20 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ભાજપના આગેવાન અને મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાયો
Gujarat Live Updates આજ 20 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
LIVE NEWS & UPDATES
-
ભાજપના આગેવાન અને મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાયો
મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને ભાજપના આગેવાન વિરુદ્ધ એક મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પાંચ વર્ષ પહેલા ભોગ બનનાર પરિણીતાએ પતિની બિમારી માટે આરોપીની પત્ની પાસેથી ઉછીના લીધેલ રૂપિયાની આડમાં ભાજપ આગેવાન શૈલેષ માકાસણાએ બળાત્કાર ગુજાર્યો. વર્ષ 2020માં પરિણીતાને પોતાના રહેણાંક ફ્લેટમાં બોલાવી કર્યો બળાત્કાર. આ દરમિયાન પરિણીતાને ગર્ભ રહી જતા આરોપી શૈલેષે પોતાનું પાપ છુપાવવા બાળકની જવાબદારી ઉઠાવવાનું બહાનું કર્યું. બાદમાં પોતાના ઓમ વિલા બંગલા ખાતે બોલાવી પણ બળજબરીથી શરીર સંબંધ બાંધવાની કોશિષ કરી. આરોપી શૈલેષે પરિણીતા આ બાબતે કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપી. બનાવના પાંચ વર્ષ બાદ પરિણીતાના ઘરે બાળક બાબતે જાણ થતાં પરિવારજનોએ હિંમત આપી ફરિયાદ નોંધાવી. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આરોપી શૈલેષને પકડવા શોધખોળ હાથ ધરી છે.આરોપી શૈલેષ માકાસણાના ઓમવીલા બંગલો ખાતેથી ગત જુલાઈ માસમાં પકડાયું હતું જુગારધામ. જોકે તે જુગારધામ ઉપરના દરોડા વખતે શૈલેષ ત્યાં હાજર ન હતો.
આજે 20 સપ્ટેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો
Published On - Sep 20,2026 7:25 AM
