AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Today: Delhi-NCRમાં ઠંડા પવનો સાથે ઝરમર ઝરમર વરસાદ, હવામાનના પલટા વચ્ચે ગુજરાતમાં પણ વરસાદી માહોલ

હવામાન વિભાગના ડેટા અનુસાર, દિલ્હી એનસીઆરમાં મોટાભાગની જગ્યાઓ પર તાપમાન 30 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારથી સોમવાર સુધી મહત્તમ તાપમાન 28 ડિગ્રી રહેવાની સંભાવના છે

Weather Today: Delhi-NCRમાં ઠંડા પવનો સાથે ઝરમર ઝરમર વરસાદ, હવામાનના પલટા વચ્ચે ગુજરાતમાં પણ વરસાદી માહોલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2023 | 8:45 AM
Share

દિલ્હી: બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણને કારણે દિલ્હી NCRનું વાતાવરણ ખુશનુમા બની ગયું છે. શનિવારે સવારે લગભગ સાત વાગ્યે ગાઝિયાબાદ અને દિલ્હીના ઘણા વિસ્તારોમાં હળવા ઝરમર ઝરમર અને વરસાદ પડ્યો હતો. બીજી તરફ નોઈડા અને દિલ્હીના ઘણા વિસ્તારોમાં જ્યાં વરસાદ ન હતો ત્યાં વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું. સાથે જ ઠંડા પવનોને કારણે સવારે મોર્નિંગ વોક પર નીકળેલા લોકોને મુશ્કેલી પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સુધી હવામાનની સ્થિતિ આવી જ રહેશે.

સ્થિતિને જોતા હવામાન વિભાગે દિલ્હી NCR સહિત સમગ્ર ઉત્તર ભારત માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણને કારણે શુક્રવારે સવારે લખનૌ સહિત ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. જેના કારણે ઉત્તર ભારતમાં ઝડપથી વધી રહેલી ગરમીને કાબુમાં લેવામાં આવી હતી. બીજી તરફ, શુક્રવારે રાત્રે દિલ્હી એનસીઆરના ઘણા વિસ્તારોમાં સમાન વાતાવરણ જોવા મળ્યું હતું.

ગાઝિયાબાદ, હાપુડ અને મેરઠ ઉપરાંત દિલ્હીના ઘણા વિસ્તારોમાં શનિવારે સવારે હળવો વરસાદ થયો હતો. જેના કારણે સમગ્ર એનસીઆરનું વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. સવારથી જ ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા હતા. હળવા વરસાદને કારણે દિલ્હીથી નોઈડા અને ગાઝિયાબાદથી ગુરુગ્રામથી ફરીદાબાદ સુધીનું વાતાવરણ ઠંડું થઈ ગયું. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી બે-ત્રણ દિવસ સુધી દિલ્હીમાં પણ આવી જ સ્થિતિ રહેવાની સંભાવના છે. પરંતુ આ પછી ફરી એકવાર તાપમાનમાં ઝડપથી વધારો થશે.

હવામાન વિભાગના ડેટા અનુસાર, દિલ્હી એનસીઆરમાં મોટાભાગની જગ્યાઓ પર તાપમાન 30 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારથી સોમવાર સુધી મહત્તમ તાપમાન 28 ડિગ્રી રહેવાની સંભાવના છે. 21મી માર્ચ બાદ હવામાન ચોખ્ખું થશે અને તેના કારણે તાપમાનમાં વધારો થશે. 21મી માર્ચે મહત્તમ તાપમાન 30 અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. જ્યારે 22 અને 23 માર્ચે મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16-17 ડિગ્રીની આસપાસ રહી શકે છે.

ગુજરાતમાં પણ ભર ઉનાળે ચોમાસાનો માહોલ

તાપી જિલ્લામાં સોનગઢના મલંગદેવ અને ઓટા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. કરા સાથે અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. સોનગઢ તાલુકાના દક્ષિણ ભાગમાં કરા સાથે વરસાદ પડ્યો છે.માવઠાને પગલે ચણા,મકાઈ અને તુવેર સહિતના પાકને નુકશાનની ભિતી છે.ત્યારે હાલ ભર ઉનાળે કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી છે.

કમોસમી વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકશાનની ભિતી

હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગીર સોમનાથમાં ગીરગઢડામાં કરા સાથે વરસાદ વરસ્યો છે. જેમા ગીરગઢડાના જંગલ વિસ્તારના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો.ધોકડવા, ચીખલ કુબા, નીતલી, વડલી, જસાધાર, સરની ખોડીયાર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. જેમાં કેસર કેરી, ઘઉં, તલ, બાજરા સહિતના પાકોને નુકસાન થતા ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠાના હિંમતનગર સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હિંમત નગર, તલોદ અને પ્રાંતિજમાં કમોસમી વરસાદ જોવા મળ્યો. તો સાથે કાંકણોલ,બળવંતપુરા, બેરણા અને હડિયોલ વિસ્તારમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. ભારે પવનને કારણે અમુક વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.

ભારે પવન સાથે કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રો પરેશાન

તો આ તરફ અરવલ્લીના મોડાસામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો,વાતાવરણ વાદળછાયુ બન્યા બાદ એક એક જ કરા સાથે વરસાદ ખાબક્યો હતો. પંદરેક દિવસના અંતરમાં જ ફરી વરસાદ પડતા ખેડૂતોને માટે નુક્શાનની ભીતી સેવાઈ રહી છે. ઉનાળાની શરુઆતે જ ભર ચોમાસા જેવો માહોલના દ્રશ્યો સર્જાયા હતા. અરવલ્લી જિલ્લામાં માર્કેટ યાર્ડમાં રહેલ ખેત પેદાશો પણ વરસાદમાં પલળી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">