JAMNAGAR : વિધાતાએ 7માં ધોરણથી અભ્યાસ છોડાવ્યો, શોખે અરવિંદભાઈના ચિત્રોને દ્વારકાધીશ મંદિર સુધી પહોંચાડયા

અત્યાર સુધીમાં અરવિંદભાઈએ 800થી વધારે ચિત્રો બનાવ્યાં છે. અનેક વ્યક્તિ, મહાનુભાવોના ચિત્રો ઉપરાંત રાજ્યો અને દેશના નકશા અને સંસ્થાઓના લોગો પણ અરવિંદભાઈએ બનાવ્યા છે.

JAMNAGAR : વિધાતાએ 7માં ધોરણથી અભ્યાસ છોડાવ્યો, શોખે અરવિંદભાઈના ચિત્રોને દ્વારકાધીશ મંદિર સુધી પહોંચાડયા
JAMNAGAR: In his hobby, he took pictures of Arvindbhai to Dwarkadhish temple
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Nov 16, 2021 | 5:39 PM

આપણા સમાજમાં સાચુ જ કહેવાયું છે કે જે માણસ પોતાની સૌથી મોટી આવડત એવા શોખ પાછળ ભાગે છે તેને સફળતા અવશ્ય મળીને જ રહે છે. પરંતુ કમનસીબે ઘણાં એવા લોકો છે કે જે પરિવારના નિર્વાહ અને રોજીરોટીના ચક્કરમાં ફસાઈને પોતાના શોખને પડતો મૂકવા મજબૂર બને છે. અને આખું જીવન પૈસા પૈસા કરતા જ વિતાવે છે. આવા લોકોને પ્રેરણા આપે એવો કિસ્સો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકામાંથી મળી આવ્યો છે.

જામકલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં અરવિંદભાઈ દેવરાજભાઈ ખાણધર રહે છે. અરવિંદભાઈના ઘરનો વ્યવસાય ખેતી. બા-બાપુજી ખેતી કરે. ઘણી વખત અમુક આર્ટ ભગવાન તરફથી માણસને ગોડ ગિફ્ટ તરીકે મળ્યાં હોય છે. અરવિંદભાઈના કેસમાં પણ એવું જ. તેમને નાનપણથી જ ચિત્રકલામાં ખૂબ જ રસ. સાતમા ધોરણમાં હતા એ વખતે નાના-મોટા ઘણાં ચિત્રો બનાવ્યા કરે. અરવિંદભાઈ ઘરમાં એકમાત્ર દિકરા, તેમનાથી મોટી 3 મોટી બહેનો હતી. ત્રણેય બહેનો સાસરે ગયા પછી ખેતીની જવાબદારી અરવિંદભાઈ ઉપર આવી પડી.

એ સમય એવો વિચિત્ર હતો કે અરવિંદભાઈ માટે ખેતી, અભ્યાસ અથવા ચિત્ર ત્રણેયમાંથી એકની પસંદગી કરવી જરૂરી હતી. આખરે પરિવારના નિર્વાહ અને જવાબદારીના લીધે અરવિંદભાઈને ખેતીની પસંદગી કરવી પડી. થોડા સમય સુધી તેમણે ખેતી કરી, પણ અંતરમાં સુષુપ્ત અવસ્થામાં રહેલો શોખ રહી રહીને દેખા દીધે રાખતો હતો. ધીરે ધીરે અરવિંદભાઈએ ખેતીની સાથે સાથે ચિત્રો બનાવવાનું શરૂ કર્યું.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

800 થી વધારે ચિત્રો બનાવનારા અરવિંદભાઈના ચિત્રે આ વર્ષે માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ થતાં દીપોત્સવી અંકમાં પણ સ્થાન મેળવ્યું

અત્યાર સુધીમાં અરવિંદભાઈએ 800થી વધારે ચિત્રો બનાવ્યાં છે. અનેક વ્યક્તિ, મહાનુભાવોના ચિત્રો ઉપરાંત રાજ્યો અને દેશના નકશા અને સંસ્થાઓના લોગો પણ અરવિંદભાઈએ બનાવ્યા છે. ઝાંસી ખાતે યોજાયેલી મણિકર્ણિકા આર્ટ ગેલેરીમાં યોજાયેલ એક્ઝિબિશનમાં કુલ 14 દેશના 181 કલાકારોની કૃતિઓમાં અરવિંદભાઈની 2 કૃતિનો પણ સમાવેશ થયો છે. ઓઇલ પેઇન્ટ, પ્લાસ્ટિક પેઇન્ટ ઉપરાંત પેન્સિલ વર્ક થી પણ ચિત્રો બનાવવામાં માહેર એવા અરવિંદભાઈની કેટલીય કૃતિઓ વિવિધ અખબારો અને પ્રકાશનોમાં પણ ચમકી ચૂકી છે. ગુજરાત સરકારે 2021ની દિવાળી સમયે માહિતી ખાતાનો જે દિપોત્સવી અંક બહાર પાડ્યો તેમાં પણ અરવિંદભાઈના ચિત્રો પ્રકાશિત થયાં છે.

અરવિંદભાઈએ પોતાના શોખને તેને રોજીરોટીની સાથોસાથે સતત જીવતો રાખ્યો અને તેના લીધે જ આજે તેમના ચિત્રો અનેક જગ્યાએ સ્થાન પામ્યા છે અને વખણાયા છે. આજે દ્વારકા સ્થિત દ્વારકાધીશ મંદિરમાં પણ અરવિંદભાઈના ચિત્રો સ્થાન પામ્યા છે, જે તેમની ચિત્રો દોરવાની કાબેલિયત દર્શાવે છે.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">