AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

23 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ, કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકી શકે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2026 | 7:44 AM
Share

આજે 23 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

23 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ, કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકી શકે

LIVE NEWS & UPDATES

  • 23 Sep 2026 07:44 AM (IST)

    UPના આઝમગઢમાં હત્યાના આરોપીનું એન્કાઉન્ટર

    પોલીસ સાથે અથડામણમાં આરોપી ઠાર: ઉત્તર પ્રદેશના આઝમગઢમાં હત્યાના આરોપી અરવિંદ સિંહનું પોલીસ સાથેની અથડામણમાં મોત થયું છે. મળતી માહિતી મુજબ, પોલીસે આરોપીને પકડવાનો પ્રયાસ કરતાં તેણે પોલીસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જવાબમાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતાં અરવિંદ સિંહને ગોળી વાગી હતી. ઇજાગ્રસ્ત આરોપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

  • 23 Sep 2026 07:39 AM (IST)

    આગામી 7 દિવસ વરસાદની આગાહી

     હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદ અને થન્ડરસ્ટોર્મની સ્થિતિ સર્જાઈ શકે છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આજે 23 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Sep 23,2026 7:38 AM

Follow Us
g clip-path="url(#clip0_868_265)">