રાજકોટમાં નવા બનેલા 150 ફુટ રોડ પર પડ્યા દોઢ-દોઢ ફુટના ખાડા, ખખડધજ રસ્તાથી વાહનચાલકો ત્રસ્ત- જુઓ Video

રાજકોટમાં તાજેતરમાં જ નવા બનાવાયેલા રોડ પર ખાડારાજ જોવા મળ્યુ છે. નવા 150 ફુટ રિંગ રોડ પર દોઢ-દોઢ ફુટના ખાડા પડી ગયા છે. સ્માર્ટસિટીની બાજુમાં આવેલા અડધો કિમીના આ રોડ ખખડધજ બનતા વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. 

Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 25, 2024 | 4:11 PM

રાજકોટ મહાનગર પાલિકાની કામગીરી કેવી છે તે તાજેતારમાં જ બનાવાયેલા આ રોડની સ્થિતિ જોઈને સમજી શકાય છે. નવા બનેલા 150 ફુટ રિંગ રોડ પર હાલ ખાડારાજ જોવા મળી રહ્યુ છે. અડધો કિલોમીટર વિસ્તારમાં આ રોડ એટલી હદે ખખડધજ બન્યો છે કે વાહનચાલકો ભારે પરેશાની વેઠી રહ્યા છે. ખાડાઓમાંથી પસાર થતા વાહનચાલકોને કમર અને મણકાના દુખાવા સહિતની સમસ્યાનો ભોગ બની રહ્યા છે. અહીંથી વાહન લઈને નીકળવુ એ જીવ પડીકે બાંધીને નીકળવા જેવુ છે. સ્હેજ પણ જો આમતેમ થયા તો વાહનસાથે તમે ધબાય નમ:થઈ શકો છે.

હજારો ભારે વાહનો જ્યાંથી પસાર થાય છે એ રોડ ખખડધજ હાલતમાં

પાલિકાના ભ્રષ્ટ વહીવટને પાપે શહેરીજનો ખાડામાં હિલોળા લેવા લાચાર બની રહ્યા છે. આ રોડ પરથી રોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે છતા તંત્રને રોડની મરમ્મત કરાવવાનુ હજુ સૂજતુ નથી. ખાડાગ્રસ્ત રોડમાં વાહનો ચલાવવાથી લોકોના વાહનોને પણ પારાવાર નુકસાન થઈ રહ્યુ છે. શહેરીજનો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસુલતુ તંત્ર નામ માત્રની પણ સુવિધા પણ નથી આપી શકતુ. તાજેતરમાં જ બનાવાયેલા રોડની જો આ સ્થિતિ હોય તો જુના રોડનુ તો પૂછવુ જ શું. દર વર્ષે ચોમાસે આ પ્રકારે જ રોડ બેસી જવા, રસ્તા ધોવાઈ જવા, રસ્તા પર મસમોટા ખાડા પડવા સહિતની સમસ્યાઓનો શહેરીજનોને સામનો કરવો પડે છે. પરંતુ તંત્ર તેના ભ્રષ્ટ વહીવટમાંથી બહાર નથી આવતુ.

150 ફુટ રિંગ રોડ પર પડ્યા દોઢ દોઢ ફુટના ખાડા

આ રોડથી અડધા કિલોમીટરના અંતરેથી જ સ્માર્ટ સિટી શરૂ થઈ જાય છે ત્યારે સ્માર્ટ સિટીના રોડને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે છે તો આ રોડ પ્રત્યે મનપાનું ધ્યાન કેમ નથી જઈ રહ્યુ તે પણ મોટો સવાલ છે. ડાયવર્ઝન હોવાના કારણે હજારો ભારે વાહનો અહીંથી પસાર થાય છે ત્યારે રોડ પરના ખાડાના કારણે મોટો અકસ્માત થવાની પણ શક્યતા રહેલી છે. સત્વરે જો મનપા દ્વારા આ ખાડાઓ પૂરવામાં નહીં આવે અને રોડની મરમ્મત કરવામાં નહીં આવે તો અહીં અનેક અકસ્માત થઈ શકે છે. રાજકોટ મહાનગરપાલિકાનુ સ્માર્ટ સિટી જ્યાંથી શરૂ થાય છે અને જ્યાં પુરુ થાય છે એ બંને તરફના રસ્તાઓ અત્યંત બિસમાર હાલતમાં છે અને તેને લઈને યોગ્ય આયોજન કરવુ ખૂબ જરૂરી છે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
g clip-path="url(#clip0_868_265)">