Jamnagar: “સૌની યોજના” મારફતે લાખોટા તળાવ ભરવાની પ્રક્રિયાનો થયો પ્રારંભ

જામનગર (Jamnagar) શહેર અને જિલ્લામાં ચાલુ ચોમાસાની (Monsoon 2022) સીઝનમાં કેટલાક ચેક ડેમ અથવા તો મોટા જળાશયો પૂરતા પ્રમાણમાં પાણીની આવક થઈ ન હોવાથી ખાલી રહ્યા છે. જેના કારણે રાજ્ય સરકારની 'સૌની' યોજના હેઠળ તમામ ડેમને છલકાવી દેવાની પ્રક્રિયાઓ હાથ ધરી લેવાઇ છે.

Jamnagar: સૌની યોજના મારફતે લાખોટા તળાવ ભરવાની પ્રક્રિયાનો થયો પ્રારંભ
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Sep 28, 2022 | 3:46 PM

જામનગર (Jamnagar) શહેરની મધ્યમાં આવેલું લાખેણા લાખોટા તળાવ (Lakhota Lake) વરસાદી પાણીથી માત્ર 70 ટકા ભરાયુ છે. ચોમાસાની (Monsoon 2022) સિઝન દરમિયાન પાણીની ઓછી આવક થઈ હોવાથી ‘સૌની’ યોજના હેઠળ તળાવને ભરવાની પ્રક્રિયાનો શરૂ થઈ છે. તળાવમાં વગર વરસાદે કૃત્રિમ રીતે પાણી ભરવામાં આવે છે. રંગમતી ડેમથી 17 કિલોમીટર દૂર સુધી પાણી પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરી લેવાઇ છે.

જામનગર શહેર અને જિલ્લામાં ચાલુ ચોમાસાની સીઝનમાં કેટલાક ચેક ડેમ અથવા તો મોટા જળાશયો પૂરતા પ્રમાણમાં પાણીની આવક થઈ ન હોવાથી ખાલી રહ્યા છે. જેના કારણે રાજ્ય સરકારની ‘સૌની’ યોજના હેઠળ તમામ ડેમને છલકાવી દેવાની પ્રક્રિયાઓ હાથ ધરી લેવાઇ છે. અત્યાર સુધીમાં આવા સાત મોટા જળાશયો અને 25થી વધુ નાના-મોટા ચેક ડેમો છલકાવી દેવાયા છે.

આજી ડેમનું પાણી ઉપયોગમાં લેવાની કામગીરી

આજી-૩ ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું હતુ, જે પાણી દરિયામાં મળી પાણીનો બગાડ ન થાય તે માટે રાજ્ય સરકારની ‘સૌની’ યોજના હેઠળ અન્ય ચેકડેમોને ભરી દેવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. આ યોજના ગુજરાત રાજ્યના જળ સંપત્તિ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જામનગરના લાખોટા તળાવમાં 30થી 40 MCFT પાણી ઠાલવવા માટેની મ્યુનિ. કમિશનર વિજયકુમાર ખરાડીની રજૂઆત ના પગલે તળાવને ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.

Sprouts Benefits: નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો તમે ? અનેક રોગોમાં રામબાણ ઈલાજ
આજનું રાશિફળ તારીખ : 09-01-2025
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત

રંગમતી ડેમ હાલમાં પૂર્ણ સપાટીએ

જળ સંપતિ વિભાગના જામનગર જિલ્લાના કાર્યપાલક ઇજનેર એસ.એસ. હરદયા તેમજ ડેપ્યુટી ઇજનેર આર. જે. અકબરીના જણાવાયા અનુસાર રંગમતી ડેમ હાલમાં પૂર્ણ સપાટીએ સૌની યોજના મારફતે ભરી દેવામાં આવ્યો છે. ડેમના દરવાજા ખોલીને ત્યાંથી 10 કિલોમીટર દરેડની કેનાલમાં અને દરેડથી જામનગરના લાખોટા તળાવ સુધીની 7 કિલોમીટરની કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. પ્રતિદિન 10 એમ.સી.એફ.ટી. પાણી છોડીને થોડા દિવસમાં જ લાખોટા તળાવને ભરી દેવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

‘સૌની’ યોજના આશીર્વાદરૂપ સાબીત થશે

આજી-૩ માંથી ઓવરફ્લો થયેલું પાણી 21 કી.મી.નો પ્રવાસ કરીને ઊંડ-1 નજીક પંપ હાઉસ સુધી પહોંચાડવામાં આવશે અને ત્યાંથી 45 કિલોમીટરનો પ્રવાસ કરીને રંગમતી ડેમ સુધી પહોંચશે અને ત્યાંથી વધુ 17 કિલોમીટરનો પ્રવાસ કરીને પાણીને જામનગરના તળાવમાં પહોંચાડવામાં આવશે. જેથી જામનગરવાસીઓ માટે ‘સૌની’ યોજના આશીર્વાદરૂપ સાબીત થશે.

જળ સંપત્તિ વિભાગ દ્વારા હાલમાં આજી -3થી ઉન્ડ-1 અને ત્યાંથી રૂપારેલ ડેમ સુધી પાણી પહોંચાડી દેવાયા પછી રૂપારેલ ડેમને ફરીથી ઓવરફ્લો કરીને તેનું પાણી કુલ 56 કિલોમીટરનો પ્રવાસ કરીને છેક ધુંવાવ સુધી પહોંચાડવાની પ્રક્રિયાઓ હાલમાં ચાલી રહી છે, જેના અનુસંધાને મોટી બાણુગર, શેખપાટ, અલીયા, બાડા, ખીમરાણા સહિતના તમામ ગામોના 15 ચેકડેમને છલકાવાની પ્રક્રિયા ચાલુ રખાઇ છે, અને નજીકના દિવસોમાં જ આ તમામ જળાશયો ‘સૌની’ યોજના હેઠળ ભરાઈ જશે, તેવી આશા વ્યક્ત કરાઈ છે.

લાખોટા તળાવને ભરવાથી આસપાસના વિસ્તારના જમીનના તળમાં સુધારો થશે. તળાવની આસપાસ મોટી સંખ્યામાં વસવાટ કરતા પક્ષીઓને અનુકુળ વાતાવરણ, ખોરાક અને પાણી મળી રહેશે. તેમજ લાખોટાની રમણીયતા વધુ ખીલશે. તેમજ તળાવમાં રહેતા જળચર પ્રાણીઓને પણ પુરતો ખોરાક, પાણી અને વાતાવરણ મળશે.

g clip-path="url(#clip0_868_265)">