27 મેના મોટા સમાચાર: મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને મળશે

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 11:54 PM

આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

27 મેના મોટા સમાચાર: મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને મળશે
gujarat latest live news and samachar today 27th May 2023

આજે 27 મેને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 May 2023 11:50 PM (IST)

    રાજ્યના 13 જિલ્લાના 48 તાલુકામાં 555 ટીમે માવઠા અંગે સર્વે કર્યો, 33 ટકાથી વધુ નુકસાન થયું હશે તેવા ખેડૂતોને સહાય મળશે

    રાજ્યમાં માવઠાને પગલે 33 ટકાથી વધુ નુકસાન થયું હશે તેવા ખેડૂતોને સહાય મળશે તેવું કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યુ છે. અસરગ્રસ્ત 13 જિલ્લાના 48 તાલુકામાં 555 ટીમે પાક નુકસાનીનો સરવે કર્યો છે અને SDRFના નિયમ મુજબ 33 ટકાથી વધુ નુકસાન થયું હશે તે ખેડૂતોને સહાય મળશે. અસરગ્રસ્ત ખેડૂતોએ સહાય મેળવવા માટે TDOનો સંપર્ક કરવાનો રહેશે.

    માવઠાને કારણે મોટાભાગના ખેડૂતોને નુકશાન થયું હોવાની વાત સામે આવી હતી. જે બાદ સરકાર દ્વારા સરવે પણ હાથ ધરવામાં આવ્યો હતો. જોકે એચએએલ બેઠક જામનગર ખાતે મળી હતી તે દરમ્યાન રાજ્યના કૃષિ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે 33 ટકાથી વધુ નુકસાન થયું હશે તેવા ખેડૂતોને સહાય મળશે.

  • 27 May 2023 11:41 PM (IST)

    મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને મળશે

    સોમવારે 29 મેના રોજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટની કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સાથે મુલાકાત થશે. બપોર બાદ બંને નેતાઓ ખડગેને અલગ-અલગ મળશે. આ પછી કેન્દ્રીય વટહુકમના મુદ્દે ખડગે સાથે દિલ્હી અને પંજાબના નેતાઓની બેઠક થશે. બાદમાં ખડગે મધ્યપ્રદેશના નેતાઓની ચૂંટણી તૈયારીઓને લઈને એક બેઠક પણ કરશે.

  • 27 May 2023 11:12 PM (IST)

    Kutch: કચ્છના સુખપરમાં પશુઓ માટે નથી કોઈ ઈમરજન્સી સેવા, સરકારની કરુણા એનિમલ ઈમરજન્સી માત્ર કાગળ પર

     Kutch ભૂજ ના સુખપર ગામે બે હજારથી પણ વધુ પશુધનની વસ્તી છે. પરંતુ અહીં જો પશુઓ બિમાર પડે તો ઇમરજન્સી સારવાર માટેની કોઇ જ સુવિધા નથી. સરકારની 1962 કરૂણા એનીમલ ઇમરજન્સી સેવાના લાભથી અહીંના પશુપાલકો વંચિત છે. પશુપાલકોને પોતાના પશુ બિમાર પડે ત્યારે ખાનગીમાં સારવાર આપવાની ફરજ પડી રહી છે. ત્યારે પશુપાલકો દ્વારા ઇમરજન્સી સેવા ચાલુ કરવા માટે અનેક વખત રજૂઆતો કરાઇ છે અને સરકાર માત્ર હૈયાધારણ જ આપી રહ્યું છે.

  • 27 May 2023 10:26 PM (IST)

    જીવીશુ કે મરીશુ એ ખબર નથી, કાલે મહાપંચાયત થશે - કુસ્તીબાજ

    જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ કહ્યું કે અમને ખબર નથી કે આવતીકાલ સુધી અમે જીવીશું કે મરીશું. સરકાર અમારા પર સમાધાન માટે દબાણ કરી રહી છે. આવતીકાલે અમે શાંતિપૂર્ણ રીતે મહાપંચાયત યોજીશું. પંજાબ અને હરિયાણામાં અમારા લોકોની અટકાયત કરવામાં આવી રહી છે.

  • 27 May 2023 09:47 PM (IST)

    CBSE બોર્ડનો મહત્વનો નિર્ણય, બેઝિક મેથ્સના વિદ્યાર્થીઓને હવે સ્ટાન્ડર્ડ મેથ્સની કંપાર્ટમેન્ટ એકઝામ નહીં આપવી પડે

    ધોરણ 10 CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2023-24 માટે CBSE બોર્ડે પરિપત્ર બહાર પાડ્યો છે. બેઝિક મેથ્સના વિદ્યાર્થીઓને હવે સ્ટાન્ડર્ડ મેથ્સની કંપાર્ટમેન્ટ એકઝામ નહીં આપવી પડે. હજારો વિદ્યાર્થીઓ માટે કોરોના બાદ ફરી એકવાર મોટો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. મહત્વનુ છે કે બેઝિક મેથ્સના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો કે નહીં તે શાળાઓ નક્કી કરી શકશે તેવું પણ જણાવાયું છે.

  • 27 May 2023 09:13 PM (IST)

    અમદાવાદમાં ચાણક્યપુરીમાં નહીં યોજાય બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર, ઓગણજના મેદાનમાં યોજાશે બાગેશ્વર સરકારનો દરબાર

    Ahmedabad: ચાણક્યપુરીમાં બાબા બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને લઈને ચાલી રહેલા તમામ વિવાદોનો હવે અંત આવ્યો છે. ચાણક્યપુરીમાં બાબાનો દરબાર નહીં યોજાય. સભાના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમા બાબાનો દરબાર હવે ઓગણજના મેદાનમાં યોજાશે. ઓગણજ મેદાનમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ પણ યોજાયો હતો.

  • 27 May 2023 09:08 PM (IST)

    મહારાષ્ટ્રની રાજનીતિના અખાડામાં નવી પાર્ટીની એન્ટ્રી, છત્રપતિ શિવાજી મહારાજના વંશજે કરી ચૂંટણી લડવાની જાહેરાત

    Mumbai: છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજી રાજેએ 27 મે, શનિવારે એક મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાત તેમની પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી લડશે તેવી હતી. એટલે કે હવે મહારાષ્ટ્રના ચૂંટણી મેદાનમાં વધુ નવી પાર્ટી ઉતરશે. આ એન્ટ્રીએ આગામી ચૂંટણીને ત્રિકોણીય બનાવી દીધી છે. એક તરફ ઠાકરે જૂથ અને સંભાજી બ્રિગેડનું ગઠબંધન છે અને બીજી તરફ ભાજપ અને શિંદે જૂથની શિવસેનાનું ગઠબંધન છે. ઘણી નાની પાર્ટીઓ પણ પોતાનું અસ્તિત્વ બતાવી રહી છે અને હવે રાજ્યના રાજકારણમાં વધુ એક નવો પક્ષ પ્રવેશ્યો છે. એક સમયે ભાજપના સાથી રહેલા આ મોટા નેતાએ નવી પાર્ટી શરૂ કરવાની જાહેરાત કરી છે. સ્વરાજ્ય સંગઠન (સંગઠન) દ્વારા સંભાજી રાજેએ 2024ની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

  • 27 May 2023 08:35 PM (IST)

    વડાપ્રધાન મોદીને સોંપવામાં આવ્યું સેંગોલ, તમિલનાડુના મહંતો એ કર્યો મંત્રોચ્ચાર

    28 મેના રોજ ભારતના નવા સંસદ ભવનના ઉદ્દઘાટન પહેલા આજે વડાપ્રધાન મોદીના આવાસ પર તમિલનાડુના અધીનમ (મહંત) પહોંચ્યા હતા. તેમણે સાથે મળીને વડાપ્રધાન મોદીને સેેંગોલ સોંપ્યું હતું. આ ઘટનાના વીડિયો અને ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. તમિલનાડુના અધીનમના મંત્રોચ્ચાર વચ્ચે સત્તાના હસ્તાક્ષણના પ્રતીક સેંગોલને વડાપ્રધાન મોદીને સોંપવામાં આવ્યું હતું. નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહના એક દિવસ પહેલા મહંતે સેંગોલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપ્યું હતું. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર હતા. જણાવી દઈએ કે આવતી કાલે 28 મેના રોજ જૂના સંસદ ભવનની બાજુમાં અંદાજિત 991 કરોડમાં બનેલા નવા સંસદ ભવનનું ઉદ્દઘાટન કરવામાં આવશે. આ સેંગોલ સ્પીકરની બાજુમાં મુકવામાં આવશે.

  • 27 May 2023 07:55 PM (IST)

    નવી સંસદના ઉદ્ઘાટનના વિરોધમાં જેડીયુ આવતીકાલે એક દિવસ ઉપવાસ કરશે

    જનતા દળ યુનાઈટેડએ મહામહિમ રાષ્ટ્રપતિને બદલે વડાપ્રધાન દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો વિરોધ કર્યો છે. જેડીયુએ આવતીકાલે એક દિવસના ઉપવાસ કરવાનું નક્કી કર્યું છે. જેડીયુ આવતીકાલે 28 મેના રોજ સવારે 11 વાગ્યાથી બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા સામે એક દિવસીય ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરશે.

  • 27 May 2023 07:38 PM (IST)

    આવતીકાલે સંસદની બહાર મહાપંચાયત યોજાશે - રાકેશ ટિકૈત

    ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે આવતીકાલે નવી સંસદનું ઉદ્ઘાટન છે. અમે ત્યાં મોટી સંખ્યામાં ભેગા થઈશું. કુસ્તીબાજોના સમર્થનમાં મહાપંચાયત થશે. અમે કુસ્તીબાજોની હડતાલના સમર્થનમાં છીએ. પહેલા અમે ગાઝીપુર પહોંચીશું અને ત્યાં અમારી યોજના બનાવીશું.

  • 27 May 2023 07:17 PM (IST)

    Vadodara: ભાજપ મધ્ય ઝોનની મળી બેઠક, PM મોદીના શાસનને 9 વર્ષ પૂર્ણ થતા આગામી કાર્યક્રમને લઈને ઘડાઈ રણનીતિ

    VadodaraPM મોદીના શાસનને 9 વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકારની સિદ્ધિ અને વિકાસના કાર્યોને ભાજપ લોકો સુધી પહોંચાડશે. મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થયા હોવાને લઈ આજે વડોદરામાં ભાજપની મધ્ય ઝોનની બેઠક મળી હતી, આ બેઠકમાં આગામી એક મહિના સુધી યોજાનારા કાર્યક્રમોને લઈને રણનીતિ ઘડાઈ છે. સાંસદો પોતે કરેલા કામ એક મહિના સુધી લોકો સુધી પહોંચાડશે.

    મહત્વનું છે કે ગત સમયમાં પ્રદેશ ભાજપની બેઠક મળી હતી. જે બાદ આજે વડોદરા ખાતે યોજાયેલી બેઠકમાં વિવિધ મહત્વના મુદાઓ પર ચર્ચા કરાઈ હતી. આ સાથે દરેક લોકસભામાં એક અને રાજ્યભરમાં 100 મોટી જનસભાઓનું પણ આયોજન કરવામાં આવશે, જે અંગે પણ ચર્ચા કરાઇ છે. જેમાં કેન્દ્રના અને રાજ્યના મોટા નેતાઓ ઉપસ્થિત રહેશે.

  • 27 May 2023 06:32 PM (IST)

    ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર ભૂકંપના બે આંચકા અનુભવાયા, 3.6 અને 3.9 ની તિવ્રતાના આંચકાને લઈ સ્થાનિકોમાં ભય નો માહોલ

    વલસાડ જિલ્લાના બોર્ડર પર આવેલ મહારાષ્ટ્રના તલાસરી ખાતે ભૂકંપના આંચકા અનુભવાયા છે. તલાસરી વિસ્તારમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા છે. 3.6 અને 3.9 ની તિવ્રતાના આંચકા આવતા ઉમરગામ દા.ન. હવેલીમાં અસર અનુભવાઈ છે. ભૂકંપના આંચકાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ છે.  વધુ વાંચો

  • 27 May 2023 04:29 PM (IST)

    નેપાળના પીએમ 31 મેના રોજ ભારત આવશે

    નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 31 મે 2023થી 03 જૂન 2023 સુધી ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. ડિસેમ્બર 2022માં સત્તા સંભાળ્યા બાદ નેપાળના વડાપ્રધાનની આ પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા હશે. તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવશે.

  • 27 May 2023 03:51 PM (IST)

    Gujarat News Live: તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના સમર્થનથી તાકાત મળી - અરવિંદ કેજરીવાલ

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કહ્યું કે તેઓ અને તેમની સમગ્ર સરકાર દિલ્હીના લોકોને ન્યાય અપાવવા માટે દિલ્હીના લોકોની સાથે છે. જે વટહુકમ પસાર કરવામાં આવ્યો છે તે લોકશાહી અને દેશના બંધારણની વિરુદ્ધ છે. તેમના સમર્થનથી અમને ઘણું બળ મળ્યું છે.

  • 27 May 2023 03:36 PM (IST)

    Gujarat News Live: બાબા બાગેશ્વરનો ખાટુશ્યામ મંદિરમાં દર્શન કરવાનો કાર્યક્રમ રદ

    બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો ખાટુશ્યામ મંદિરમાં દર્શન કરવાનો કાર્યક્રમ રદ થયો છે. થોડી વારમાં તેઓ ખાનગી હોટલમાં વીઆઈપીઓ સાથે મુલાકાત કરશે. બાબા બાગેશ્વરના તમામ કાર્યક્રમ નિર્ધારિત સમય કરતા થોડા મોડા ચાલી રહયા છે. જેના કારણે ખાટુશ્યામ મંદિરમાં દર્શન કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

  • 27 May 2023 03:16 PM (IST)

    Karnataka Cabinet Expansion: કર્ણાટક સરકારનું કેબિનેટ વિસ્તરણ, 24 ધારાસભ્યોએ મંત્રી તરીકે લીધા શપથ

    કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બન્યાના એક સપ્તાહ બાદ કેબિનેટનું વિસ્તરણ થયું છે. આજે 24 નવા ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. તેમને ઉમેરીને હવે સરકારમાં 34 મંત્રીઓ છે. 20 મેના રોજ સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર સહિત 10 મંત્રીઓએ શપથ લીધા હતા. આ સમારોહમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ભીડને જોતા સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી.

    પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈશ્વર ખંડરે અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવે પણ આજે મંત્રી તરીકે શપથ લીધા હતા. આ ઉપરાંત વરિષ્ઠ નેતા એચ કે પાટીલ, કૃષ્ણ બાયરેગૌડા, એન ચેલુવરાયસ્વામી, કે વેંકટેશ, ડૉ. એચસી મહાદેવપ્પાને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ કેબિનેટમાંથી કોંગ્રેસે ડીકે શિવકુમાર જૂથ અને સિદ્ધારમૈયા જૂથના નેતાઓના નામ સામેલ કર્યા છે.

  • 27 May 2023 03:06 PM (IST)

    New Parliament Building ને લઈ અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ

    કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં લુક ઈસ્ટ પોલિસી હવે એક્ટ ઈસ્ટ બની ગઈ છે. આ નીતિ હેઠળ, પૂર્વોત્તર રાજ્યોમાં શાંતિ પુનઃસ્થાપિત થઈ છે અને ત્યાં ઘણી પ્રગતિ થઈ છે. નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે જેના પર વિપક્ષે કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વાત કરી છે. ત્યારે આ મામલે અનુરાગ ઠાકુરે કહ્યું છે કે આ ઘણું ખોટું છે. આ સાથે તેમણે કાર્યક્રમના બહિષ્કારને લઈને રાહુલ ગાંધી પર પણ કટાક્ષ કર્યો છે.

  • 27 May 2023 02:50 PM (IST)

    Gujarat News Live: મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે પેન્ડિંગ કેસ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આપ્યો આદેશ

    મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદના કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે પેન્ડિંગ કેસ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. 3 મેના રોજ સુનાવણી બાદ હાઈકોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. હાઈકોર્ટે પેન્ડિંગ કેસ ટ્રાન્સફર કરવાની માંગણી માટે દાખલ કરેલી અરજીને સ્વીકારી લીધી છે.

  • 27 May 2023 02:40 PM (IST)

    Gujarat News Live: સુરતમાં બાબા બાગેશ્વર વીઆઇપી ભક્તો સાથે મુલાકાત કરશે

    સુરતમાં(Surat) આજે ફરી ભરાશે બાબા બાગેશ્વરનો( Baba Bageshwar)દિવ્ય દરબાર. જેમાં આજે પણ લોકો મોટી સંખ્યામાં હાજર રહે તેવી શકયતા છે. જેના પગલે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સુરતમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમની વાત કરીએ તો આજે તેવો પ્રથમ ખાટુ શ્યામ મંદિરના દર્શન કરશે તેની બાદ વીઆઈપી ભકતો સાથે મુલાકાત કરશે.

    પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું

    દિવ્ય દરબારની શરૂઆતમાં બાબા બાગેશ્વરે સનાતનનો હુંકાર કર્યો અને કહ્યું કે ભારતને જ નહીં પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું.મારા બાગેશ્વર ધામના પાગલો એક વાત તમે તમારા જીવનમાં યાદ રાખજો કે જે દિવસે ગુજરાતના લોકો સંગઠિત થઈ જશે તે દિવસે ભારત તો શું, પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું.

  • 27 May 2023 02:39 PM (IST)

    Jamnagar : બેદરકારીના કારણે અકસ્માત ન થાય તે માટે PGVCLની પહેલ

    ચોમાસા પહેલા અને ચોમાસા દરમિયાન વીજળીને (Electricity) લગતા પ્રશ્નો સામે આવતા છે. તે માટે પ્રિમોન્સુનની કામગીરી પણ વિભાગ દ્વારા થાય છે. દર વર્ષે ચાલુ વરસાદે (Rain) પણ PGVCLના કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે. પરંતુ અનેક વખતે થોડી બેદરકારીના કારણે અકસ્માતો બને છે. કર્મચારીઓના જીવ ગુમાવવો પડે છે. આવા અકસ્માતો ના થાય તે માટે જામનગર  PGVCL દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.

  • 27 May 2023 02:00 PM (IST)

    Nitish Kumar: નવા સંસદ ભવન પર નીતિશ કુમારના ભાજપ પર પ્રહાર

    નવા સંસદ ભવન પર મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે અલગ ભવન બનાવવાની જરૂર નથી, તે જુના ઈતિહાસને બદલવા જેવું છે. તેમણે કહ્યું કે તમે અમને પૂછો તો અમને લાગે છે કે ઈમારતને અલગ કરવાની શું જરૂર હતી, જેઓ આ દિવસોમાં સરકારમાં છે તેઓ આખો ઈતિહાસ બદલી નાખશે, તેઓ આઝાદીનો ઈતિહાસ બદલી નાખશે.

  • 27 May 2023 01:31 PM (IST)

    મોદીનો વિરોધ કરવા તમે ક્યાં સુધી જશોઃ રવિશંકર પ્રસાદ

    ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે નીતિ આયોગની બેઠકમાં ઘણા મુખ્ય પ્રધાનોની ગેરહાજરી વિશે જણાવ્યું હતું કે આજે નીતિ આયોગની બેઠકમાં 8 મુખ્ય પ્રધાનોએ હાજરી આપી ન હતી. દેશના વિકાસ અને યોજનાઓ માટે નીતિ આયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બેઠક માટે 100 મુદ્દા નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ જે મુખ્યમંત્રીઓ આવ્યા નથી તેઓ પોતપોતાના રાજ્યના લોકોનો અવાજ અહીં નથી લાવી રહ્યા. આખરે મોદીના વિરોધમાં ક્યાં સુધી જશો?

  • 27 May 2023 12:54 PM (IST)

    નવા સંસદભવનની આસપાસ સુરક્ષા સઘન કરવામાં આવી છે

    દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે નવા સંસદ ભવન આસપાસ લગભગ 70 પોલીસકર્મીઓનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. ACP રેન્કના અધિકારીઓ આ ટીમ પર નજર રાખી રહ્યા છે. દિલ્હી પોલીસને એવા ઇનપુટ પણ મળ્યા છે કે નવા સંસદ ભવન બહારની દિવાલો પર સરકાર વિરોધી અને પીએમ વિરોધી સૂત્રો લખી શકાય છે.

  • 27 May 2023 11:46 AM (IST)

    જૂનાગઢ ભાલચેડા ડેમમાંથી મળ્યો દવાઓનો જથ્થો, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

    Junagadh : જૂનાગઢમાં ભાલચેડા ડેમમાંથી મોટા પ્રમાણમાં દવાઓનો (Medicines) જથ્થો મળી આવ્યો છે. ડેમના પાણી ઓસર્યા બાદ મોટાપાયે દવાઓનો જથ્થો જોવા મળ્યો છે. કોરોનાની રસી, સિરપની બોટલો અને ગોળીઓનો જથ્થો ફેંકી દેવાયેલી હાલતમાં મળ્યો છે. એક તરફ દવાઓની અછતની ફરિયાદ થઇ રહી છે. બીજી તરફ દવાનો જથ્થો મળી આવતા સર્જાયા અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે.

    ગુજરાતમાં વારંવાર આ રીતે દવાઓનો જથ્થો ફેંકી દીધેલી હાલતમાં મળી આવે છે. ત્યારે વધુ એક વાર આવી ઘટના બની છે. જો કે આ વખતે એક ડેમમાંથી દવાઓનો જથ્થો મળી આવ્યો છે. જૂનાાગઢમાં ડેમમાંથી દવાનો જથ્થો મળતા આ અંગે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. મોટાપાયે દવાનો જથ્થો ડેમમાં કોણે ફેંક્યો તે અંગે તપાસ કરવામાં આવશે. જિલ્લા આરોગ્ય વિભાગને ડેમમાંથી મળેલી દવાઓ અંગે તપાસ કરવા જણાવવામાં આવ્યુ છે.

  • 27 May 2023 11:45 AM (IST)

    ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ, હવામાન વિભાગે કરી આગાહી

    ગુજરાતમાં ભર ઉનાળામાં (summer 2023) ફરી વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગે (Meteorological department) ગુજરાતમાં ફરી ચોમાસા પહેલાનો વરસાદ (Rain) થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાતમાં 28 અને 29 મે એ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

    પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન ફુંકાવાની આગાહી આપવામાં આવી છે.ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળશે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિલ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • 27 May 2023 11:22 AM (IST)

    Junagadh : ગિરનાર પર ભારે પવન ફૂંકાતા સતત બીજા દિવસે રોપ વે સેવા બંધ

    Junagadh : જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પરની રોપ-વે (Rope Way) સેવા સતત બીજા દિવસે બંધ રાખવામાં આવી છે. ભારે પવનને કારણે આ સેવા ફરી બંધ કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી ખૂબ જ તીવ્ર ગતિથી પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે.

  • 27 May 2023 11:21 AM (IST)

    ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ, હવામાન વિભાગે કરી આગાહી

    ગુજરાતમાં ભર ઉનાળામાં (summer 2023) ફરી વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગે (Meteorological department) ગુજરાતમાં ફરી ચોમાસા પહેલાનો વરસાદ (Rain) થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાતમાં 28 અને 29 મે એ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

    પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન ફુંકાવાની આગાહી આપવામાં આવી છે.ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળશે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિલ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • 27 May 2023 11:20 AM (IST)

    જૂનાગઢના ઉપરકોટમાં વિસ્તારમાં ડિમોલિશનનો મુદ્દો ગરમાયો

    Junagadh : જૂનાગઢના(Junagadh)  ઉપરકોટમાં વિસ્તારમાં ડિમોલિશનનો(Demolition) મુદ્દો ગરમાયો છે. જેમાં હાઇકોર્ટની નોટિસ છતા ડિમોલિશન કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં ધાર્મિક સ્થળોને નહીં તોડવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તેમજ ચુકાદા પહેલા જ ડિમોલિશન કરાતા મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ મોડી રાત્રે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ધરણા કર્યા હતા. તેમજ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તેને માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

  • 27 May 2023 11:19 AM (IST)

    India in NATO: PM નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા અમેરિકામાં ઉઠી માગ, નાટો પ્લસમાં ભારતનો સમાવેશ થવો જોઈએ

    છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને અમેરિકાની મિત્રતા ઘણી મજબૂત બની છે. આનું પરિણામ બિઝનેસ ટુ સ્ટ્રેટેજિક સેક્ટરમાં પણ જોવા મળ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે પણ બંને દેશ નજીક આવ્યા છે. આ ક્રમમાં અમેરિકામાં (America) ભલામણ કરવામાં આવી છે કે ભારતને નાટો પ્લસમાં (NATO Plus) સામેલ કરવામાં આવે. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકા જવાના છે. તેમની મુલાકાત પહેલા એક શક્તિશાળી કોંગ્રેસનલ સમિતિએ ભલામણ કરી છે કે ભારતને નાટો પ્લસમાં ઉમેરીને તેને મજબૂત બનાવવામાં આવે.

  • 27 May 2023 11:19 AM (IST)

    દિલ્હી: સાંસદ ચૂંટણીને લઈને 29મીએ કોંગ્રેસની બેઠક યોજાશે

    દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક હવે 29 મેના રોજ યોજાશે. અગાઉ આ બેઠક 26 મેના રોજ થવાની હતી. પરંતુ કર્ણાટક કેબિનેટ વિસ્તરણને કારણે આ બેઠક સ્થગિત કરવામાં આવી હતી. આ બેઠક માટે મધ્યપ્રદેશના તમામ દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચી ગયા હતા. પાર્ટીએ એમપીમાં યોજાનારી ચૂંટણીને લઈને રણનીતિ અંગે ચર્ચા કરવાની છે. આ બેઠક બે વખત મુલતવી રાખવામાં આવી છે. આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ હાજરી આપશે.

  • 27 May 2023 11:15 AM (IST)

    આજના નેતાઓ બધુ બદલવા માંગે છેઃ સીએમ નીતિશ

    બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નવા સંસદ ભવન વિશે કહ્યું કે તેને અલગથી બનાવવાની શું જરૂર હતી. અલગ ઈમારત બનાવવાની જરૂર નહોતી, આ તો જુનો ઈતિહાસ બદલવા જેવો છે. તમે અમને પૂછો તો અમને લાગે છે કે અલગથી બિલ્ડિંગ બનાવવાની શું જરૂર હતી. આ દિવસોમાં જેઓ સત્તામાં છે તેઓ સમગ્ર ઇતિહાસને બદલી નાખશે. આઝાદીનો ઈતિહાસ પણ બદલી નાખશે.

  • 27 May 2023 09:49 AM (IST)

    Junagadh : ગિરનાર પર ભારે પવન ફૂંકાતા સતત બીજા દિવસે રોપ વે સેવા બંધ

    Junagadh : જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પરની રોપ-વે (Rope Way) સેવા સતત બીજા દિવસે બંધ રાખવામાં આવી છે. ભારે પવનને કારણે આ સેવા ફરી બંધ કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી ખૂબ જ તીવ્ર ગતિથી પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે.

  • 27 May 2023 09:48 AM (IST)

    Go First ની એરલાઇન્સની ફ્લાઇટ્સના ઉડવાના હજુ કોઇ એંધાણ નથી, flight 30 મે સુધી રદ રહેશે

    બજેટ એરલાઇન્સ GoFirst એ જાહેરાત કરી છે કે તેની તમામ ફ્લાઇટ્સ 30 મે સુધી રદ રહેશે. કંપનીનું કહેવું છે કે તે શક્ય તેટલી વહેલી તકે તમામ મુસાફરોને રિફંડ પણ જારી કરશે. કંપનીએ ફ્લાઈટ કેન્સલ કરવાનું કારણ ‘ઓપરેશનલ’ જણાવ્યું છે. કંપનીએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ફ્લાઈટ્સ કેન્સલ થવાની માહિતી શેર કરી છે. 3 મેથી GoFirst ફ્લાઇટ્સ સતત રદ કરવામાં આવી રહી છે.

  • 27 May 2023 08:54 AM (IST)

    એસ. જયશંકરે વિઝા પર પ્રતિબંધ મુદ્દે આપી પ્રતિક્રિયા, સરકાર પ્રતિબંધ દૂર કરવા જરૂરી તમામ પગલાં લેશે

    Vadodara : ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર ( S Jaishankar) બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેવો વડોદરા આવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલીયા દ્વારા વિઝા પર મૂકવામાં આવેલા પ્રતિબંધ મુદ્દે તેમણે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે સરકાર પ્રતિબંધ દૂર કરવા જરૂરી તમામ પગલાં લેશે. વિદેશ પ્રધાન એસ. જયશંકરની કૂટનીતિ વિશે સૌ કોઇ જાણે છે.. દેશ વિદેશમાં ભારતની નીતિ અને ચીન અને પાકિસ્તાનને આડે હાથ લેતા જયશંકરની સરળતાથી પણ સૌ કોઇ વાકેફ છે.

    સાંસદ ગીતાબેન રાઠવાનો પણ તેમણે ટ્વીટ કરી આભાર માન્યો

    આ ઉપરાંત તેવો તેમના સતત વ્યસ્ત પ્રવાસ વચ્ચે પણ પોતાના આદર્શ ગામની મુલાકાત લેવાનું એસ. જયશંકર ભૂલ્યા નહીં. આજે ગુજરાત મુલાકાત દરમિયાન તેમણે પોતાના સંસદીય વિસ્તારમાં વ્યાધર, તિલકવાડા ખાતે 2 સ્માર્ટ આંગણવાડીનું ભૂમિપૂજન કર્યું. તો તેમની સાથે હાજર રહેવા બદલ પ્રદેશ સાંસદ ગીતાબેન રાઠવાનો પણ તેમણે ટ્વીટ કરી આભાર માન્યો.

  • 27 May 2023 08:53 AM (IST)

    Share Market : ભારતીય શેરબજારમાં રોકાણનો FPI એ સર્જ્યો વિક્રમ, જાણો મે મહિનામાં કેટલા રૂપિયાનું કર્યું રોકાણ?

    ભારતીય શેરબજાર(Share Market)ની સ્થિતિમાં સુધારો વિદેશી રોકાણકારોના વલણમાં પણ જોવા મળી રહ્યો છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો(FII) છેલ્લા 14 દિવસથી ભારતીય ઈક્વિટીમાં ચોખ્ખા ખરીદદાર બની રહ્યા છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન ભારતીય બજારમાં FPI  દ્વારા આ સૌથી લાંબી સતત ખરીદી છે. બજારના સૌથી મોટા રોકાણકારોમાંના એક નિલેશ શાહે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે છેલ્લા 14 દિવસમાં FPIsએ ભારતીય બજારમાં 2.74 બિલિયન ડોલર અથવા લગભગ રૂ. 22,579 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે. આ 14 દિવસ દરમિયાન નિફ્ટી50 લગભગ 3 ટકા વધ્યો છે. આ 14 દિવસોના 10 સેશનમાં,નિફ્ટી 50 વધારા સાથે બંધ થયો છે.

  • 27 May 2023 08:53 AM (IST)

    જબલપુરમાં 7 સ્થળ પર 200 પોલીસકર્મીઓ, 1 ડઝન IPS અધિકારીઓ સાથે NIAના દરોડા

    જબલપુર: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ આજે ​​એટલે કે શનિવારે સવારે મધ્યપ્રદેશના જબલપુરમાં સાત સ્થળો પર દરોડા પાડ્યા છે. NIAના અધિકારીઓએ બાડી ઓમતી સ્થિત એડવોકેટ એ. ઉસ્માનીના ઘરે પણ દરોડા પાડ્યા છે. આજે સવારે દિલ્હી અને ભોપાલના લગભગ એક ડઝન આઈપીએસ અધિકારીઓ અને 200 પોલીસકર્મીઓની ટીમ એ. ઉસ્માનીના ઘરે પહોંચી હતી. ટીમ આવતાની સાથે જ ઘરની આસપાસના વિસ્તારોને ઘેરી લીધા હતા. વિદેશી ફંડિંગ સાથે જોડાયેલો મામલો જણાવવામાં આવી રહ્યો છે.

  • 27 May 2023 07:57 AM (IST)

    કર્ણાટકમાં આજે સિદ્ધારમૈયા કેબિનેટનું વિસ્તરણ, આ 24 ધારાસભ્ય લેશે મંત્રી તરીકે શપથ

    Karnataka Cabinet Expansion: કર્ણાટકમાં આજે સિદ્ધારમૈયાના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. મળતી માહિતી મુજબ 24 ધારાસભ્યો પદના શપથ લઈ શકે છે. 27 મેના રોજ મંત્રી તરીકે શપથ લેનારા ધારાસભ્યોની યાદી જાહેર કરવામાં આવી છે. આ પહેલા 20 મેના રોજ સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે કુલ 8 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગે, એમબી પાટીલ જેવા નામો સામેલ હતા.

  • 27 May 2023 07:33 AM (IST)

    Maharashtra: સમૃદ્ધિ હાઈવેનો બીજો તબક્કો શરૂ, માત્ર 6 કલાકમાં નાસિકથી નાગપુર પહોંચી શકાશે

    Nagpur to Nashik (Bharvir) in Just 6 Hours:મારી વિચારવાની શૈલી અલગ છે, દરેકને મંઝીલનો શોખ છે અને મને રસ્તાઓ બનાવવાનો શોખ છે. સમૃદ્ધિ હાઇવેના બીજા તબક્કાનું શુક્રવારે (26 મે)ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પછી હવે નાશિકના ભરવીરથી નાગપુરની સફર માત્ર 6 કલાકમાં પૂરી કરી શકાશે. જેનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યું હતું. બીજા તબક્કાનું ઉદ્ઘાટન શિરડીમાં પૂર્ણ થયું. અગાઉ ડિસેમ્બર 2022માં નાગપુરથી શિરડી સુધીના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

  • 27 May 2023 07:07 AM (IST)

    Gandhidham -અમૃતસર ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેનનો શુભારંભ

    Gandhidham: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ગાંધીધામ રેલવે સ્ટેશનથી 26 મેના રોજ ટ્રેન નંબર 09461/09462 ગાંધીધામ-અમૃતસર સાપ્તાહિક ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી બતાવી શુભારંભ કરવામાં આવ્યો હતો. અમદાવાદના મંડળ રેલ પ્રવક્તાએ જણાવ્યા અનુસાર ટ્રેનની વિગતો આ મુજબ છે.

    ટ્રેન નંબર 09461 ગાંધીધામ-અમૃતસર સ્પેશિયલ 26 મેથી 30 જૂન 2023 સુધી દર શુક્રવારે સવારે 06:30 વાગ્યે પ્રસ્થાન કર્યું અને શનિવારે બપોરે 12:35 વાગ્યે અમૃતસર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09462 અમૃતસર-ગાંધીધામ સ્પેશિયલ 27 મેથી 01 જુલાઇ 2023 સુધી દર શનિવારે અમૃતસરથી બપોરના 14:30 વાગ્યાથી પ્રસ્થાન કરી રવિવાર સાંજે 18:30 વાગ્યે ગાંધીધામ પહોંચશે.

  • 27 May 2023 07:04 AM (IST)

    દિલ્હી-NCRમાં હવામાને પલટો લીધો, જોરદાર પવન સાથે વરસાદ, IMD નું વાંચો Latest Update

    દિલ્હી: દિલ્હી-NCRમાં હવામાને ફરી એકવાર પલટો લીધો છે. આજે એટલે કે શનિવારે સવારે દિલ્હીની આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. સવારે 6:30 વાગ્યે આકાશમાં કાળા વાદળો છવાયા હતા.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 મે સુધી ક્યારેક ગરમ તો ક્યારેક વરસાદી વાતાવરણ રહેશે. જો કે વરસાદના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે. ગાઝિયાબાદ અને નોઈડામાં પણ વરસાદ પડી રહ્યો છે. એકાએક અંધારપટના કારણે વાહનચાલકો માર્ગો પર લાઇટો સળગાવીને વાહન ચલાવતા જોવા મળ્યા હતા. તે જ સમયે, ગુરુગ્રામમાં પણ જોરદાર તોફાન ચાલી રહ્યું છે.

  • 27 May 2023 06:40 AM (IST)

    Gujarat Weather Forecast : જુનાગઢ જિલ્લામાં આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે,જાણો અન્ય શહેરનું તાપમાન

    હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 47 ટકા  રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે.

    અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 35 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 39 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 રહેશે

  • 27 May 2023 06:39 AM (IST)

    સાબરમતી જોધપુર એક્સપ્રેસ ટ્રેન 30 – 31 મેના રોજ રદ રહેશે

    Ahmedabad :અમદાવાદના(Ahmedabad) સાબરમતી(Sabarmati) સ્ટેશનથી ઉપડતી  સાબરમતી -જોધપુર એક્સપ્રેસ 30 અને 31 મેની ટ્રેન રદ રહેશે. જેમાં ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર મંડળના મદાર-પાલનપુર સેક્શનના ભીમાના-કિવરલી સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 784 કિમી 587/08-09 પર આરસીસી બોક્સ લોંચિંગ કરવાના કામને કારણે ટ્રેન નંબર 14822/14821 સાબરમતી -જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

Published On - May 27,2023 6:37 AM

Follow Us:
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">