

સ્થાનિકોની અવારનવાર રજૂઆત છતા સ્મશાનગૃહના સંચાલકોએ ભઠ્ઠીનું સમારકામ ન કરતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને 16 તારીખે સાંજના સમયે મોટામૌવા સ્મશાને પહોંચીને વિરોધ કર્યો હતો. એક તબક્કે તો મૃતદેહને સ્મશાન ગૃહ સુધી પહોંચવા દેવામાં આવ્યો ન હતો. સ્થાનિક મહિલા અગ્રણી જ્યોત્સના વ્યાસે કહ્યું હતું કે સ્મશાન ગૃહના સંચાલકોને અવારનવાર રજૂઆત કરવા છતા ભઠ્ઠીનું સમારકામ કરવામાં આવતું નથી.

'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો

જેના કારણે મોટામૌવા ગામમાં લોકોના ઘરોમાં રાખ અને સ્મશાનની દુર્ગંધ આવે છે. આ સ્મશાન ગૃહમાં દૈનિક 10થી12 મૃતદેહો આવે છે જેને કારણે આ તકલીફ વધારે છે અને લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. આ અંગે તાત્કાલિક સમારકામની માંગ કરવામાં આવી છે જો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરાશે.

આ પણ વાંચો: Video: રાજકોટની સરકારી શાળા નંબર 62માં શિક્ષક ન આવતા સફાઈ કામદાર બન્યો શિક્ષક, વિદ્યાર્થીઓને ભણાવતો હોવાનુ આવ્યુ સામે

ન્યાયિક લડતની રહિશોએ ઉચ્ચારી ચીમકી

આ સ્મશાનની ખામીયુક્ત ભઠ્ઠીને કારણે રહિશો પરેશાન છે, અગાઉ ફરિયાદ કરતા ટ્રસ્ટ દ્રારા એક દિવસ માટે આ ભઠ્ઠી બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ એક દિવસ બાદ ફરી આ ભઠ્ઠી ચાલુ કરી દેવામાં આવી છે. આ અંગે મહાનગરપાલિકા મધ્યસ્થી કરીને તાત્કાલિક સમારકામ નહીં કરાવે તો આગામી દિવસોમાં ન્યાયિક લડતની સ્થાનિક રહિશોએ ચીમકી ઉચ્ચારી છે.

સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video
સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video
આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા,બીજી ટ્રેન સાથે અથડાયા
આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા,બીજી ટ્રેન સાથે અથડાયા
મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video
મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video
વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video
વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video
લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ
લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
g clip-path="url(#clip0_868_265)">