4 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ડીસા પાલિકાના ઉપપ્રમુખ સહિત 13 સભ્યોએ રાજીનામા આપી દીધા, ગોરધન ઝડફિયા પાલનપુર દોડી આવ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2024 | 9:04 PM

Gujarat Live Updates : આજે 4 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

4 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ડીસા પાલિકાના ઉપપ્રમુખ સહિત 13 સભ્યોએ રાજીનામા આપી દીધા, ગોરધન ઝડફિયા પાલનપુર દોડી આવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. તેઓ GMDCમાં સભાને સંબોધન કરશે. સાથે જ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટનો પ્રારંભ કરાવશે.  ઇન્ટર્ન અને જુનિયર તબીબોની હડતાળનો અંત આવ્યો છે. મુખ્યપ્રધાન સાથેની બેઠક બાદ નિર્ણય લેવાયો છે. તબીબોની CMને સેવાઓ પૂર્વવત કરવાની ખાતરી આપવામાં આવી.  સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરતે મેદાન માર્યું છે. 200માંથી 194 માર્ક્સ સાથે સુરતે દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ સર્વેક્ષણમાં 131 શહેરોએ ભાગ લીધો હતો.  સરખેજના ભારતી આશ્રમ વિવાદમાં નવો વળાંક આવી શકે છે. આજે લંબે નારાયણ આશ્રમમાં સમર્થકો એકઠા થશે. ઋષિભારતી બાપુને આપશે સમર્થન. રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે. દક્ષિણના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો 4 દિવસ અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Sep 2024 07:56 PM (IST)

    મહેસાણા અર્બન કો ઓપ. બેંકના 17 ડિરેકટરો બિનહરીફ વિજેતા જાહેર

    મહેસાણા જિલ્લાની મહેસાણા અર્બન બેંકના 17 ડિરેકટરો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. 17 ડિરેક્ટર માટે ચૂંટણી જાહેર થઈ હતી. આ 17 ડિરેકટરો માટે 97 ઉમેદવારી ફોર્મ ભરાયાં હતાં. 97 માંથી 80 ઉમેદવારી ફોર્મ પરત ખેંચાઇ જતા, બાકી રહેલા 17 ઉમેદવારોન બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

    7 વાગ્યા સુધી બાકીના ઉમેદવારોની ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ચાલી હતી. પૂર્વ ડિરેક્ટર ડી એમ પટેલે પણ તેમનુ ફોર્મ પરત ખેંચીને સત્તાધારી પેનલના સભ્યોને ટેકો આપ્યો. ડી એમ પટેલ ની પેનલના 5 સભ્યો અને સત્તાધારી પેનલના 12 સભ્યો નક્કી કરાયા હતા.

  • 04 Sep 2024 07:43 PM (IST)

    ડીસા પાલિકાના ઉપપ્રમુખ સહિત 13 સભ્યોએ રાજીનામા આપી દીધા, ગોરધન ઝડફિયા પાલનપુર દોડી આવ્યા

    બનાસકાંઠાના ડીસા પાલિકાના ઉપ પ્રમુખ સહિત 13 સભ્યોએ રાજીનામા આપી દેતા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા  પાલનપુર દોડી આવ્યા છે. ડીસા નગરપાલિકાના પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરી ઉપપ્રમુખ સહિત 13 નગર સેવકોએ રાજીનામાં આપી દીધા હતા. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા ડીસા પાલિકાના નારાજ સદસ્યો અને પાલિકા પ્રમુખને સાંભળવામાં આવ્યા. ડીસા ભાજપમાં જ બે જૂથની લડાઈ વચ્ચે ડીસા પાલિકાના સભ્યોએ આપ્યા છે રાજીનામાં તો ડીસા માર્કેટયાર્ડમાં પણ ડિરેક્ટરો નારાજ છે. ડીસા પાલિકાના નારાજ સદસ્યોને સાંભળ્યા બાદ, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ જણાવ્યું કે, બધું થાળે પડી જશે.

  • 04 Sep 2024 07:14 PM (IST)

    કચ્છના રણોત્સવના ટેન્ડરની પ્રક્રિયાને લલ્લુજી એન્ડ સન્સે હાઈકોર્ટમાં પડકારી 

    કચ્છમાં દર વર્ષે રણોત્સવની કામગીરી કરતા લલ્લુજી એન્ડ સન્સે આ વખતે રણોત્સવની કામગીરી અન્યને સોંપવામાં આવતા, ટેન્ડરની પ્રક્રિયાને હાઈકોર્ટમાં પડકારી છે. આ વર્ષે રણોત્સવનું કામ પ્રવેગ નામની કંપનીને સોંપવામાં આવ્યું છે. જ્યારે લલ્લુજી એન્ડ સન્સ 2013થી રણોત્સવની કામગીરી કરતું આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં લલ્લુજી એન્ડ સન્સે ટ્રાન્સપોર્ટના નિયમો મુજબ યોગ્ય ના હોવા છતા ટેન્ડર ફાળવ્યું હોવાનુ જણાવ્યું હતું. હાઈકોર્ટે બન્ને પક્ષની દલિલોને સાંભળીને ચુકાદો અનામત રાખ્યો છે.

  • 04 Sep 2024 05:53 PM (IST)

    રાજકોટમાં લોક રોષ, ભાજપના ઝંડા ઊંધા લગાવીને અંબિકાનગર ટાઉનશીપને તળાવ તરીકે જાહેર કર્યું

    રાજકોટમાં રસ્તામાં પાણી ભરાતા સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં સ્થાનિકોએ તળાવ તરીકે લોકાર્પણ કર્યું. રોડ પર પાણી ના ઓસરતાં સ્થાનિકો દ્વારા અંબિકા ટાઉનશીપને તળાવ તરીકે જાહેર કર્યું. ભાજપના ચૂંટણી ચિન્હવાળા ઝંડા રોડ પર ઉલટા રાખી વિરોધ નોંધાવ્યો હતો. વરસાદ બંધ થયા બાદ પણ પાણી ના ઓસરતાં સ્થાનિકો દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો છે.

  • 04 Sep 2024 03:34 PM (IST)

    કડાણા ડેમના 10 દરવાજા દોઢ મીટર ખોલીને મહીસાગર નદીમાં છોડાયું પાણી

    મહીસાગરના કડાણા ડેમમાંથી ફરી પાણી છોડવામાં આવ્યું છે. કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપૂલમાત્રામાં આવકમાં વધારો થતાં, ફરી નદીમાં 102070 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમની જળસપાટી હાલમાં 126.77 મીટરે પહોચી છે. હાલમાં ડેમમાંમાંથી કુલ 102070 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ડેમના 10 ગેટ 1.52 મીટર ખોલવામાં આવ્યા છે.

  • 04 Sep 2024 03:31 PM (IST)

    ખેડાના ઠાસરા તાલુકાના રવાલિયા ગામે બે જૂથો આવ્યા સામસામે

    ખેડાના ઠાસરા તાલુકાના રવાલિયા ગામે બે જૂથો આવ્યા સામસામે. જમીનની બાબતને લઇને થઇ બે જૂથ વચ્ચે ભારે બોલાચાલી થવા પામી હતી. અંદાજિત 100 જેટલા લોકોના ટોળાં સામસામે આવ્યા હતા. જૂથ અથડામણમાં એક વ્યક્તિના પગમાં ગંભીર ઇજાઓ થવા પામી હતી. ખેડા જિલ્લા પોલીસ દ્વારા ઘટના રવાલિયા ગામમાં પહોંચી મામલો થાળે પાડી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

  • 04 Sep 2024 03:05 PM (IST)

    કોંગ્રેસના અમિત ચાવડાએ રજીસ્ટ્રારને લખ્યો પત્ર, MLA કૌશિક વેકરિયા ખોટી રીતે સહકારી સંસ્થાની ચૂંટણી લડ્યા, ડિરેકટરપદેથી હાંકી કાઢો

    અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખે ગંભીર આક્ષેપ કર્યાં છે. ખોટા દસ્તાવેજો ઉભા કરી સહકારી ચૂંટણી લડ્યા હોવાનો વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે. અમિત ચાવડાએ સહકારી મંડળીના રજીસ્ટ્રારને પત્ર લખ્યો છે. જેમા ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે કાનુની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. કૌશિક વેકરિયા ધી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ હાઇસીંગ ફાયનાન્સ કોર્પોરેશનની ચૂંટણી લડ્યા હતા. ગેરકાયદે સાહિત્ય ઉભુ કરી ચૂંટણી લડી ડીરેક્ટર થયા હોવાનું જણાવ્યું છે.

    ભૂતકાળનાં આ પ્રકારે ડીરેક્ટર બનેલ શંકરભાઇ દક્ષિણીને રજીસ્ટ્રારે હોદ્દા પરથી દુર કર્યા હતા. કૌશિક વેકરિયાને પણ ડીરેક્ટર પદેથી દુર કરવા પત્રમાં રજુઆત કરાઈ છે. કોઇ પણ વ્યક્તિ હાઉસીંગ મંડળીનો સભ્ય ત્યારે જ બની શકે જ્યારે તે ત્યાં મકાન ધરાવતો હોય. અમરેલીના બટારવાડી ખાતે મંગળ સોસાયટીમાં કુલ 14 મકાન આવેલા છે. જેમાં 250 રૂપિયા ભરી સભ્ય બની ચૂંટણી લડવા ખોટુ સાહિત્ય ઉભુ કર્યાનો આક્ષેપ કરાયો છે. ધારાસભ્ય જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા આચરેલા ખોટા કૃત્ય સામે કાયદેસરથી કાર્યવાહી જરૂરી હોવાનું અમિત ચાવડાએ જણાવ્યું છે.

  • 04 Sep 2024 02:43 PM (IST)

    રાજકોટમાં GMSCL ના ગોડાઉનની બહાર રાખેલ દવાનો જથ્થો પલળી ગયો

    GMSCL ના ગોડાઉનમાં મોટી બેદરકારી સામે આવી છે. ચોમાસાની સિઝનમાં સરકાર દ્વારા મોકલવામાં આવેલ દવાનો જથ્થો પલળી ગયો હોવાનું સામે આવ્યું છે. ગોડાઉનની બહાર વરસાદી સિઝનમાં દવાનો જથ્થો રાખવામાં આવતા દવાઓ પલળી ગઈ હતી. સર્જીકલ આઈટમને પણ નુકસાન પહોંચ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. PPE કીટ ખુલ્લામાં રાખવામાં આવતા નુકશાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. જુલાઈ 2024 માં મેન્યુફેક્ચરિંગ થયેલી દવાઓનો જથ્થો પલળીને નુકસાન પામ્યો છે.

  • 04 Sep 2024 02:32 PM (IST)

    ભારે વરસાદ મુદ્દે રાહત કમિશનરે આપ્યા આંકડા

    ભારે વરસાદ મુદ્દે રાહત કમિશનરે પત્રકાર પરિષદ યોજી, જેમાં  રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યુ કે  ચાલુ સિઝનમાં રાજ્યમાં 118% વરસાદ પડ્યો છે. રાજ્યના 14 જિલ્લા સૌથી વધુ પૂરથી અસરગ્રસ્ત છે. તમામ જિલ્લાઓમાં રેસ્ક્યૂની કામગીરી કરાઈ છે. 42,083 લોકોનું સ્થળાંતર કરાયું છે. વિવિધ ટીમો દ્વારા સર્વે બાદ સહાયની ચુકવણી કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે 22 મૃતકોના પરિવારજનોને ₹88 લાખની સહાય આપવામાં આવી છે. 2,223 કી.મી. રોડનું સમારકામ 10 દિવસમાં પૂર્ણ કરાશે.

  • 04 Sep 2024 01:56 PM (IST)

    રાજ્યમાં વરસાદ લાવી રહેલી હાલ ત્રણ સિસ્ટમ સક્રિય

    રાજ્યમાં વરસાદ લાવી રહેલી હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય બે સિસ્ટમ વરસાદ લાવવા કારણભૂત છે. આજે બનાસકાંઠા અને પાટણમાં છુટાછવાયા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં છુટા છવાયાlથી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ  ભારે વરસાદની આગાહી છે. સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે.

  • 04 Sep 2024 01:35 PM (IST)

    ભારે વરસાદથી અતિ પ્રભાવિત 14 જિલ્લાના નાગરિકોને કેશડોલ ચુકવાઇ

    વરસાદથી અસર પામેલા જરૂરતમંદ વ્યક્તિઓ-પરિવારો કે જેમની રોજી-રોટીને અસર થઈ છે તથા ઘરવખરી સામાન તણાઈ જવાથી કે નાશ થવાથી નુકસાન થયું છે તેમને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવણી કરવામાં આવી છે. 14 જિલ્લાના 1.69 લાખથી વધુ નાગરીકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં રૂ. 8.04 કરોડની કેશડોલ્સ ચૂકવાઈ છે.

  • 04 Sep 2024 01:14 PM (IST)

    ગાંધીનગરઃ વિધાનસભામાં પસાર થયેલુ સ્પેશ્યલ કોર્ટ બિલ રાષ્ટ્રપતિને મોકલાયું

    ગાંધીનગરઃ વિધાનસભામાં પસાર થયેલુ સ્પેશ્યલ કોર્ટ બિલ રાષ્ટ્રપતિને મોકલાયુ છે. બિલ મંજૂરી માટે રાષ્ટ્રપતિને આ બિલ મોકલી આપવામાં આવ્યું છે. આવક કરતા વધુ સંપત્તિ અને ભ્રષ્ટાચારના કેસોમાં સંપત્તિ જપ્તીની બિલમાં જોગવાઈ છે. સ્પેશિયલ કોર્ટ બિલ વિધાનસભા ગૃહમાં સરકારે પસાર કર્યું છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ કાયદો ગુજરાતમાં અમલી બનશે. અન્ય ચાર બિલને રાજ્યપાલે મંજૂરી આપતા હવે તેની અમલવારી નિયમો બનાવી શરૂ કરાશે. ગુજરાત કાળા જાદુ અન નિર્મૂલન બિલને રાજ્યપાલે મંજૂરી આપી છે.

  • 04 Sep 2024 11:52 AM (IST)

    ભરૂચઃ આમોદના દોરા ગામે અંધશ્રદ્ધાથી બાળકનો ગયો જીવ

    ભરૂચઃ આમોદના દોરા ગામે અંધશ્રદ્ધાથી બાળકનો જીવ ગયો છે. બાળકને સાપ કરડતા દવાખાને લઈ જવાને બદલે ભુવા પાસે લઈ જવાયો. યોગ્ય સમયે સારવાર ન મળતા બાળકનું મોત થયું છે.

  • 04 Sep 2024 11:51 AM (IST)

    તાપી: ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની બે ચીમનીને સ્ક્રેપ કરાઇ

    તાપી: ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની બે ચીમનીને સ્ક્રેપ કરાઇ. એક અને બે નંબરની ચીમનીને જમીનદોસ્ત કરાઇ છે. સેફ્ટી સાથે બ્લાસ્ટિંગ કરી ચીમનીને તોડી પડાઇ છે. બંને ચીમનીમાંથી 240 મોગાવોટ વીજળીનું ઉત્પાદન કરાતુ હતુ. બંને ચીમનીની સમય મર્યાદા પૂર્ણ થતી હોવાથી તોડી પાડી. બંને ચીમનીની જગ્યા પર નવો 800 મેગાવોટનો પ્લાન્ટ નખાશે. નવા 800 મેગાવોટના પ્લાન્ટનો રીપોર્ટ એપ્રૂવલ માટે મોકલાયો છે. એપ્રૂવલ થયા પછી નવા પ્લાન્ટની કામગીરી શરૂ થશે.

  • 04 Sep 2024 10:01 AM (IST)

    ભરૂચમાં ધોધમાર વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ

    ભરૂચમાં ધોધમાર વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ છે. હાંસોટના આસરમા ગામે કિમ નદીના પાણી ફરી વળ્યા છે. કિમ નદીના પાણી ગામમાં પ્રવેશતા જનજીવન પર અસર જોવા મળી રહી છે. ગામમાં અવરજવર માટે રસ્તો બંધ થઇ ગયો છે.

  • 04 Sep 2024 08:59 AM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવવાના છે. પીએમ મોદી 15 અને 16 સપ્ટેમ્બરના રોજ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવશે.  PM મોદી અમદાવાદના GMDC મેદાનમાં સભાને સંબોધશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પીએમનો કાર્યક્રમ યોજાશે. પીએમ મોદી અમદાવાદ ગાંધીનગર મેટ્રોનું પણ ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે.

  • 04 Sep 2024 07:46 AM (IST)

    સુરતઃ બોગસ તબીબો પર પોલીસની કાર્યવાહી

    સુરતઃ બોગસ તબીબો પર પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે 15 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. પાંડેસરા વિસ્તારમાંથી બોગસ તબીબ ઝડપાયા છે. ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી આરોગ્ય સાથે ચેડા કરતા હતા. ડમી દર્દી મોકલી પોલીસે નકલી ડૉક્ટરનો પર્દાફાશ કર્યો.

  • 04 Sep 2024 07:33 AM (IST)

    મહીસાગરઃ ઉપરવાસમાંથી કડાણા ડેમમાં ભરપૂર આવક

    મહીસાગરઃ ઉપરવાસમાંથી કડાણા ડેમમાં ભરપૂર આવક થઇ છે. ડેમનું જળસ્તર જાળવી રાખવા 15 ગેટ ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 2 લાખ ક્યૂસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું. નદી કાંઠાના 128 ગામોને કરવામાં આવ્યા એલર્ટ કરવામાં આવ્યા છે.  કડાણાનું હાલની જળસપાટી 417.40 ફૂટ, ભયજનક 419 ફૂટ કડાણા ડેમ ભયજનક સપાટીથી માત્ર 1.8 ફૂટ જ દૂર છે.

  • 04 Sep 2024 07:33 AM (IST)

    અરવલ્લીઃ માલપુરના નાથાવાસ ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ

    અરવલ્લીઃ માલપુરના નાથાવાસ ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયુ. રામપુર વિરણીયાની મહિલાના મોત બાબતે ઘર્ષણ થયું હતુ. મૃતકના પિયારીયાઓ દ્વારા પોલીસ પર હુમલો કરાયો. PI અને પાંચ કોન્સ્ટેબલોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. ઘર્ષણ દરમિયાન ટોળાએ પોલીસ વાહનમાં તોડફોડ કરી. મૃતક મહિલાની સાસરીમાં મકાન સળગાવી તોડફોડ કરી. પોલીસે હુમલો કરનાર 5 આરોપીઓની  ધરપકડ કરવામાં આવી છે. 23 પીયરીયા સહિત 200ના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

Published On - Sep 04,2024 7:31 AM

Follow Us:
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">