Jamnagar: કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુન એક્શન પ્લાનની કામગીરી શરૂ કરાઇ
જામનગર કોર્પોરેશનના કમિશ્નર દ્રારા દરેડ ફીડીંગ કેનાલ, પ્લોટ, 49 કેનાલ, રામનગર કેનાલ, દિગ્જામ સર્કલ થી સોનલ નગર, રામેશ્વનગર કેનાલ, કેવડી નદી, ભીમવાસ કેનાલ, ખોડીયાર કોલોની કેનાલ, સત્યમ કોલોની વિગેરે વરસાદી પાણી નિકાલની કેનાલોની પૂર્ણ થયેલ કામગીરી તથા ચાલુ કામગીરીનું જાત નિરીક્ષાણ કરવામાં આવેલ
Jamnagar: જામનગર( Jamanagar)મહાનગર પાલિકા દ્રારા વરસાદ પહેલા પ્રિ-મોન્સુનનો(Pre-Monsoon)એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આશરે રૂપિયા 1.20 કરોડના ખર્ચે શહેરમાં પ્રિ-મોન્સુનની કામગીરી કરાશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની સિઝનને ધ્યાને લેતા શહેરની વરસાદી પાણીની કેનાલ, નાલા-પુલિયાઓની પ્રિમોન્સુન અંતર્ગતની સફાઈ કામગીરી 20 મે થી શરૂ કરવામાં આવેલ છે. જેમાં હાલ સુધી 40 કિ.મી. લંબાઈની તમામ કેનાલોમાંથી અંદાજીત 1000 મે.ટન જેટલો ગાર્બેજ કાઢવામાં આવેલ છે.
નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી.
જામનગર કોર્પોરેશનના કમિશ્નર દ્રારા દરેડ ફીડીંગ કેનાલ, પ્લોટ, 49 કેનાલ, રામનગર કેનાલ, દિગ્જામ સર્કલ થી સોનલ નગર, રામેશ્વનગર કેનાલ, કેવડી નદી, ભીમવાસ કેનાલ, ખોડીયાર કોલોની કેનાલ, સત્યમ કોલોની વિગેરે વરસાદી પાણી નિકાલની કેનાલોની પૂર્ણ થયેલ કામગીરી તથા ચાલુ કામગીરીનું જાત નિરીક્ષાણ કરવામાં આવેલ. તેમજ બાકી રહેતી કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી.
કુલ 11 જગ્યાએ આશરે 40 કીમીના વિસ્તારમાં કામગીરી કરવામાં આવશે
દર વર્ષે મહાનગર પાલિકા દ્રારા વરસાદ પહેલા પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવે છે. આ વખતે પણ જામનગર મહાનગર પાલિકા દ્રારા આશરે 1.20 કરોડના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી છે. કુલ 11 જગ્યાએ આશરે 40 કીમીના વિસ્તારમાં કામગીરી કરવામાં આવશે. મહાનગર પાલિકાની ટીમને કામની સોપણી કરીને નિયત સમયમાં કામગીરી પુર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. અને આ માટે વિવિધ એજન્સીઓને કામ ટેન્કર પ્રકિયાથી આપવામાં આવ્યુ છે. વરસાદ બાદ શહેરમાં પાણી ન ભરાય તે માટે પ્રીમોન્સુન કામગીરીની આયોજન કરવામાં આવ્યુ છે.
આખા વર્ષ દરમિયાન કેનાલની સફાઈની જવાબદારી કોન્ટ્રાકટ એજન્સીઓને સોપવામાં આવી.
આ વખતે માત્ર પ્રિ-મોન્સુન જ નહી પરંતુ આવતા વર્ષ સુધીની કામગીરીનુ ટેન્ડરિંગ કરવામાં આવ્યુ છે. એટલે ચાલુ વરસાદે પણ કોઈ જગ્યાએ પ્લોકેઝીશ કે પાણી ભરાય તો તેનો નિકાલ એજન્સી દ્રારા કરાશે. તેમજ વરસાદ બાદ પણ આ કામગીરી કરાશે.પ્રિ-મોન્સુનની કામગીરી સાથે પોસ્ટ મોન્સુન તેમજ ચાલુ વરસાદે પણ એજન્સીઓ દ્રારા કામગીરી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે આ વખતેની પ્રીમોન્સુનની કામગીરી મોન્સુન ટુ મોન્સુન સુધી રહેશે
11 વિવિધ કામગીરી માટે 11 એન્જીનીયરો કરશે મોનીટરીંગ
પ્રિ-મોન્સુનની કામગીરી માટે અલગ-અલગ 11 કામ આપવામાં આવ્યા છે. કુલ ત્રણ વખત ટેન્કરીંગ કરીને 11 કામ માટે એજન્સીને આપવામાં આવ્યા છે. જે તમામ કામગીરી પર મોનટીરીંગ કરવા માટે 11 એન્જીનીયરોને કામગીરી સોપવામાં આવી છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો