Ahmedabad Video : લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કરાયું ફ્લેગ માર્ચ

Ahmedabad Video : લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કરાયું ફ્લેગ માર્ચ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2024 | 12:19 PM

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી આગામી 7 મેના રોજ યોજાવાની છે. મતદાનના દિવસે મતદારો નિર્ભીક વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે મતદાન કરે અને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી આગામી 7 મેના રોજ યોજાવાની છે. મતદાનના દિવસે મતદારો નિર્ભીક વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે મતદાન કરે અને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં અર્ધ લશ્કરી દળો અને અન્ય રાજ્યોની SRP અને સેન્ટ્રલ આર્મ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં કોઇ બનાવ ન બને તે માટે પોલીસ અને ચૂંટણી પંચ સજ્જ છે. બીજી તરફ હીટવેવની આગાહીના પગલે ચૂંટણી પંચે મતદાન મથક પર પાણી, કુલર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">