31 ઓગસ્ટના મહત્વના સમાચાર : ધોરાજી સેશન્સ કોર્ટે દુષ્કર્મ કેસના આરોપીને ફટકારી 20 વર્ષની સજા, 2022માં બની હતી ઘટના
Gujarat Live Updates : આજે 31 ઓગષ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે વાવાઝોડાનું સંકટ ટળ્યુ છે. અરબી સમુદ્રમાં 90 કિમીની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. પવન ઓમાન તરફ જતા ચક્રવાતમાં પરિણામે તેવી સંભાવના છે. હાલ તાંડવ મચાવતી સિસ્ટમ અરબી સમુદ્રમાં ભળી જતા વરસાદનું જોર ઘટ્યુ છે. જો કે ઠેર ઠેરથી વરસાદ બાદની તારાજીના દૃશ્યો સામે આવી રહ્યા છે. ગુજરાતમાં સિઝનનો કૂલ 111 ટકા વરસાદ છે. સૌથી વધુ કચ્છ જિલ્લામાં 177 ટકા તો ઉત્તર ગુજરાતમાં 88 ટકા જ વરસાદ થયો છે. હજુ પણ ગુજરાતમાં વરસાદની ઘટ છે. રાષ્ટ્રીય સમાચારોની વાત કરીએ તો દિલ્હીમાં આજથી જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદ છે. પીએમ મોદી આ પરિષદનું ઉદ્દઘાટન કરશએ. સુપ્રીમ કોર્ટને 75 વર્ષ પૂરા થયાની સ્મૃતિમાં પોસ્ટલ સ્ટેમ્પ અને સિક્કા પણ જાહેર કરશે. ચાલુ નાણાકીય પ્રથમ ત્રિમાસિકમાં GDP ગ્રોથ છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળાની સરખામણીએ તળિયે છે. 7.8 ટકાથી 6.7 ટકા GDP પહોંચ્યો છે. પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ દબદબો જાળવી રાખતા એક જ દિવસમાં દેશને ચાર મેડલ અપાવ્યા છે. 10 મીટર શુટિંગમાં અવનીએ લેખારાએ ગોલ્ડ જીતી દેશને ગૌરવ અપાવ્યુ છે.
LIVE NEWS & UPDATES
-
ધોરાજી સેશન્સ કોર્ટે દુષ્કર્મ કેસના આરોપીને ફટકારી 20 વર્ષની સજા
- 2022માં ધોરાજીની સગીરા પર પરપ્રાંતિય વ્યક્તિએ આચર્યું હતું દુષ્કર્મ
- પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 14 વર્ષિય સગીરા પર થયું હતું દુષ્કર્મ
- પૂરતા પુરાવાને ધ્યાનએ રાખી ધોરાજી સેશન કોર્ટેએ ફટકારી 20 વર્ષની સજા
-
Mahisagar : સંતરામપુરના સંત ગામે દેખાયો 13 ફૂટ લાંબો અજગર
મહીસાગરના સંતરામપુરના સંત ગામે અજગર જોવા મળતા જ ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી. આ સાથે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. ખેતરમાંથી 13 ફૂટ લાંબા અજગરનું દેખાતા જ તાત્કાલિક ધોરણે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વન વિભાગ અને એનિમલ ચેરીટેબલ ટ્રસ્ટે વિશાળકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતુ. વન વિભાગના કર્મચારીઓ દ્વારા અજગરને પકડીને સલામચ સ્થળે છોડવામાં આવ્યો છે. અજગરનું રેસ્ક્યુ કર્યા બાદ ખેડૂત તથા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોએ રાહત અનુભવી હતી.
-
-
ભાવનગર : ભૂ-માફિયાને બચાવવાનો પ્રયાસ કરનાર PI સામે ગુનો દાખલ કરવા કોર્ટે આપ્યો આદેશ
ભાવનગરમાં PSI સામે ગુનો દાખલ કરવા કોર્ટે આદેશ આપ્યો છે. ઘોઘાના તત્કાલિન PSI એન.કે.વિંઝુડા સામે ગુનો દાખલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. PSIએ ભૂ-માફિયાને બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. ભૂતેશ્વર ગામમાં ખેતીની જમીન પચાવી પાડવામાં આવી હતી. અધિકારીઓની મિલિભગતથી જમીન પચાવી પાડી હતી. સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન હોવા છતાં PSIએ ગુનો નોંધ્યો ન હતો.
-
દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં પૂરના પગલે અનેક ઘેટા-બકરાના મોત, 250થી વધારે પશુઓ તણાયા
દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ ખાબક્તા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેથી નદીઓના પાણી દ્વારકા જિલ્લામાં ફરી વળતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે અનેક ઘેટા-બકરાના મોત થયા છે. દ્વારકા અને ખંભાળીયામાં 250થી વધુ પશુ પાણીમાં તણાયા હોવાની ઘટના સામે આવી છે. માલધારીઓએ પ્રાંત અધિકારીને આવેદન આપી સહાયની માગ કરી રહ્યાં છે. ત્યારે ચરકલા ગામમાં પશુના મોતના વીડિયો સામે આવ્યો છે.
-
જૂનાગઢ: ધારાસભ્ય દેવા માલમે ઘેડના બામણાસા ગામની લીધી મુલાકાત
જૂનાગઢના ધારાસભ્ય દેવા માલમે ઘેડના બામણાસા ગામની મુલાકાત લીધી છે. ધારાસભ્યની મુલાકાત દરમિયાન ગામના ખેડૂતો રોષે ભરાયેલા જોવા મળ્યા છે. પાળાના કામમાં ઢીલી નીતિ લઈ ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ધારાસભ્યની હાજરીમાં ખેડૂતોએ અધિકારીને ફોન પર ખખડાવ્યા હતા. ધારાસભ્યએ ખેડૂતોને ઘેડની સમસ્યાના નિરાકરણ લાવવા માટે આશ્વાસન આપ્યું હતુ. દર વર્ષે ચોમાસામાં ઘેડ પંથકમાં સમસ્યા સર્જાય છે. છતાં કોઈ નિરાકરણ નહીં લાવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.
-
-
વડોદરાઃ પૂર બાદ હવે સહાયને લઈને ગરમાયું રાજકારણ
વડોદરાઃ પૂર બાદ હવે સહાયને લઈને રાજકારણ ગરમાયું છે. શહેરમાં આવેલા પૂરની સહાય મુદ્દે કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે. ઘરવખરીના નુકસાન માટે સરકારે અઢી હજારની ફાળવણી કરતા વિરોધ નોંધાવ્યો છે. પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણની પણ સ્થિતિ સર્જાઈ. યોગ્ય વળતર આપવાની માગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ છે.
-
વડોદરામાં પૂરને કારણે શહેર અને જિલ્લાને વ્યાપક અસર
વડોદરામાં પૂરને કારણે શહેર અને જિલ્લાને વ્યાપક અસર પહોંચી છે. ઘર વખરીમાં નુકસાન થયેલા પરિવારને તંત્ર દ્વારા સહાય કરવામાં આવશે. ઘર વખરીના નુકસાનમાં પ્રત્યેક ઘર દીઠ 2,500 રૂપિયાની સહાય જાહેર કરાઈ છે. વડોદરા જિલ્લાના ક્લેકટરે TV9 સાથે ખાસ વાતચીતમાં જણાવ્યુ કે અત્યાર સુધી 50,200 લોકોને કેશડોલની રકમ ચૂકવાઇ છે. આરોગ્ય વિભાગની 32 ટીમ દ્વારા જિલ્લામાં સરવે હાથ ધરાયો છે.
-
વરસાદ બાદ રાજકોટમાં ફરી પાણીજન્ય રોગચાળાના કેસ વધ્યા
વરસાદ બાદ રાજકોટમાં ફરી પાણીજન્ય રોગચાળાના કેસ વધ્યા છે. સાંગણવા ચોક પાસે કોટક શેરીમાં કોલેરાના દર્દીની પુષ્ટિ થઈ છે. 43 વર્ષીય મહિલા કોલેરાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. મંગળવારે મહિલાને ડાયેરીયા થયા બાદ કોલેરાની પુષ્ટિ થઈ છે. બોરવેલનું પાણી પીવાથી કોલેરા થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. સારવાર હેઠળની મહિલા દર્દીની હાલત હાલ સ્થિર જણાવાઈ રહી છે. આરોગ્ય વિભાગે 250થી વધુ ઘરોમાં તપાસ હાથ ધરી છે. કોટક શેરીની આસપાસનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે.
-
ભારે વરસાદ બાદ માંડલ અને વિરમગામના ખેતરો બન્યા સ્વિમિંગ પૂલ
ધોધમાર વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પૂરના પાણીએ વિરમગામ પંથકના ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા છે. આકાશી આફતે વિરમગામ સહિતના વિસ્તારોમાં ખેતીમાં ભારે તારાજી સર્જી છે. માંડલ અને વિરમગામના ખેતરો આજે સ્વિમિંગ પુલ બની ચૂક્યા છે. જે ખેતરોમાં પાક લહેરાઇ રહ્યો હતો, તે પાક આજે પાણીમાં તરી રહ્યો છે. કપાસ, સોયાબીન, એરંડા, કઠોળ સહિતના ચોમાસું પાક પર પાણી પરી વળ્યું છે. એવું કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં હોય કે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોને હવે નવેસરથી જ બિયારણ ખરીદીને પાક વાવવાનો વારો આવશે. પરંતુ જ્યાં સુધી ખેતરોના પાણી નહીં સુકાય ત્યાં સુધી ખેડૂતો કશું જ નહીં કરી શકે. ત્યારે હવે જગતનો તાત સરકાર સમક્ષ મદદની ગુહાર લગાવી રહ્યો છે.
-
સુરત મનપાનો મોટો દાવો, 72 કલાકમાં શહેરના તમામ રસ્તાને કરાશે ખાડામુક્ત
આગામી 72 કલાકમાં શહેરના તમામ ખાડાનું પુરાણ કરીને રસ્તા ખાડામુક્ત કરાશે. આ દાવો કર્યો છે સુરત મનપાના મેયર દક્ષેશ માવાણીએ. એક તરફ શહેરમાં ગણેશ ઉત્વસની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ રસ્તા પર પડેલા ખાડા નાગરીકોની હાલાકી વધારી રહ્યા છે. ત્યારે મનપા તંત્ર એક્શનમાં આવ્યું છે, અને ખાડા પુરવાની કામગીરી શરૂ કરી છે. મેયરનો દાવો છે કે ગઇકાલ રાતથી જ મનપાની વિવિધ ટીમોએ રસ્તા રિપેરની કામગીરી શરૂ કરી દીધી છે.
-
અંબાલાલની મોટી આગાહી, રાજ્યના માથેથી ટળ્યો વાવાઝોડાનો ખતરો,
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે. રાજ્યના માથેથી હાલ વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. 3 સપ્ટેમ્બરથી વરસાદના નવા રાઉન્ડના એંધાણ છે. કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 3 સપ્ટેમ્બર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં પૂર આવશે. વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે.
-
મહીસાગર: સંતરામપુરના સંત ગામે અજગરનું રેસ્ક્યુ
મહીસાગર સંતરામપુરના સંત ગામે અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. ખેતરમાંથી 13 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયુ છે. વન વિભાગ અને એનિમલ ચેરીટેબલ ટ્રસ્ટે રેસક્યુ કર્યુ છે. અજગરને પકડીને સલામત સ્થળે છોડવામાં આવ્યો છે.
-
જૂનાગઢ: સ્વામિનારાયણ સંપ્રદાયના સમર્થનમાં આવ્યા ઇન્દ્રભારતી અને મહેન્દ્રગીરી બાપુ
વડતાલ સ્વામિનારાયણ ગાદીના સંતો પર ઠગાઇની ફરિયાદ મામલે હવે તેમના સંપ્રદાયના સમર્થનમાં હવે ઇન્દ્રભારતી અને મહેન્દ્રગીરી બાપુ આવ્યા છે. જે.કે સ્વામી, વી.પી.સ્વામી, એમ.પી. સ્વામી અને ડી.પી. સ્વામી સામે ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ, સુરેન્દ્રનગર વિરમગામ ,સુરતમાં સ્વામીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે ઠગાઇનો આરોપ લાગ્યો છે. ઈન્દ્રભારતી બાપુ અને મહેન્દ્રાનંદ ગીરીજી હવે સ્વામીનારાયણના સમર્થનમાં આવ્યા અને જણાવ્યુ કે “અમુક વ્યક્તિઓએ આવું કર્યું, આખો સંપ્રદાય, સમાજ કે સંસ્થાને બદનામ ન કરવા જોઈએ” “જે સંતો પર આરોપ છે તેમને વડતાલ સ્વામિનારાયણ ગાદીમાંથી કાઢી મુકાયા છે” -
અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળ્યો તીડનો આતંક
અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારમાં ફરી તીડનો આતંક સામે આવ્યો છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષો બાદ તીડના ઝુંડ એ દેખા દીધી છે. જીતપુર, ખાખરીયા, ઈસરી અને ખુમાપુર સહિત પંથકમાં તીડ જોવા મળ્યા. જો વરસાદનો વિરામ લાંબો રહેશે તો તીડ વધવાની આશંકા સેવાઈ છે. તીડથી ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
-
બોટાદના લીંબુડા ગામની નદી પર પૂલ ન હોવાને કારણે લોકો 35 કિમી ફરીને જવા મજબુર
બોટાદના લીંબુડા ગામમાં વરસાદ અને નદીના પાણીને કારણે સામે કાંઠે પહોંચવુ અશક્ય બને છે. ગામના કેટલાય વિદ્યાર્થીઓનું શિક્ષણ અટવાય છે અને માલધારીઓને પણ હાલાકી વેઠવી પડે છે. ગામની નદી પર પુલ ન હોવાને કારણે તે લોકો 35 કિલોમીટરનો ફેરો ખાવા મજબૂર બને છે. બોટાદ તાલુકાના લીંબોડા ગામે વરસાદ બંધ થવા છતા નદીમાં પૂરથી ગ્રામજનો પરેશાન છે. વરસાદ સમયે નદી પરથી પસાર થતા રસ્તા પર 15 ફૂટ જેટલું પાણી હોય છે. પૂરના પાણી ઓસર્યા છતાંય ડેમમાંથી સતત પાણી છોડાઇ રહ્યું છે. હાલ પણ ગામના બે ભાગોને જોડતા રસ્તા પર 7 ફૂટ જેટલું પાણી છે.
-
અમદાવાદ: બાવળામાં ડેપ્યુટી કલેક્ટર સાથે ધારાસભ્યની સંકલન બેઠક
અમદાવાદ: બાવળામાં ડેપ્યુટી કલેક્ટર સાથે ધારાસભ્યની સંકલન બેઠક મળી. જેમા બાવળા નગરપાલિકા ચીફ ઓફિસર સામે સ્થાનિકોનો આક્રોશ ફુટી નીકળ્યો. અધિકારીઓએ કલેકટરને ખોટી માહિતી આપ્યાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. બાવળાની સોસાયટીઓ અને બળિયાદેવ વિસ્તારમાં હાલાકી અંગે રજૂઆત કરવામાં આવી. છેલ્લા 5 દિવસથી તમામ વિસ્તારો જળમગ્ન થાય છે. સમગ્ર બાવળા શહેરમાં અસહ્ય ગંદકીનો કલેક્ટર સામે ઉલ્લેખ કરવામાં આવ્યો. હાલાકીની રજૂઆત સમયે સ્થાનિકો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. મહિલાઓએ રડતા રડતા કલેક્ટરને રજૂઆત કરી હતી. સ્થળ તપાસ માટે કલેક્ટરે બાંહેધરી આપી પણ પહોંચી ન શક્તા નારાજગી જોવા મળી હતી
-
વડોદરા: વાઘોડિયાના વ્યારા ગામે દેવ નદીનાં પાણી ઓસર્યા
વડોદરા: વાઘોડિયાના વ્યારા ગામે દેવ નદીનાં પાણી ઓસરતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પાણી ઓસરતા કોઝ વે પર માટી અને કાંપના થર સામે આવ્યા છે. માર્ગ અને પંચાયત વિભાગ વાઘોડિયાએ કાંપ હટાવવાની કામગીરી શરૂ કરી છે. કોઝ વે પર સફાઇ કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવતા વાહન વ્યવહાર શરૂ થઈ શક્યો છે.
-
જામનગર: શાપરના પૂરથી અસરગ્રસ્ત ગ્રામજનોને મળ્યા રાઘવજી પટેલ
જામનગરના શાપરમાં પૂરથી અસરગ્રસ્ત ગામલોકો સાથે કૃષિમંત્રી રાઘવજી પટેલે મુલાકાત કરી હતી. 76 જેટલા ગામલોકોને રેસક્યૂ કામગીરીને બિરદાવી છે. સરકારના અધિકારી, સૈન્યના જવાનો અને રાહતકાર્યમાં જોડાયેલા લોકોનો આભાર વ્યક્ત કર્યો. પૂરથી નુકસાન અંગેની રજૂઆતો સાંભળી યોગ્ય મદદનો ભરોસો આપ્યો હતો.
-
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે લીધી વડોદરાની લીધી મુલાકાત
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે લીધી વડોદરાની મુલાકાત લીધી અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. શહેરના ચારેય ઝોનના પદાધિકારીઓ અને કાઉન્સિલરો સાથે બેઠક કરી અને પૂરની પરિસ્થિતિ અંગે કામગીરીની સમીક્ષા કરી હતી. સફાઈ અને ઝોન પ્રમાણે રસ્તાઓના રિપેરીંગ મુદ્દે ચર્ચા કરી હતી.
-
વડોદરામાં લિફ્ટમાં ફસાઈ જતા યુવકનું મોત
વડોદરામાં લિફ્ટમાં ફસાઈ જતાં એક યુવકનું મોત થયુ છે. ફાયરની ટીમે લિફ્ટમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો. પ્રતાપનગર રોડ પર આવેલ બિલ્ડીંગમાં આ દુર્ઘટના બની હતી. બિલ્ડીંગમા આવેલ દુકાનની લિફ્ટમાં યુવક ફસાયો હતો.
Published On - Aug 31,2024 8:23 AM